ગુજરાત

gujarat

ETV Bharat / bharat

અમિત શાહના મમતા દીદી પર આકરા પ્રહારો, કૂચબિહારની ઘટનામાં રાજકારણ દૂ:ખદ

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી પર કૂચબિહારની ઘટનામાં રાજકારણ કરવાનો આક્ષેપ કર્યો છે. તે દરમિયાન, તેમણે સવાલ ઉઠાવ્યો કે શું થોડા દિવસો પહેલા મમતા બેનર્જીનું ભાષણ કૂચબિહારની ઘટના માટે જવાબદાર નથી.

અમિત શાહના મમતા દીદી પર આકરા પ્રહારો,  કૂચબિહારની ઘટનામાં રાજકારણ દૂ:ખદ
અમિત શાહના મમતા દીદી પર આકરા પ્રહારો, કૂચબિહારની ઘટનામાં રાજકારણ દૂ:ખદ

By

Published : Apr 12, 2021, 12:06 PM IST

  • ગૃહપ્રધાન અમિત શાહે મમતા દીદી પર કર્યા આકરા પ્રહારો
  • CISF આવે ત્યારે તેમને ઘેરી લો અને તેમના પર હુમલો કરો: શાહ
  • કેન્દ્રીય દળો ફક્ત બતાવવા માટે બંદૂકો લાવ્યા, તે હવે સમજી ગયા છે

કોલકાતા: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે રવિવારે પશ્ચિમ બંગાળના શાંતિપુરમાં મીડિયાકર્મીઓ સાથે વાત કરતાં કહ્યું હતું કે, બંગાળની ચૂંટણીના 4થા તબક્કામાં શનિવારે એક દુ:ખદ ઘટના બની હતી. જે રીતે આ ઘટનાનું રાજકારણ કરવામાં આવી રહ્યું છે તે ખૂબ જ દુઃખદ છે. તેમણે કહ્યું કે, મેં મમતા દીદીના નિવેદનો જોયા છે. તે જ બૂથ પર આનંદ બર્મનની સવારે ગુંડાઓ દ્વારા હત્યા કરવામાં આવી હતી, જેથી ત્યાં કોઈ મતદાન ન થાય અને બાદમાં, CISFના હથિયારો લૂંટવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો:પશ્ચિમ બંગાળમાં સોમવારે અમિત શાહના ચૂંટણી કાર્યક્રમો, પાંચમાં તબક્કાની તૈયારી

4 લોકોના મોત ભાષણ જવાબદાર?

તેમણે કહ્યું કે, મમતા દીદીએ થોડા દિવસો પહેલા જ સીતલકુચી બેઠક પર એક ભાષણ આપ્યું હતું કે, જ્યારે સેન્ટ્રલ સિક્યુરિટી ફોર્સ આવે ત્યારે તેમને ઘેરી લો અને તેમના પર હુમલો કરો. હું મમતા દીદીને પૂછવા માંગુ છું કે, શું તે 4 લોકોના મોત માટે તમારું ભાષણ જવાબદાર નથી?

આનંદ બર્મનનાં મોત પર મમતા બેનર્જી કેમ દુ:ખી નથી થતી?

શાહે કહ્યું કે, મમતા દીદી માત્ર 4 લોકોને શ્રદ્ધાંજલિ આપે છે. તેમને આનંદ બર્મનનું મૃત્યુથી કાંઈ પડ્યું નથી. મોતમાં પણ તુષ્ટિકરણ અને મતદાનનું રાજકારણ કરવું, મમતા દિદીએ બંગાળના રાજકારણને કેટલું નીચે લાવ્યું તેનું એક ઉદાહરણ છે. ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે, સીતાલકુચીની ઘટનાને બાદ કરતા પશ્ચિમ બંગાળમાં અત્યાર સુધી શાંતિપૂર્ણ ચૂંટણીઓ યોજાઇ છે. તે જ સમયે, તેમણે વચન આપ્યું હતું કે, બંગાળમાં ભાજપ સત્તામાં આવ્યા પછી રાજકીય અને ચૂંટણી સંબંધિત હિંસા સમાપ્ત થઈ જશે.

આ પણ વાંચો:મમતા બેનર્જીએ નામ લીધા વગર લગાવ્યા ભાજપ પર ગંભીર આરોપ

કૂચબિહાર ફાયરિંગ અંગે દિલીપ ઘોષનું નિવેદન

કૂચબિહારની ઘટના અંગે બંગાળના બીજેપી અધ્યક્ષ દિલીપ ઘોષે કહ્યું હતું કે, જે લોકોએ વિચાર્યું હતું કે કેન્દ્રીય દળો ફક્ત બતાવવા માટે બંદૂકો લાવ્યા છે, તે હવે સમજી ગયા છે. આ સમગ્ર પશ્ચિમ બંગાળમાં બનશે. જો કોઈ કાયદો તોડે છે, તો તેને યોગ્ય જવાબ આપવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details