ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઈન્દોરના એરપોર્ટમાં અમદાવાદનો વેપારી કારતૂસ સાથે ઝડપાયો

મધ્યપ્રદેશના ઈન્દોરમાં ચેકિંગ દરમિયાન એક વેપારી પાસેથી કારતૂસ મળી આવ્યા હતા. એટલે CISFના જવાનોએ અમદાવાદના આ વેપારીની ધરપકડ કરી હતી. ત્યારબાદ એરોડ્રોમ પોલીસને આ સમગ્ર મામલો સોંપી દેવાતા આ અંગે અમદાવાદના વેપારી સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

ઈન્દોરના એરપોર્ટમાં અમદાવાદનો વેપારી કારતૂસ સાથે ઝડપાયો
ઈન્દોરના એરપોર્ટમાં અમદાવાદનો વેપારી કારતૂસ સાથે ઝડપાયો

By

Published : Mar 18, 2021, 9:29 AM IST

Updated : Mar 18, 2021, 4:25 PM IST

  • CISFના જવાનોએ અમદાવાદના વેપારીની કરી ધરપકડ
  • અમદાવાદના વેપારી પાસેથી કારતૂસ અને મેગેઝિન મળી
  • મધ્યપ્રદેશમાં ઈન્દોરના એરપોર્ટ પરથી વેપારીની ધરપકડ

આ પણ વાંચોઃભારાવાડાના પારુ સીમમાં દેશી તમંચા સાથે એક શખ્સની ધરપકડ

ઈન્દોરઃ ઈન્દોરના એરપોર્ટ પર CISFની ટીમ એક વેપારીનું ચેકિંગ કરી રહી હતી. તે દરમિયાન આ વેપારી પાસેથી કારતૂસ મળી આવ્યા હતા. એટલે અમદાવાદના વેપારી રાજેશ વિઠ્ઠલદાસની ધરપકડ કરવામાં આવી હતી. રાજેશ વિઠ્ઠલદાસ સઅમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં આવેલી સેલ્બી હોસ્પિટલની પાછળ સત્યમ ત્રિવેણી એપાર્ટમેન્ટના રહેવાસી છે. તેઓ કંઈક કામ માટે ઈન્દોર પહોંચ્યા હતા. જ્યારે તેઓ અમદાવાદ પરત આવવા એરપોર્ટ પર પહોંચ્યા તે દરમિયાન તેમની પાસેથી 7 કારતૂસ મળી આવ્યા હતા. આ સાથે જ પોલીસે પોલીસે એક મેગેઝિન પણ કબજે કરી હતી.

CISFના જવાનોએ અમદાવાદના વેપારીની કરી ધરપકડ

આ પણ વાંચોઃઅમીરગઢ ચેકપોસ્ટ પરથી રિવોલ્વર અને જીવતા કારતૂસ સાથે ચાર લોકોની પોલીસે કરી અટકાયત


ચેકિંગ દરમિયાન અમદાવાદના વેપારી પાસેથી 7 કારતૂસ મળ્યા

એરોડ્રોમના અધિકારી રાહુલ શર્માના જણાવ્યાનુસાર, આ વેપારી ઈન્દોર આવ્યા હતા. જોકે, અમદાવાદ પરત ફરતા વખતે એરપોર્ટ પર ચેકિંગ દરમિયાન તેમની પાસેથી 7 કારતૂસ અને મેગેઝિન પકડાઈ હતી.

Last Updated : Mar 18, 2021, 4:25 PM IST

ABOUT THE AUTHOR

...view details