નવી દિલ્હી :એરલાઇન્સ કંપનીઓએ ડોમેસ્ટિક ફ્લાઇટ ટિકિટોને 'ડાઉનગ્રેડ' કરવા પર અસરગ્રસ્ત પેસેન્જરને ટિકિટની કિંમતના 75 ટકા રિફંડ કરવા પડશે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ આ આદેશ આપ્યો છે. ડાઉનગ્રેડ કરાયેલી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ માટે, ટિકિટના ભાવના 30 ટકાથી 75 ટકા (ટેક્સ સહિત) એરક્રાફ્ટ દ્વારા મુસાફરી કરાયેલા અંતરના આધારે વળતર આપવામાં આવશે.
એરલાઇન્સની ટિકિટ ડાઉનગ્રેડ : DGCAના એક વરિષ્ઠ અધિકારીએ બુધવારે જણાવ્યું હતું કે, નવા નિયમો 15 ફેબ્રુઆરીથી અમલમાં આવશે. ડીજીસીએને હવાઈ પ્રવાસી તરફથી એવી ફરિયાદો મળી રહી હતી કે, એરલાઈન્સ તેમના દ્વારા બુક કરાયેલી ટિકિટનો વર્ગ બદલી નાખે છે. DGCA એ ગયા વર્ષે ડિસેમ્બરમાં પ્રસ્તાવ મૂક્યો હતો કે, એરલાઇન્સે અસરગ્રસ્ત પેસેન્જરને આગામી ઉપલબ્ધ વર્ગમાં મફત પ્રવાસી સહિત ટેક્સ સહિત આવી ટિકિટોની સંપૂર્ણ કિંમત પરત કરવી જોઈએ. જો કે, આ દરખાસ્તોમાં આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસાર ફેરફાર કરવામાં આવ્યો છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.