- કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે 51માં દાદાસાહેબ ફાળકે એવોર્ડની જાહેરાત કરી
- 5 વ્યક્તિની ટીમે બેઠક યોજી રજનીકાંતને એવોર્ડ આપવાની ભલામણ કરી
- રજનીકાંત છેલ્લા 5 દાયકાથી સિનેમા જગત પર રાજ કરી રહ્યા છે
નવી દિલ્હી:કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે ગુરુવારે 51માં દાદાસાહેબ ફાળકે એવોર્ડની જાહેરાત કરી હતી. જેમાં, આ વખતે દક્ષિણના સુપરસ્ટાર રજનીકાંતને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. આ એવોર્ડ દાદાસાહેબના નામ પરથીરાખવામાં આવ્યો અને આજદિન સુધી આ એવોર્ડ 50 લોકોને આપવામાં આવ્યો છે.
આ પણ વાંચો:જવાની દિવાની માટે અલાયા. એફને મળ્યો ફિલ્મ ફેર એવોર્ડ
5 દાયકાથી સિનેમાની દુનિયા પર રાજ કરી રહ્યા છે રજનીકાંત
પ્રકાશ જાવડેકરે પ્રેસ કોન્ફરન્સ યોજીને કહ્યું હતું કે, 'અમને ખુશી છે કે દેશના તમામ ભાગના ફિલ્મકાર, અભિનેતા, અભિનેત્રીઓ, ગાયકો, સંગીતકારોને સમય સમય પર દાદાસાહેબ ફાળકે એવોર્ડ મળ્યો છે. આ વર્ષે દાદાસાહેબ ફાળકે એવોર્ડ માટે મહાન નાયક રજનીકાંતનું નામ જાહેર કરવામાં અમે ખૂબ જ ખુશ છીએ. રજનીકાંત છેલ્લા 5 દાયકાથી સિનેમા જગત પર રાજ કરી રહ્યા છે. આ જ કારણ છે કે, આ વખતે દાદા સાહેબ ફાળકેની જ્યુરીએ રજનીકાંતને આ એવોર્ડ આપવાનો નિર્ણય કર્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાઠવ્યાં અભિનંદન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રજનીકાંતને સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરીને અભિનંદન પાઠવ્યાં છે. વડાપ્રધાને લખ્યું કે, કેટલીય પેઢીઓમાં લોકપ્રિય, જબરદસ્ત કાર્ય કે જે બહું થોડા લોકો જ કરી શકે છે, વિવિધ ભૂમિકાઓ અને પ્રેમાળ વ્યક્તિત્વ... આવા છે રજનીકાંત જી. તે ખુબ આનંદની વાત છે કે, થલાઈવાને દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં છે. તેમને ખુબ ખુબ અભિનંદન.
આ પણ વાંચો:'સત્યા' અને 'પિંજર' બાદ 'ભોંસલે'એ બનાવ્યો મનોજને સર્વશ્રેષ્ઠ અભિનેતા
5 લોકોની જ્યૂરી દ્વારા સર્વાનુમતે નિર્ણય
'આ વર્ષે જ્યૂરીએ નામ પસંદ કર્યું છે. આ જ્યૂરીમાં આશા ભોંસલે, મોહનલાલ, વિશ્વજીત ચેટર્જી, શંકર મહાદેવન અને સુભાષ ઘઇ એમ પાંચ વ્યક્તિની ટીમે એક બેઠક યોજી હતી અને સાઉથના મહાનાયક ગણાતા સુપરસ્ટાર રજનીકાંતને દાદાસાહેબ ફાળકે એવોર્ડ આપવાની ભલામણ કરી હતી. પ્રકાશ જાવડેકરે વધુમાં કહ્યું કે, 'રજનીકાંતે તેમની પ્રતિભા, મહેનત અને સમર્પણથી આ સ્થાન લોકોના હૃદયમાં મેળવ્યું છે. દાદાસાહેબ ફાળકે એવોર્ડ એ માટે મહત્વપૂર્ણ છે કારણ કે, દાદા સાહેબ ફાળકેએ 1913માં પહેલી ફિલ્મ રાજા હરીશચંદ્ર બનાવી હતી. દાદાસાહેબ ફાળકેના મૃત્યુ પછી, આ એવોર્ડ તેમના નામથી રાખવામાં આવ્યો અને આજદિન સુધી આ એવોર્ડ 50 લોકોને આપવામાં આવ્યો છે.
રજનીકાંતે 26 દિવસમાં જ રાજકારણ છોડી દીધુ હતું
રજનીકાંતનું રાજકારણમાં જોડાવાનું સ્વપ્ન અધૂરૂ જ રહી ગયું છે. 70 વર્ષીય રજનીકાંતે તબિયત ખરાબ રહેવાના કારણે રાજકારણમાં ન આવવાનો નિર્ણય લીધો છે. 3 ડિસેમ્બરે રજનીકાંતે કહ્યું હતું કે, તેઓ રાજકારણમાં જોડાશે અને નવી પાર્ટી બનાવશે તેમજ 2021ની વિધાનસભાની ચૂંટણી પણ લડશે. 31 ડિસેમ્બરના રોજ નવી પાર્ટીની ઘોષણા કરવાની હતી, જોકે, તેમ થઈ શક્યું ન હતું અને 26 દિવસમાં જ તેઓએ રાજકારણ છોડી દીધુ હતું.
અમીતાભ બચ્ચનને દાદાસાહેબ ફાળકે એવોર્ડ અપાયો હતો
આ અગાઉ, યૂનિયન ઈન્ફોર્મશન એન્ડ બ્રૉડકાસ્ટિંગ પ્રધાન પ્રકાશ જાવડેકરે મંગળવારે તેમના ટ્વિટર એકાઉન્ટ પર બીગ બી ને દાદાસાહેબ ફાળકે એવોર્ડની જાહેરાત કરી હતી. સદીના મહાનાયક અમીતાભ બચ્ચનને અભીષેક બચ્ચન, રજનીકાંત, લતા મંગેશકર, આશા ભોંસલે, અનીલ કપુર, કરણ ઝોહર, રીતેશ દેશમુખ, વીવેક ઓબેરોય, અર્જુન કપુર, આયુષ્યમાન ખુરાના, હુમા કુરેશી એ શુભેચ્છા પાઠવી હતી.