ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Amit Shah In Hyderabad : અમિત શાહે IPS પ્રોબેશનર્સની પાસિંગ આઉટ પરેડમાં ભાગ લીધો - ભારતીય પોલીસ સેવા

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ભારતીય પોલીસ સેવા (IPS) પ્રોબેશનર્સની 75મી બેચની પાસિંગ આઉટ પરેડમાં હાજરી આપી હતી. અહીં તેમણે IPS પ્રોબેશનર્સને પણ સંબોધિત કર્યા હતા. સંપૂર્ણ સમાચાર વાંચો...

Etv Bharat
Etv Bharat

By ANI

Published : Oct 27, 2023, 9:59 AM IST

હૈદરાબાદ : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે તેલંગાણાના હૈદરાબાદમાં છે. તેમણે સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડમી (SVPNPA) ખાતે એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. જ્યાં તેમણે ભારતીય પોલીસ સેવા (IPS) પ્રોબેશનર્સની 75મી બેચની પાસિંગ આઉટ પરેડનું નિરીક્ષણ કર્યું હતું. પરેડ અને ઔપચારિક કૂચનું નિરીક્ષણ કર્યા પછી, ગૃહ પ્રધાને શુક્રવારે IPS પ્રોબેશનર્સને પણ સંબોધિત કર્યા હતા.

IPS પ્રોબેશનર્સની પાસિંગ આઉટ પરેડમાં જોડાયા : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાના સંબોધનમાં કહ્યું કે, જ્યારે દેશ તેની આઝાદીની શતાબ્દીની ઉજવણી કરી રહ્યો છે, ત્યારે તમે પોલીસમાં નેતૃત્વના હોદ્દા પર હશો. 25 વર્ષ પછી તમે દેશની આંતરિક સુરક્ષાની મહત્વની જવાબદારી સંભાળશો. તેમણે આજથી આવનારા 25 વર્ષને દેશ માટે મહત્વપૂર્ણ ગણાવ્યા. 'આ 25 વર્ષ (અમૃત કાલના) આપણા સંકલ્પને સફળતામાં બદલવા માટે છે. આ 25 વર્ષ આ દેશને એક ચોક્કસ તબક્કે લઈ જવાના છે. અમારો હેતુ દરેક ક્ષેત્રમાં પ્રથમ સ્થાન હાંસલ કરવાનો છે. આ સાથે તેમણે કહ્યું કે અમારો ઉદ્દેશ્ય દેશને વિશ્વમાં તેનું યોગ્ય સ્થાન અપાવવાનો છે. આ સંકલ્પથી દેશ 25 વર્ષમાં વિકસિત રાષ્ટ્ર બની જશે અને દરેક ક્ષેત્રમાં વિશ્વનું નેતૃત્વ કરશે.

175 અધિકારી તાલીમાર્થીઓ પરેડમાં : આ પહેલા બુધવારે એક પ્રેસ કોન્ફરન્સમાં એકેડેમીના ડાયરેક્ટર અમિત ગર્ગે જણાવ્યું હતું કે, 155 IPS અધિકારી તાલીમાર્થીઓ અને 20 વિદેશી અધિકારી તાલીમાર્થીઓ સહિત કુલ 175 અધિકારી તાલીમાર્થીઓ પરેડમાં ભાગ લઈ રહ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે 32 મહિલા IPS અધિકારી તાલીમાર્થીઓ સહિત 155 IPS અધિકારી તાલીમાર્થીઓ છે. વિદેશી અધિકારી તાલીમાર્થીઓમાં છ ભૂટાનના, પાંચ માલદીવના, પાંચ નેપાળના અને ચાર મોરેશિયસ પોલીસના છે.

  1. WB Ration Scam Case : EDએ 'રાશન કૌભાંડ' કેસમાં TMC મંત્રી જ્યોતિપ્રિયો મલિકની કરી ધરપકડ
  2. CHINA Former Premier Died : ચીનના ભૂતપૂર્વ વડાપ્રધાન લી કેકિયાંગનું 68 વર્ષની વયે અવસાન

ABOUT THE AUTHOR

...view details