અજમેરઃઈંગ્લેન્ડમાં એન્જિનિયરિંગ કરી રહેલા રાજસ્થાનના અજમેરનો એક વિદ્યાર્થી લાપતા (Ajmer Boy Missing in England) થયો છે. જે પોતાના મિત્ર સાથે બીચ પર ફરવા માટે ગયો હતો. દરિયા કિનારે ઊંચા મોજાંથી અથડાઈને ગુમ થયો હતો. આ વિદ્યાર્થી સુજલ સાહુ, (Sujal Sahoo Ajmer) તેના મિત્રો સાથે બીચ (Clacton Pier Essex Beach) પર ફરવા ગયો હતો. આ દરમિયાન તે દરિયાના ઊંચા મોજાની પકડમાં આવી ગયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે તેના 5 મિત્રોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. જ્યારે તે દરિયાના ઊંચા મોજામાં ગાયબ થઈ ગયો હતો. આ મામલો ઈંગ્લેન્ડના ક્લેક્ટન પિયર એસેક્સ બીચનો હોવાનું જાણવા મળે છે.
આ પણ વાંચોઃ મુસેવાલા મર્ડરઃ પોલીસ અને બદમાશો વચ્ચે એન્કાઉન્ટરમાં 2 ગેંગસ્ટર ઠાર, 1 ગ્રામીણ ઈજાગ્રસ્ત
પિતાએ માંગી મદદઃઆ ગુમ થયેલા વિદ્યાર્થીના પિતાએ અજમેર કલેક્ટરને અપીલ કરીને વિદેશ મંત્રાલયમાં વાત કરવા માટે મદદ માંગી છે. અજમેરના હનુમાન નગરના રહેવાસી ભગવાન દાસ સાહુએ જણાવ્યું કે, તેમનો પુત્ર સુજલ ઈંગ્લેન્ડમાં કોમ્પ્યુટર સાયન્સમાં એન્જિનિયરિંગ કરી રહ્યો છે. તારીખ 19 જુલાઈના રોજ સુજલ તેના મિત્રો સાથે ક્લેક્ટન પિયર એસેક્સ બીચ પર ફરવા ગયો હતો. જ્યાં અચાનક આવેલા વાવાઝોડાને કારણે દરિયાના મોજાઓ ઉંચાઈએ ઉછળવા લાગ્યા. જેમાં 6 મિત્રો તે મોજામાં ડૂબવા લાગ્યા હતા. તે મોજામાંથી 5 મિત્રોનો બચાવ થયો હતો. જ્યારે સુજલ ગુમ થયો હતો. ઈંગ્લેન્ડની પોલીસ અને મિત્રોએ તેને શોધવાનો ઘણો પ્રયાસ કર્યો, પરંતુ તે મળી શક્યો નહીં.