ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ભારત અને ફિનલેન્ડ વચ્ચે મંગળવારે વર્ચ્યૂઅલ સંમેલન યોજાશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફિનલેન્ડના વડાંપ્રધાન સના મરીન મંગળવારે વર્ચ્યૂઅલ સંમેલનમાં એકબીજા સાથે વાતચીત કરશે. વિદેશ મંત્રાલયે આ અંગે માહિતી આપી હતી. આ વાતચીત દરમિયાન વડાપ્રધાન મોદી અને સના મરીન દ્વિપક્ષીય સંબંધોને પૂરા સ્પેક્ટ્રમમાં કવર કરશે. બંને દેશોના હિત માટે ક્ષેત્રીય અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ વાતચીત થશે.

ભારત અને ફિનલેન્ડ વચ્ચે મંગળવારે વર્ચ્યૂઅલ સંમેલન યોજાશે
ભારત અને ફિનલેન્ડ વચ્ચે મંગળવારે વર્ચ્યૂઅલ સંમેલન યોજાશે

By

Published : Mar 16, 2021, 11:56 AM IST

  • સંમેલનમાં વડાપ્રધાન મોદી અને ફિનલેન્ડના વડાંપ્રધાન સના મરીન વાતચીત કરશે
  • બંને દેશના વડાપ્રધાન ચર્ચા દરમિયાન દ્વિપક્ષીય સંબંધોને પૂરા સ્પેક્ટ્રમમાં કવર કરશે
  • બંને દેશોના હિત માટે ક્ષેત્રીય અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ વાતચીત થશે

આ પણ વાંચોઃQUAD નેતાઓએ ચીનને આપ્યો સંદેશ

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે ફિનલેન્ડના વડાંપ્રધાન સના મરીન સાથે શિખર સંમેલનમાં વાતચીત કરશે. આ દરમિયાન બંને નેતા દ્વિપક્ષીય સંબંધોને વધારવા અને ભવિષ્યની રણનીતિ અંગે ચર્ચા કરશે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું હતું કે, ડિજિટલ માધ્યમથી યોજાનારી આ વાર્તા દરમિયાન બંને નેતા દ્વિપક્ષીય સંબંધો સાથે જોડાયેલા મુદ્દાઓ અને તેમને આગળ વધારવા માટે રૂપરેખા તૈયાર કરશે.

આ પણ વાંચોઃક્વાડ સમિટ: અમેરિકા માટે ઇન્ડો-પેસિફિક ક્ષેત્ર અવસરોની સાથે પડકાર

બંને દેશ વચ્ચે ગાઢ સંબંધ છે

વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, ભારત અને ફિનલેન્ડ વચ્ચે લોકતંત્રના મૂલ્યો, સ્વતંત્રતા અને નિયમ આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા પર આધારિત ઊંડાણપૂર્વકના સંબંધ છે. બંને દેશ વચ્ચે વેપાર અને રોકાણ, શિક્ષા, ઈનોવેશન, વિજ્ઞાન અને ટેક્નોલોજીની શોધ અને વિકાસ ક્ષેત્રમાં ખૂબ જ સહયોગ છે.

ABOUT THE AUTHOR

...view details