ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મધ્યપ્રદેશના છતરપુરમાં લગ્નમાં આવેલી ગાડી કુવામાં ખાબકતા 6ના મોત - ઉત્તરપ્રદેશનાસમાચાર

chattarpur
chattarpur

By

Published : Dec 9, 2020, 10:05 AM IST

09:51 December 09

મધ્યપ્રદેશના છતરપુર જિલ્લામાં લગ્નમાં આવલી ગાડી કુવામાં ખાબકતા ગંભીર અક્સ્માત સર્જાયો હતો. આ અક્સ્માતમાં 6 લોકોના મોત થયા છે. જ્યારે 3 લોકોને કુવામાંથી બહાર કાઢવામાં આવ્યા છે. તમામ લોકો ઉત્તરપ્રદેશના મહોબાથી જાન લઈ મધ્યપ્રદેશ આવ્યા હતા.

મધ્યપ્રદેશ :  છતરપુર જિલ્લામાં એક ગંભીર અક્સ્માત સર્જાયો હતો. લગ્નમાં આવેલી ગાડી કુવામાં ખાબકતા અક્સ્માત સર્જાયો હતો.આ અક્સ્માતમાં 6 લોકોના મોત થયા છે. જ્યારે અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. લગ્નનો માહોલ માતમમાં ફેલાયો છે.

અહિરવાર પરિવાર લગ્ન સમારોહમાં સામેલ થવા માટે ઉત્તરપ્રદેશના મહોબાના સ્વાસા ગામથી જાન આવી હતી. સમગ્ર ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ગાડીને કુવામાંથી ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવી છે. તેમજ ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details