- હાઈવે પર જમવા ગયેલા લોકોને નડ્યો અકસ્મા
- પેટ્રોલના ટેન્કરે સ્વિફ્ટ કારને પાછળથી ટક્કર મારી
- પોલીસે મહામહેનતે યુવકોના મૃતદેહ બહાર કાઢ્યા
ઈન્દોરઃ મધ્યપ્રદેશના ઈન્દોરમાં મોડી રાત્રે લસુડિયા વિસ્તારમાં આવેલા તલાવલી ચંદા પાસે કાર અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અંગેની વિગત એવી છે કે, મોડી રાત્રે લસુડિચયા વિસ્તારના તલાવલી ચંદા પાસે ઈન્દોર તરફથી એક કાર આવી રહી હતી. જ્યારે પેટ્રોલ પંપની બહાર ઊભેલા ટેન્કરે કારને પાછળથી ટક્કર મારી હતી. જેથી અકસ્માત સર્જાયો હતો. આ ટક્કરના કારણે કારમાં બેઠેલા 6 વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યા હતા. સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. તમામ યુવકો કારમાં ઘરે જઈ રહ્યા હતા. મૃતકોમાં સોનુ જાટ રશિયા ડોક્ટરનો અભ્યાસ કરી રહ્યો હતો. જ્યારે અન્ય યુવકો પણ કારમાં ફસાઈ ગયા હતા, જેને પોલીસકર્મીઓએ ઘણી મહેનત બાદ બહાર કાઢ્યા હતા. જોકે, પોલીસે તમામ યુવકોના મૃતદેહ એમવાય હોસ્પિટલની મર્ચુરીમાં પોસ્ટમોર્ટમ અર્થે મોકલ્યા છે.