ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Train Derailment in Bihar: રેલવે અકસ્માત પર રેલવે મંત્રાલય અને કેન્દ્ર સરકારની જવાબદારી નક્કી કરવામાં આવેઃ ખડગે - નીતિશકુમાર

બિહારના બક્સરમાં નોર્થ ઈસ્ટ એક્સપ્રેસ ટ્રેનના 21 ડબ્બા પાટી પરથી ઉતરી ગયા છે. આ મામલે રાજકારણ ગરમાયું છે. કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આ રેલ અકસ્માતની જવાબદારી સંદર્ભે વાકપ્રહાર કર્યા છે. ખડગે કહે છે કે આ ઘટના પર રેલ પ્રધાન અને કેન્દ્ર સરકાર જવાબ આપે.

રેલવે અકસ્માત પર રેલવે મંત્રાલય અને કેન્દ્ર સરકારની જવાબદારી નક્કી કરવામાં આવેઃ ખડગે
રેલવે અકસ્માત પર રેલવે મંત્રાલય અને કેન્દ્ર સરકારની જવાબદારી નક્કી કરવામાં આવેઃ ખડગે

By ANI

Published : Oct 12, 2023, 12:42 PM IST

નવી દિલ્હીઃ કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ બક્સરમાં થયેલ રેલવે અકસ્માત પર ગુરુવારે દુઃખ પ્રગટ કર્યુ છે. તેમણે આ અકસ્માત સંદર્ભે રેલવે મંત્રાલય અને કેન્દ્ર સરકાર પાસેથી જવાબ પણ માંગ્યો છે. ખડગેએ આ રેલ અકસ્માતમાં માર્યા ગયેલા પ્રવાસીઓના પરિવાર પ્રત્યે ઊંડી સંવેદના અને ઘાયલ થયેલા પ્રવાસીઓ ઝડપથી સાજા થાય તે માટે પ્રાર્થના કરી છે. ખડગેએ પોતાના એક્સ હેન્ડલ પર પોસ્ટ કરી છે કે, નવી દિલ્હીથી આસામ જઈ રહેલી નોર્થ ઈસ્ટ એક્સપ્રેસ ટ્રેન બિહારના બક્સરમાં પાટા પરથી ઉતરી ગઈ તે ઘટના ખરેખર પીડાદાયક છે. આ દુર્ઘટનામાં ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા અને 100થી વધુ લોકો ઘાયલ થયા છે.

ખડગેની એક્સ પોસ્ટઃ ખડગેએ મૃતકોના પરિવાર અને ઘાયલોને સાંત્વના પાઠવી છે. તેમણે કૉંગ્રેસ કાર્યકર્તાઓને પીડિતો સુધી દરેક શક્ય તેટલી મદદ પહોંચાડવાનો અનુરાધ કર્યો છે. ખડગે આગળ ઉમેરે છે કે જૂન 2023ના બાલાસોર પછી આ બીજી સૌથી મોટી રેલ દુર્ઘટના છે. રેલવે મંત્રાલય તેમજ કેન્દ્ર સરકારે આ રેલ દુર્ઘટનાની જવાબદારી લેવી જોઈએ. દિલ્હી કામખ્યા નોર્થ ઈસ્ટ એક્સપ્રેસના 21 ડબ્બા બુધવારે રાત્રે બિહારના બકસર જિલ્લાના રઘુનાથપુર સ્ટેશન પાસે પાટા પરથી ઉતરી ગયા હતા. જેમાં 4 પ્રવાસીઓના મૃત્યુ થયા હતા અને અનેક પ્રવાસીઓ ઘાયલ થયા હતા.

નીતિશકુમારે શોક વ્યક્ત કર્યોઃ બક્સર રેલ દુર્ઘટના મુદ્દે મુખ્ય પ્રધાન નીતિશકુમારે શોક વ્યક્ત કર્યો છે. તેમણે પીડિત પરિવારોને 4-4 લાખ રુપિયાની સહાય જાહેર કરી છે. બિહારના પ્રદેશ ભાજપ અધ્યક્ષ સમ્રાટ ચૌધરીએ રેલવે દુર્ઘટનાની જાણકારી મળતા જ ઘટનાસ્થળે બચાવ અને રાહતકાર્યની સમીક્ષા કરી હતી.

  1. Balasore train accident: આવતીકાલે બિનવારસી 28 મૃતદેહોના અગ્નિસંસ્કાર કરાશે
  2. મહારાષ્ટ્રના ગોંદિયામાં રેલ અકસ્માત, 53થી વધુ પ્રવાસીઓ થયા ઈજાગ્રસ્ત

ABOUT THE AUTHOR

...view details