નવી દિલ્હી: કોરોનાને કારણે તિહાડ જેલમાંથી મુક્ત થયેલા 6 હજારથી વધુ કેદીઓમાંથી 2400 ભાગી (2400 prisoners escaped) ગયા છે. તે લગભગ દોઢ વર્ષથી ગુમ છે. તેમની યાદી દિલ્હી પોલીસ સાથે શેર કરવામાં આવી છે અને દિલ્હી પોલીસે તેમની શોધમાં ઈનામની જાહેરાત(Announcement of Delhi Police Award) પણ કરી છે. પરંતુ હજુ સુધી આ કેદીઓ પોલીસના હાથે ઝડપાયા નથી. કોરોનાની બીજી લહેરમાં 5,000 થી વધુ કેદીઓને મુક્ત કરવામાં આવ્યા હતા, પરંતુ હજુ સુધી તેમને હાજર થવાનુ કહેવામાં આવ્યું નથી.
આ પણ વાંચો:સ્પેશિયલ CBI કોર્ટે અપ્રમાણસર મિલકતના કેસમાં આરોપી દંપતીને ફટકારી આકરી સજા
521 કેદીઓ અને 534 કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત:મળતી માહિતી અનુસાર, વર્ષ 2020 અને 2021માં કોવિડ-19 સંક્રમણને કારણે મોટી સંખ્યામાં કેદીઓને વચગાળાના જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા. તિહાડ જેલમાં કેદીઓની સંખ્યા વધુ હોવાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. તિહાડ જેલમાં અત્યાર સુધીમાં 521 કેદીઓ અને 534 કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થયા હતા. હાલમાં તિહાડ જેલમાં કોરોનાનો એક પણ કેસ નથી.
5000 કેદીઓને મુક્ત કરવામાં આવ્યા:વર્ષ 2020માં કોવિડ-19ને કારણે જેલમાં કેદીઓની સંખ્યા ઘટાડવા માટે 6000 કેદીઓને વચગાળાના જામીન અને ઈમરજન્સી પેરોલ પર મુક્ત કરવામાં આવ્યા હતા. તેને માર્ચ 2021 સુધીમાં હાજર થવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ તેમાંથી 2400 કેદીઓ પરત ફર્યા ન હતા. ફેબ્રુઆરી-માર્ચ 2021માં કોરોના સંક્રમણના કેસ ફરી વધવા લાગ્યા હતા. જેના કારણે એપ્રિલ-મે 2021માં લગભગ 5000 કેદીઓને મુક્ત કરવામાં આવ્યા હતા.
કોવિડ પેરોલ પર છૂટેલા 2400 કેદીઓ ફરાર, પોલીસ તંત્ર હરકતમાં 10 કેદીઓના કોરોનાને કારણે મોત: કોર્ટે પોતાના આદેશમાં કહ્યું હતું કે, જ્યારે સુપ્રીમ કોર્ટ આદેશ આપશે ત્યારે આ કેદીઓને હાજર થવાનું કહેવામાં આવશે. જેના કારણે આ કેદીઓ હજુ સુધી તિહાડ જેલમાં પરત ફર્યા નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર, બિહારના બાહુબલી નેતા મોહમ્મદ શહાબુદ્દીન સહિત 10 કેદીઓના કોરોના સંક્રમણને કારણે મોત થયા છે. અંડરવર્લ્ડ ડોન છોટા રાજનને પણ કોરોના થયો હતો, પરંતુ તેણે કોરોનાને મ્હાત આપી હતી. હાલમાં તિહાડ જેલ, મંડોલી જેલ અને રોહિણી જેલમાં કુલ 18 હજાર કેદીઓ છે, જેમાંથી કોઈને પણ કોરોના નથી.
આ પણ વાંચો:દિલ્હીના રોહિત શેખર હત્યા મામલે પત્ની અપૂર્વાની પૂછપરછ
કેદીઓ દ્વારા અનેક ગુનાઓ:સૂત્રોએ જણાવ્યું કે, તિહાડ જેલમાંથી વચગાળાના જામીન અને ઈમરજન્સી પેરોલ પર બહાર આવેલા કેદીઓ ઘણી જગ્યાએ ગુના કરી રહ્યા છે. આ કારણે તિહાડ જેલે તેમની યાદી દિલ્હી પોલીસ સાથે શેર કરી છે અને તેમને પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે.