ગુજરાત

gujarat

ETV Bharat / bharat

લગ્નના 50 વર્ષ બાદ પતિએ પત્નિનુ ઢીમ ઢાળી દીધું

કર્ણાટકના દાવણગેરેમાં એક વૃદ્ધ વ્યક્તિ દ્વારા તેની પત્નીની ઘાતકી હત્યાનો મામલો સામે આવ્યો છે.(man murders his 70 years old wife ) પોલીસે આરોપીને કસ્ટડીમાં લીધો છે.

લગ્નના 50 વર્ષ બાદ પતિએ પત્નિનુ ઢીમ ઢાળી દીધું
લગ્નના 50 વર્ષ બાદ પતિએ પત્નિનુ ઢીમ ઢાળી દીધું

By

Published : Oct 10, 2022, 10:12 PM IST

દાવણગેરે(કર્ણાટક): દાવંગેરેમાં એક 78 વર્ષીય વ્યક્તિએ તેની 70 વર્ષીય પત્નીની નિર્દયતાથીહત્યા કરી નાખી હતી.(A 78 year old man murders his 70 years old wife ) કહેવાય છે કે આ ઘટના દાવણગેરેના આઝાદ નગર પોલીસ સ્ટેશન હેઠળના હેગડે નગરમાં રવિવારે રાત્રે બની હતી. બીજી તરફ વૃદ્ધ મહિલાની હત્યાની ઘટનાથી ઈદે મિલાદનો તહેવાર મનાવતા પાડોશીઓમાં ખળભળાટ મચી ગયો હતો.

માનસિક બિમારી: ચમન સાબએ તેની પત્ની શકીરાબાનુ ગળું કાપીને હત્યા કરી હતી. જોકે વૃદ્ધ દંપતી છેલ્લા 50 વર્ષથી સાથે રહેતા હતા. પ્લાસ્ટરનું કામ કરતા ચમન સાબને માનસિક બિમારી હતી, જેથી બાળકોએ તેમને કામ પર જવા દીધા ન હતા અને તેમને ઘરે રહેવા કહ્યુ હતુ. કહેવાય છે કે રવિવારે ઈદે મિલાદની ઉજવણી કર્યા બાદ દંપતી વચ્ચે નજીવી બાબતે ઝઘડો થયો હતો. જે બાદ વૃદ્ધે તેની પત્નીનું ગળું કાપીને હત્યા કરી હતી.

પૂછપરછ હાથ ધરી છે:મૃતકના પુત્ર મોહમ્મદ અલીએ જણાવ્યું કે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે દાવંગેરે જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. તે જ સમયે, આઝાદ નગર પોલીસે આરોપીને કસ્ટડીમાં લીધો છે. ઘટનાની માહિતી મળ્યા બાદ એસપી સીબી રિષ્યંતે ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું હતું. એવી માહિતી સામે આવી છે કે વૃદ્ધ ચમન સાબને ઘણા વર્ષોથી માનસિક બિમારી છે, તેની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે વૃદ્ધાને કસ્ટડીમાં લઈ પૂછપરછ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details