ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રેલવે કર્મચારીઓને મોદી સરકારે આપી મોટી ભેટ, મળશે 78 દિવસનું બોનસ

કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે (Union Minister Anurag Thakur) કહ્યું કે, કેબિનેટની બેઠક (Cabinet Meeting)માં નિર્ણય લેવામાં આવ્યો છે કે આ વર્ષે પણ નોન-ગેઝેટેડ રેલવે કર્મચારી (Non-Gazetted Railway Employees)ઓને 78 દિવસનું બોનસ આપવામાં આવશે. મીડિયા સાથે વાત કરતા કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલે કહ્યું કે, ROSCTL માટેની યોજના 2019માં શરૂ કરવામાં આવી હતી, જેને 2024 સુધી લંબાવવામાં આવી છે.

રેલવે કર્મચારીઓને મોદી સરકારે આપી મોટી ભેટ
રેલવે કર્મચારીઓને મોદી સરકારે આપી મોટી ભેટ

By

Published : Oct 6, 2021, 5:14 PM IST

  • રેલવે કર્મચારીઓને 78 દિવસનું બોનસ મળશે
  • કેબિનેટની બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો
  • કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે કરી જાહેરાત

નવી દિલ્હી: કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે (Union Minister Anurag Thakur) કહ્યું કે, કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે આ વર્ષે પણ નોન-ગેઝેટેડ રેલવે કર્મચારી (Non-Gazetted Railway Employees)ઓને 78 દિવસનું બોનસ આપવામાં આવશે. મીડિયાને સંબોધતા તેમણે કહ્યું કે, 'આજે કેબિનેટની બેઠકમાં 2 વિભાગો અંગે નિર્ણય લેવાયો હતો. વર્ષોથી પ્રોડક્ટિવિટી લિંક બોનસ (Productivity Link Bonus) રેલવેના નોન-ગેઝેટેડ કર્મચારીઓને આપવામાં આવે છે. કેબિનેટની બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો છે કે આ વર્ષે પણ રેલવેના નોન-ગેઝેટેડ કર્મચારીઓને 78 દિવસનું બોનસ આપવામાં આવશે.

PM મિત્ર યોજના શરૂ કરવામાં આવશે

કેન્દ્રીય પ્રધાને કહ્યું કે, PM મિત્ર યોજના શરૂ કરવામાં આવશે જે ટેક્સટાઇલ અને ગારમેન્ટના ક્ષેત્રમાં મોટું યોગદાન આપશે. તેનાથી લાખો લોકોને રોજગારી મળશે. આમાં 5 વર્ષમાં 4,445 કરોડનો ખર્ચ થશે. આ અંતર્ગત 7 મેગા ઇન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ રિજનલ એન્ડ એપેરલ (MITRA) પાર્ક તૈયાર થશે.

2024 સુધી લંબાવવામાં આવી યોજના

મીડિયા સાથે વાત કરતા કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલે કહ્યું કે, ROSCTL માટેની યોજના 2019માં શરૂ કરવામાં આવી હતી, જેને 2024 સુધી લંબાવવામાં આવી છે. તેના કારણે કાપડ ક્ષેત્રમાં નિકાસને લઈને ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

7 લાખ લોકોને મળશે પ્રત્યક્ષ રીતે રોજગાર

ગોયલે વધુમાં જણાવ્યું કે, PM મિત્ર યોજના દ્વારા લગભગ 7 લાખ લોકોને પ્રત્યક્ષ રોજગાર મળશે અને 14 લાખ લોકોને પરોક્ષ રોજગાર મળશે, તેવી અમારી કલ્પના છે. 10 રાજ્યોએ અત્યાર સુધી આ યોજના માટે રસ દર્શાવ્યો છે.

PM MITRA માટે 4,445 કરોડ રૂપિયાનું કુલ બજેટ

તેમણે કહ્યું કે, કેન્દ્રીય પ્રધાનમંડળે 5 વર્ષોમાં 4,445 કરોડ રૂપિયાના કુલ બજેટની સાથે સાંજે 7 વાગ્યે મેગા ઇન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ રીઝન એન્ડ અપેરલ (PM MITRA) પાર્ક સ્થાપિત કરવાની મંજૂરી આપી છે. આ પગલું PM મોદીના 5F વિઝન ફાર્મથી ફાઇબર સુધી, ફેક્ટરીથી ફેશન અને ફૉરેનથી પ્રેરિત છે.

આ પણ વાંચો: lakhimpur Kheri Violence : રાહુલ ગાંધી લખનઉ એરપોર્ટથી સીતાપુર જવા રવાના

આ પણ વાંચો: લખીમપુર ખેરીના સીતાપુરમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ

ABOUT THE AUTHOR

...view details