- ગુજરાતમાં 30.8 ટકા મહિલા ઈન્ટરનેટથી વંચિત
- દેશમાં 60 ટકા કરતાં વધુ મહિલા ઈન્ટરનેટથી વંચિત
- મહિલાઓની સરખામણીએ પુરુષોએ વધુ ઈન્ટરનેટનો ઉપયોગ કર્યો
નવી દિલ્હી: દેશના 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 60 ટકાથી વધુ મહિલાઓએ ક્યારેય ઇન્ટરનેટનો ઉપયોગ કર્યો નથી. દેશના 22 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કરાયેલા નેશનલ ફેમિલી હેલ્થ સર્વેમાં આ વાત સામે આવી છે. સર્વેમાં કહેવામાં આવ્યું છે કે, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 40 ટકાથી ઓછી મહિલાઓએ ઇન્ટરનેટનો ઉપયોગ કર્યો છે.
- આંધ્ર પ્રદેશ 21 ટકા
- આસામ 28.2 ટકા
- બિહાર 20.6 ટકા
- ગુજરાત 30.8 ટકા
- કર્ણાટક 35 ટકા
- મહારાષ્ટ્ર 38 ટકા
- મેઘાલય 34.7 ટકા
- તેલંગાણા 26.5 ટકા
- ત્રિપુરા 22.9 ટકા
- પશ્ચિમ બંગાળ 25.5 ટકા
- દાદર નગર હવેલી, દમણ અને દીવમાં 36.7 ટકા
- આંદામાન - નિકોબાર ટાપુઓમાં 34,8 ટકા સામેલ છે
મહિલાઓની સરખામણીએ પુરુષોએ વધુ ઈન્ટરનેટનો ઉપયોગ કર્યો છે. મળતી માહિતી મુજબ દેશના 7 રાજ્યોમાં અંદાજે 50 ટકા પુરુષોએ ઈન્ટરનેટનો ઉપયોગ કર્યો છે.
- આસામમાં 42.3 ટકા
- બિહાર 43.6 ટકા
- મેઘાલય 42.1 ટકા
- ત્રિપુરા 45.7 ટકા
- પશ્ચિમ બંગાળ 46.7 ટકા
- આંદામાન-નિકોબાર ટાપુઓ 46.5 ટકા સામેલ છે.
મહિલામાં સૌથી વધુ સાક્ષરતા દર ધરાવતાં રાજ્યો
સર્વે અનુસાર આંધ્ર પ્રદેશ 68 68 ટકા, બિહાર 57.8 ટકા અને તેલંગાણામાં 66.6 ટકા મહિલાઓ સૌથી ઓછા સાક્ષરતા દર વાળા રાજ્યમાં સામેલ છે, જ્યારે કેરળમાં 98.3 ટકા, લક્ષદ્વીપ 96.5 ટકા અને મિઝોરમમાં 94.4 ટકા મહિલામાં સૌથી વધુ સાક્ષરતા દર જોવા મળ્યો છે.