નેલ્લોર (આંધ્ર પ્રદેશ): અંગો સામાન્ય રીતે તે બાજુ પર હોય છે જ્યાં તે હોવા જોઈએ, પરંતુ નેલ્લોર જિલ્લાના વ્યક્તિ માટે તે અલગ હતું. જે અંગો જમણી તરફ હોવા જોઈએ તે ડાબી તરફ હતા અને જે ડાબી તરફ હોવા જોઈએ તે જમણી બાજુએ હતા. ડોક્ટરોએ તેને ઓળખી અને પછી ઓપરેશન કર્યું હતું. આ સર્જરી સફળ રહી (A Rare Operation In Nellore) હતી. મેડીકવર હોસ્પિટલ, નેલ્લોરના ડોકટરોએ ડેક્સ્ટ્રોકાર્ડિયા સિટસ ઇનવર્સસ નામના એક દુર્લભ હૃદયના દર્દી પર સફળતાપૂર્વક સર્જરી કરી છે.
આંધ્રપ્રદેશમાં દેશનું પાંચમું દુર્લભ ઓપરેશન, આ રીતે ડૉક્ટર્સએ કર્યું સફળ
આંધ્રપ્રદેશની એક હોસ્પિટલમાં દુર્લભ રોગથી પીડિત એક વ્યક્તિનું ઓપરેશન (A Rare Operation In Nellore) કરવામાં આવ્યું હતું અને તેની સારવાર કરવામાં આવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, દેશમાં આ પાંચમું દુર્લભ ઓપરેશન હતું. દર્દીને ડેક્સ્ટ્રોકાર્ડિયા સિટસ ઇન્વર્સસ નામની દુર્લભ હૃદયની (Rare Heart Disease) બીમારી હતી.
આ સમસ્યા બહુ ઓછા લોકોમાં જોવા મળે છે :આ રોગ દસ હજારમાંથી એક વ્યક્તિને થાય છે. કાર્ડિયોથોરાસિક સર્જન ડો. ત્રિલોકે જણાવ્યું હતું કે, 47 વર્ષીય તિરુપતિ રેડ્ડી છાતીમાં દુખાવાની ફરિયાદ સાથે તેમની પાસે આવ્યા હતા. જ્યારે જરૂરી પરીક્ષણો કરવામાં આવ્યા ત્યારે જોવામાં આવ્યું કે ,જે અંગો જમણી તરફ હોવા જોઈએ તે ડાબી તરફ હતા અને જે અંગો ડાબી તરફ હોવા જોઈએ તે જમણી તરફ હતા. તેમણે કહ્યું કે, આ સમસ્યા બહુ ઓછા લોકોમાં જોવા મળે છે.
આ પણ વાંચો:ડીસાના ડોક્ટરે 52 સફળ ઓપરેશન કરી મ્યુકોરમાઈકોસીસના દર્દીઓને બચાવ્યા
દુર્લભ સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી : એવું કહેવાય છે કે, આ વિશ્વમાં આવી 38મી અને દેશમાં પાંચમી સર્જરી છે. તેમણે કહ્યું કે, આ વિશ્વમાં 14મી ઓફ-પંપ બીટીંગ હાર્ટ સર્જરી છે. હોસ્પિટલના વાઇસ પ્રેસિડેન્ટ મહેશ્વરા રેડ્ડી અને સેન્ટર હેડ ગણેશે જણાવ્યું હતું કે, અદ્યતન ટેકનોલોજી અને અનુભવી ડોકટરોની ટીમની મદદથી આ દુર્લભ સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી હતી.