ગુજરાત

gujarat

ETV Bharat / bharat

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ઘર પર FBIએ પાડ્યા દરોડા

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ઘરે એફબીઆઈના દરોડા પાડવામાં (Former US President Donald Trump house was raided by the FBI) આવ્યા હતા. આ આપણા રાષ્ટ્ર માટે કાળો સમય છે, કારણ કે મારા સુંદર ઘર પર ફેડરલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશનના (Federal Bureau of Investigation) એજન્ટોના મોટા જૂથ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે અને તેના પર કબજો કરવામાં આવ્યો છે, તેમણે એક નિવેદનમાં જણાવ્યું હતું.

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ઘર પર FBIએ પાડ્યા દરોડા
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ઘર પર FBIએ પાડ્યા દરોડા

By

Published : Aug 9, 2022, 8:37 AM IST

વોશિંગ્ટન:પૂર્વ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, ફ્લોરિડામાં તેમના માર-એ-લાગો નિવાસસ્થાને ફેડરલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશનના એજન્ટો દ્વારા દરોડા પાડવામાં (Former US President Donald Trump house was raided by the FBI) આવ્યા હતા. તેણે તેને 'પ્રોસિક્યુશન ગેરવર્તણૂક' ગણાવી હતી. જોકે, એફબીઆઈએ હજુ સુધી દરોડાની પુષ્ટિ કરી નથી. ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા કહ્યું કે, 'મારું સુંદર ઘર, પામ બીચ, ફ્લોરિડામાં માર-એ-લાગો હાલમાં ઘેરાબંધી હેઠળ છે, દરોડા પાડવામાં આવ્યા છે અને એફબીઆઈ એજન્ટોના મોટા જૂથ દ્વારા કબજો કરવામાં આવ્યો છે.'

આ પણ વાંચો:આઝાદી કા અમૃત ઉત્સવ: ભાભા અને શાસ્ત્રીની હત્યા પાછળ અમેરિકાની ગુપ્તચર સંસ્થાનું ક્નેક્શન

પૂર્વ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા સાઇટ પર પોસ્ટ કરી :મીડિયા અહેવાલો અનુસાર પૂર્વ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે (Former US President Donald Trump) સોશિયલ મીડિયા સાઇટ પર પોસ્ટ કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે, દક્ષિણ ફ્લોરિડામાં તેમની માર-એ-લાગો સંપત્તિ "હાલમાં FBI એજન્ટોના મોટા જૂથ દ્વારા ઘેરાબંધી, દરોડા અને કબજા હેઠળ છે". ટ્રમ્પે કહ્યું કે, 'આ ફરિયાદીની ગેરવર્તણૂક છે, ન્યાય પ્રણાલીનું શસ્ત્રીકરણ અને રેડિકલ લેફ્ટ ડેમોક્રેટ્સ દ્વારા હુમલો છે, જેઓ નથી ઈચ્છતા કે હું 2024માં રાષ્ટ્રપતિની ચૂંટણી લડું.'

આ પણ વાંચો:આઝાદી કા અમૃત મહોત્સવ: બેલેસ્ટિક મિસાઈલ પર સૌથી વધુ રીસર્ચ કરનાર ડૉ. APJ અબ્દુલ કલામ

FBIએ હજુ સુધી દરોડાની પુષ્ટિ કરી નથી :એફબીઆઈએ હજુ સુધી દરોડાની પુષ્ટિ કરી નથી. યુએસ ન્યાય વિભાગ 6 જાન્યુઆરીએ ટ્રમ્પ સમર્થકોના ટોળા દ્વારા યુએસ કેપિટોલ પર થયેલા હુમલાની તપાસ કરી રહ્યું છે. એક એવી ઘટના જે હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ કમિટી દ્વારા પણ તપાસનો વિષય છે, પરંતુ એટર્ની જનરલ મેરિક ગારલેન્ડે હજુ સુધી એક પણ ગુનેગાર સામે આંગળી ચીંધી નથી. તેમણે તાજેતરમાં કહ્યું હતું કે, 'અમે દરેકને જવાબદાર ઠેરવવા પડશે કે જેઓ કાયદેસર ચૂંટણીને બગાડવાનો પ્રયાસ કરવા માટે ગુનાહિત રીતે જવાબદાર છે. કોઈ વ્યક્તિ કાયદાથી ઉપર નથી.' ટ્રમ્પ તેમની 2020ની ચૂંટણીમાં હાર બાદ ઓછામાં ઓછા 15 બોક્સ સરકારી દસ્તાવેજો પોતાની સાથે ફ્લોરિડામાં લઈ ગયા તે બીજી તપાસનો વિષય છે.

ABOUT THE AUTHOR

...view details