- આ વર્ષે નહીં યોજાય અમરનાથ યાત્રા
- કોરોના મહામારીના કારણે રદ્દ થઇ યાત્રા
- ટ્વિટ કરીને આપવમાં આવી આ માહિતી
ન્યૂઝ ડેસ્ક: અમરનાથયાત્રા(Amarnath Yatra) આ વર્ષે નહીં યોજાય. પ્રાપ્ત માહિતી અનુસાર આ કોરોનાના મહામારીના કારણે આ યાત્રા રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કાશ્મીરમાં આ વર્ષે 28 જૂનથી અમરનાથ(Amarnath) યાત્રા શરૂ થવાની હતી. જમ્મૂ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાના કાર્યાલય તરફથી ટ્વિટ કરીને આ અંગે માહિતી આપવામાં આવી હતી. જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને શ્રી અમરનાથ શ્રાઇન બોર્ડના સભ્યો સાતે મંથન બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
લોકોનો જીવ બચાવવો એ પ્રાથમિકતા છે
ઉપરાજ્યપાલના કાર્યાલય દ્વારા કરવામાં આવેલા ટ્વિટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પવિત્ર અમરનાથ ગુફામાં પારંપરિક અને ધાર્મિક વિધી પહેલાંની જેમ જ કરવામાં આવશે. અન્ય એક ટ્વિટમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે લોકોનો જીવ બચાવવો અગત્યનો છે. આથી સલાહ આપવામાં આવે છે કે લોકહિતમાં આ વર્ષે અમરનાથ યાત્રા(Amarnath Yatra) નહીં યોજવામાં આવે. મહત્વનું છે કે ભારતમાં ઝડપથી વધતા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને શ્રી અમરનાથ શ્રાઇન બોર્ડ(Shri Amarnath Ji Shrine Board-SASB) દ્વારા ગત એપ્રિલ માસમાં જ યાત્રા માટેના રજીસ્ટ્રેશન બંધ કર્યું હતું.
કોરોનાના કારણે અમરનાથ યાત્રા રદ્દ બાબાના દર્શન ઓનલાઇન દર્શન કરી શકશે શ્રદ્ધાળુઓ
આપને જણાવી દઇએ કે અમરનાથ બાબાના દર્શન માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન 15મી એપ્રિલથી શરૂ કરવામાં આવ્યું હતું. આથી કોરોનાના કારણે અમરનાથ યાત્રા(Amarnath Pilgrimage) રદ્દ કરવામાં આવી હોવા છતાં શ્રદ્ધાળુઓ બાબાના ઓનલાઇન દર્શન(Baba Barfani Online Darshan) કરી શકશે.