ગુજરાત

gujarat

By

Published : Jun 23, 2023, 5:23 PM IST

ETV Bharat / bharat

Dholpur Gang Rape Case : 12 વર્ષની બાળકી પર સામૂહિક બળાત્કારની ઘટના, ફરિયાદીને કેમ જવુ પડ્યુ કોર્ટની શરણે ?

રાજસ્થાનમાં 12 વર્ષની સગીર બાળકી પર સામૂહિક બળાત્કારની ઘટના બનતા ચારે તરફથી ફિટકાર વરસી રહી છે. રાજસ્થાન પોલીસે પહેલા આ ઘટનાની નોંધ લીધી ન હતી. ત્યારબાદ પીડિતાએ કોર્ટની શરણ લેતા લગભગ 4 મહિના પછી કેસ નોંધવામાં આવ્યો છે.

Dholpur Gang Rape Case : 12 વર્ષની બાળકી પર સામૂહિક બળાત્કારની ઘટના, ફરિયાદીને કેમ જવુ પડ્યુ કોર્ટની શરણે ?
Dholpur Gang Rape Case : 12 વર્ષની બાળકી પર સામૂહિક બળાત્કારની ઘટના, ફરિયાદીને કેમ જવુ પડ્યુ કોર્ટની શરણે ?

ધૌલપુર :રાજસ્થાન ધૌલપુર જિલ્લામાં 12 વર્ષની સગીર બાળકી સાથે સામૂહિક બળાત્કારનો મામલો સામે આવ્યો છે. આ ઘટના બારી કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં 1 માર્ચ, 2023 ના રોજ બની હોવાનું માનવામાં આવે છે. આ બનાવ અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી. પરંતુ પોલીસે કોઇ કાર્યવાહી કરી ન હતી. તેનાથી વ્યથિત થઈને પીડિતાના પરિવારે કોર્ટની શરણ લીધી હતી. પ્રાર્થના પત્ર દ્વારા પીડિતાના પરિવારે આરોપીઓ વિરુદ્ધ સામૂહિક બળાત્કારનો કેસ દાખલ કર્યો છે.

શું હતો મામલો : કોર્ટમાં દાખલ કરવામાં આવેલી તપાસમાં 12 વર્ષની બાળકીની માતાએ જણાવ્યું કે, તે 1 માર્ચ 2023 ના રોજ તેની પુત્રી સાથે રૂમમાં સૂતી હતી. મહિલાનો પતિ બહાર કામે ગયો હતો. તે રાત્રે લગભગ સાડા અગિયાર વાગ્યાના અરસામાં ચાર શખ્સો તેના ઘરના દરવાજા પાસે આવ્યા હતા. તે રાત્રે પડોશના બે ભાઈઓ ધીરજ ગુર્જર અને કૌશલ ગુર્જરના પુત્ર પ્રેમ સિંહ ગુર્જરે અન્ય લોકો સાથે પહેલા દરવાજો ખટખટાવ્યો હતો. તેની 12 વર્ષની સગીર દિકરીએ વિચાર્યું કે તેનો ભાઈ દરવાજો ખખડાવી રહ્યો છે. તેથી તેણે દરવાજો ખોલ્યો. આરોપીએ બાળકીનું મોં કપડાથી બંધ કરીને તેનું અપહરણ કર્યું હતું. માતાનો આરોપ છે કે, થોડા સમય પછી જ્યારે તે જાગી તો તેણે જોયું કે તેની પુત્રી પથારીમાં નથી. આ આરોપીઓમાં બે ભાઈઓની ઉંમર 24 વર્ષ અને 21 વર્ષ છે.

બાળકીને ફેંકી ગયા આરોપી :માતાએ આજુબાજુમાં પુત્રીની ઘણી શોધ કરી, પરંતુ તેનો કોઈ ભાળ મળી ન હતી. બપોરે સાડા ત્રણ વાગ્યે આરોપી ધીરજ અને કૌશલ અન્ય બે સાથીદારો સાથે બાઇક પર આવ્યા હતા. બાળકીને બેભાન હાલતમાં ઘરની સામે છોડીને ભાગી ગયા હતા. ફરિયાદમાં આરોપ છે કે, યુવતીના કપડા ફાટી ગયા હતા અને તે બેહોશ હાલતમાં હતી. હોશમાં આવતાં જ બાળકીએ તેની માતાને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. પુત્રી પર સામૂહિક બળાત્કારની વાત સાંભળીને માતા ચોંકી ઉઠી હતી.

બારી પોલીસ સ્ટેશન વિસ્તારની એક મહિલાએ કોર્ટમાં તેની પુત્રી સાથે સામૂહિક બળાત્કારનો કેસ દાખલ કર્યો છે. પોલીસે આ મામલે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ કર્યા બાદ દોષિતો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.-- સુરેશ ડાબરિયા (Circle officer)

માતાનો પોલીસ પર આરોપ : માતાનો આરોપ છે કે, 3 માર્ચના રોજ તેણે બારી પોલીસ અને પોલીસ અધિક્ષકને આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા ફરિયાદ પત્ર આપ્યો હતો. પરંતુ પોલીસે કોઈ નક્કર કાર્યવાહી કરી ન હતી. ગેંગરેપ બાદ આરોપીઓએ પીડિતાના પરિવારને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવાનું શરૂ કર્યું. તપાસમાં માતાએ જણાવ્યું કે 9 એપ્રિલ 2023 ના રોજ આરોપીએ તેના પતિને પણ લાકડી વડે માર માર્યો હતો.

વિડીયો બનાવી આપી ધમકી : આરોપીઓએ સગીરનો અશ્લીલ વીડિયો પણ બનાવ્યો છે. આરોપીઓ વીડિયો વાયરલ કરવાની સતત ધમકીઓ પણ આપી રહ્યા છે. નિરાશ થઈને પીડિતાના પરિવારે કોર્ટનો આશરો લીધો હતો. ઇસ્તગાસેના માધ્યમથી આરોપીઓ સામે સામૂહિક બળાત્કારનો કેસ નોંધવામાં આવ્યો છે. આરોપી સામે કલમ 354, 363, 366 A. 376D, 120B, 34 IPC અને 3A, 4, 5, 6, 7, 8 POCSO એક્ટમાં કોર્ટે આરોપો નોંધવાનો આદેશ આપ્યો છે.

  1. વડોદરા દુષ્કર્મ કેસ: આરોપીઓને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ વડોદરા લાવી
  2. નવલખી: સામૂહિક બળાત્કારની ઘટનાના આરોપીઓની ધરપકડ ન થતા, સામાજિક કાર્યકર અતુલ ગામચી ઉપવાસ પર

ABOUT THE AUTHOR

...view details