- આજે અમિત શાહની 10 રાજ્યોના મુખ્ય પ્રધાન સાથે બેઠક
- નક્સલવાદને લઈને કરવામાં આવશે ચર્ચા
- ભાજપની સરકાર આવ્યા હતા નક્સલવાદમાં 47 ટકા ઘટાડો
દિલ્હી: 10 રાજ્યોના મુખ્યમંત્રીઓ અથવા તેમના પ્રતિનિધિઓ આજે(રવિવાર) દિલ્હીના વિજ્ઞાન ભવનમાં વામપંથી ઉગ્રવાદ પરની બેઠકમાં ભાગ લેશે. કેન્દ્રીય ગૃહમ પ્રધાન અમિત શાહની અધ્યક્ષતામાં આ બેઠક યોજાનાર છે. ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે 2014 બાદ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ની સરકાર સત્તામાં આવ્યા બાદથી માઓવાદીઓ સંબંધિત ઘટનાઓમાં 47 ટકાનો ઘટાડો થયો છે.
દેશમાં નક્સલવાદમાં મહત્તમ ઘટાડો
ગૃહ મંત્રાલય દ્વારા ત્રણ વર્ષ પહેલા નક્સલ પ્રભાવિત જિલ્લાઓની સંખ્યા 100 થી ઘટાડીને 70 ને ધ્યાનમાં રાખીને આ બેઠક યોજાઈ રહી છે. બિહાર, ઓડિશા અને ઝારખંડમાં નક્સલ પ્રભાવિત વિસ્તારોની સંખ્યામાં મહત્તમ ઘટાડો જોવા મળ્યો છે. અધિકારીઓએ શુક્રવારે કહ્યું કે ગૃહપ્રધાન અમિત શાહ રવિવારે 10 રાજ્યોના મુખ્યપ્રધાન ઓ સાથે નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરશે.
આ પણ વાંચો : ધ્રુવ કુંડુઃ ભારતના સ્વતંત્રતા સંગ્રામનો સૌથી નાનો ક્રાંતિવીર
10 રાજ્યોના મુખ્ય પ્રધાનન હાજર રહેશે બેઠકમાં
અધિકારીઓએ માહિતી આપી કે તમામ મુખ્યપ્રધાનઓ આ બેઠકમાં વ્યક્તિગત રીતે ભાગ લેશે. આ બેઠકમાં ભાગ લેવા માટે છત્તીસગઢ મહારાષ્ટ્ર, ઝારખંડ, ઓડિશા, બિહાર, પશ્ચિમ બંગાળ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ અને કેરળના મુખ્યપ્રધાનઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. ગૃહ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે બેઠકમાં ગૃહમંત્રી 10 નક્સલ પ્રભાવિત રાજ્યોમાં સુરક્ષાની સ્થિતિ અને મુખ્યપ્રધાનઓ સાથે માઓવાદીઓ વિરુદ્ધ ચાલી રહેલી કામગીરીની સમીક્ષા કરશે.