- પારસ દૂધ ફેક્ટરીમાં અમોનિયા ગેસ લીકેજની ઘટના બની
- ફેક્ટરીમાં 25 કર્મચારીઓ હાજર હતા
- 2 કર્મચારીઓની હાલત નાજુક હોવાનું જણાવાયું
નવી દિલ્હી (ગાઝિયાબાદ): ગાઇ કાલે રાત્રે સાહિદાબાગ ઉદ્યોગિક ક્ષેત્રની પારસ દૂધની ફેક્ટરીમાં અમોનિયા ગેસ લીકેજની ઘટના બની હતી. જે ફેક્ટરીમાં 25 કર્મચારીઓ હાજર હતા. જેમાંથી ઘણા કામદારો બેહોશ થયા છે. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેટની ટીમ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી શરૂ કરી સ્થિતિને કાબુમાં લીધી હતી. હાલ તપાસ ચાલી છે. ક્યા કારણો સર આ ઘટના બની હતી.
ગાઝિયાબાદની પારસ દૂધ ફેક્ટરીમાં એમોનિયા ગેસ લિકેજની બની ઘટના આ પણ વાંચોઃ અતુલ કંપની ખાતે ટેન્કરમાંથી ઓલીયમ ગેસ લીકેજ થતાં અફરાતફરી, ઔદ્યોગિક ઓફસાઇડ મોકડ્રિલ યોજાઈ
પારસ દૂધના પ્લાંટમાં ગેશ લીકેજની ઘટના
અકસ્માત કયા કારણોસર થયો હતો. તેની તપાસ કરવામાં આવી રહી છે. પારસ દૂધનો આ પ્લાંટ એક ખૂબ પ્લાંટ છે. જ્યાં કર્મચારીઓ રાત્રિ દરમિયાન પણ હાજર રહે છે. ઘટના સ્થળે પહોંચેલા ચીફ ફાયર ઓફિસરએ જણાવ્યું હતું કે, પરિસ્થિતિને કાબૂમાં લેવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે એમોનિયા ગેસનું લિકેજ થતા ઘટના સર્જાઇ હતી. સ્ટાફે પ્રયાસ કર્યો, પરંતુ તેને રોકી શક્યા નહીં. ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચી વાલ્વ બંધ કરી દીધો હતો. હાલ બધા કર્મચારીઓની હાલત ગંભીર છે.
આ પણ વાંચોઃ દાહોદના રાબડાળ ગામે CNG ગેસ ભરવા આવેલી ગાડીના સિલિન્ડરમાં લીકેજ થતા નાસભાગ
25 કર્મચારીઓના જીવ જોખમમાં
મળતી માહિતી મુજબ 2 કર્મચારીઓની હાલત નાજુક હોવાનું જણાવાયું છે. એમોનિયા ગેસ લિકેજ થતાં કારખાનામાં અંધાધૂંધી હતી. 25 કર્મચારીઓના જીવ જોખમમાં મુકાયા હતા.