ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જંગલ છોડીને ગજરાજ અચાનક સ્કૂલમાં આંટો મારવા પહોંચ્યા, જુઓ વીડિયો

વનથી નજીક આવેલી સ્કૂલમાં અનેક વખત પ્રાણીઓ આવી ચડતા હોય એવા કિસ્સાઓ સામે આવ્યા છે. પણ કર્ણાટક રાજ્યમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે. જે જોઈને એવું લાગે કે, જાણે ગજરાજ ભણવા માટે સ્કૂલે પહોંચ્યા છે. આવો એક વીડિયો કર્ણાટકના એક ગ્રામ્ય વિસ્તારમાંથી સામે આવ્યો છે.

જંગલ છોડીને ગજરાજ અચાનક સ્કૂલમાં આંટો મારવા પહોંચ્યા, જુઓ વીડિયો
જંગલ છોડીને ગજરાજ અચાનક સ્કૂલમાં આંટો મારવા પહોંચ્યા, જુઓ વીડિયો

By

Published : Jul 27, 2022, 10:23 PM IST

ચામરાજાનગર:કર્ણાટકના ચામરાજાનગરના ગ્રામ્ય વિસ્તારમાંથી એક વીડિયો સામે આવ્યો છે. જેમાં એક હાથી પોતાનો જંગલ વિસ્તાર છોડીને સ્કૂલમાં પહોંચી ગયો હતો. જેને ભગાડવા માટે એક ગાર્ડે પોતાની પાસે રહેલી ગન સાથે દોટ મૂકી હતી. પણ હાથી સ્કૂલ પરિસરમાં આગળ વધતો ગયો હતો. આ સ્કૂલનું નામ મોરારાજી રેસિડેન્શિયલ સ્કૂલ છે. જોકે, પછી વનવિભાગને જાણ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: ઉત્તરાખંડના વાઘ-વાઘણ ગુજરાત અંબાણીના ઝૂમાં લવાતા કોંગ્રેસ વિફરી

ફટાકડા ફોડ્યા: બુધવારે વહેલી સવારે યલાંદુરુ તાલુકાના બિલીગિરિરંગા ટેકરી પર આવેલ મોરારજી દેસાઈ રેસિડેન્શિયલ સ્કૂલમાં આ ઘટના બની હતી. જ્યાં એક જંગલી હાથી ઘૂસી ગયો હતો. થોડા સમય માટે દોડધામ મચી ગઈ હતી. બાદમાં, વન વિભાગના કર્મચારીઓએ સ્થળની મુલાકાત લીધી હતી. ફટાકડા ફોડીને હાથીને જંગલમાં ભગાડી દીધો હતો. શાળામાં પ્રવેશતા હાથીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details