- ઉત્તરપ્રદેશમાં કોરોનાની સ્થિતિ અંગે અલ્હાબાદ હાઈકોર્ટ નારાજ
- અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસની સારવારમાં બેદરકારીની તપાસ અંગે કોર્ટનો નિર્દેશ
- 3 દિવસની અંદર તપાસ કમિટી બનાવવા હાઈકોર્ટનો નિર્દેશ
પ્રયાગરાજઃ ઉત્તરપ્રદેશમાં કોરોનાના દર્દીઓની હાલત અને રાજ્યની સ્થિતિ બગડી રહી છે. ત્યારે અલ્હાબાદ હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ વી. કે. શ્રીવાસ્તવની સારવારમાં બેદરકારીની તપાસ માટે કોર્ટે નિર્દેશ કર્યો છે. કોર્ટે કહ્યું હતું કે, 3 દિવસની અંદર તપાસ કમિટી બનાવવામાં આવે, જે 2 અઠવાડિયામાં પોતાનો રિપોર્ટ રજૂ કરે. આ સાથે જ કોર્ટે રાજ્ય સરકાર, સરકારી અને ખાનગી હોસ્પિટલને નિર્દેશ આપ્યો છે કે, કોવિડ શંકાસ્પદ મોતને કોરોનાથી મોત માનવામાં આવે.
આ પણ વાંચોઃકોરોનાની સ્થિતિને લઇ સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ નિર્દેશ
મેરઠના DMની રિપોર્ટથી કોર્ટને અસંતોષ છે
હાઈકોર્ટે મેડિકલ કોલેજ મેરઠના પ્રાચાર્યને 20 લોકોની મોતથી ભરતી મોત સુધીની વિગતોની સાથે નવો રિપોર્ટ રજૂ કરવા નિર્દેશ કર્યો છે. કોર્ટે જિલ્લાધિકારી મેરઠની રિપોર્ટ સામે અસંતોષ વ્યક્ત કર્યો છે. કોર્ટે કહ્યું હતું કે, સરકારનું કહેવુ છે કે, દરેક સરકારી હોસ્પિટલ્સમા તપાસ મશીન ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જ્યારે પ્રાચાર્યનું કહેવું છે કે, તપાસની મશીન ઉપલબ્ધ નથી. કોર્ટે રેમડેસિવિર અને ટોર્સિલિન, ઓક્સિજનના પૂરવઠા ન હોવાના વાયરલ સમાચાર મામલામાં કહ્યું હતું કે, દરેક જિલ્લામાં એક ફરિયાદ સેલ બનાવવામાં આવે. ગ્રામ્ય વિસ્તારોમાં SDMને ફરિયાદ કરવામાં આવે, જે ફરિયાદ કમિટીને સોંપશે.