- અફઘાનિસ્તાનમાં ફસાયેલા લોકોને બચાવવા માટે યુદ્ધના ધોરણે પ્રયાસો
- આજે 146 લોકો અલગ-અલગ ફ્લાઇટ દ્વારા દિલ્હી એરપોર્ટ પહોંચ્યા
- 23 અફઘાનિસ્તાનના હિન્દુ અને શીખ સમુદાયના હતા
નવી દિલ્હી:અફઘાનિસ્તાનમાં ફસાયેલા લોકોને બચાવવા માટે યુદ્ધના ધોરણે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આજે 146 લોકો અલગ-અલગ ફ્લાઇટ દ્વારા દિલ્હી એરપોર્ટ પહોંચ્યા છે.
આ પણ વાંચો:ગુજરાતમાં અભ્યાસ કરતા અફઘાનિસ્તાની વિદ્યાર્થીઓ ચિંતિત, વિઝાની મુદ્દતમાં વધારો કરવા માગ
આજે 146 પ્રવાસીઓને ભારત લાવવામાં આવ્યા
આજે 146 પ્રવાસીઓને ભારત લાવવામાં આવ્યા છે. આમાંની કેટલીક ફ્લાઇટ્સ વિવિધ દેશોમાંથી પણ અહીં પહોંચી છે. આ લોકોને અમેરિકા કે અન્ય દેશોએ બચાવ્યા હતા. આજે આવેલા પ્રવાસીઓમાંથી એક સુનીલનામના પ્રવાસીઓ જણાવ્યું હતું કે અમે 14 ઓગસ્ટના રોજ નીકળ્યા હતા. યુએસ એમ્બેસીની ફ્લાઈટ અમને કતાર લઈ ગઈ હતી. જ્યાં અમે આર્મી બેઝ પર રોકાયા હતા. અમેરિકન દૂતાવાસે ભારતીય દૂતાવાસ સાથે વાત કરી હતી, ત્યારબાદ ભારતીય દૂતાવાસના લોકો અમને લેવા આવ્યા હતા.