મુઝફ્ફરપુરઃબિહારના મુઝફ્ફરપુરમાં અપરાધીઓએ એક માઇક્રો ફાઇનાન્સ કંપનીને નિશાન બનાવી છે. બે ગુનેગારોએ મળીને કંપનીની ઓફિસમાંથી રૂ.38 લાખની લૂંટ ચલાવી છે. બનાવને અંજામ આપ્યા બાદ બંને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. સમગ્ર મામલો અહિયાપુર પોલીસ સ્ટેશનના સાહબાજપુરનો છે. આપને જણાવી દઈએ કે ગઈકાલે બુધવારે બિહારના આરામાં એક્સિસ બેંકમાંથી 16 લાખ રૂપિયાની લૂંટ થઈ હતી અને પોલીસને ચકમો આપીને ગુનેગારો નાસી છૂટ્યા હતા. મુઝફ્ફરપુરમાં ઘટેલી આ ઘટનામાં એવું કહેવાય છે કે, જ્યારે આ ઘટના બની ત્યારે ઓફિસમાં લગભગ 6 કર્મચારી હાજર હતા. લૂંટ બાદ તેણે ફોન કરીને અહિયાપુર પોલીસને આ બાબતે જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી. બનાવ અંગે કર્મચારીઓ પાસેથી પોલીસે માહિતી મેળવી હતી. તો બીજી તરફ આ વિસ્તારમાં લાગેલા સીસીટીવીના ફુટેજ તપાસવામાં આવી રહી છે.
આ ઘટના રાત્રે 12 વાગ્યાની આસપાસ બની હતી અને મામલો શંકાસ્પદ જણાય રહ્યો છે. આ લૂંટ મોડી રાત્રે 12 વાગ્યાની આસપાસ થઈ હોવાનું જણાઈ રહ્યું છે. ઘટના સમયે ઓફિસમાં 6 કર્મચારીઓ હતા. તેની પૂછપરછ કરવામાં આવી છે. કર્મચારીઓનું કહેવું છે કે બે ગુનેગારોએ આ ઘટનાને અંજામ આપ્યો છે. પોલીસને એ પણ શંકા છે કે, આટલી મોડી રાત્રે ઓફિસ કેમ ખુલ્લી હતી તેની તપાસ કરવામાં આવી રહી છે. આ મામલે કેટલાંક યુવકોની અટકાયત પણ કરવામાં આવી છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. - અવધેશ સરોજ દીક્ષિત, સિટી એએસપી