નવી દિલ્હીઃભારતીય જનતા પાર્ટીમાંઉત્તર પ્રદેશને (UP Election 2022) લઈને સતત બે દિવસથી ચાલી રહેલી બેઠકનો આજે બીજો દિવસ હતો અને આખો દિવસ ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન સહિત તમામ વરિષ્ઠ નેતાઓ અને કેન્દ્રીય ઉચ્ચ કમાન્ડ સાથે બેઠક ચાલુ રહી હતી. આ બેઠકમાં જ્યાં પહેલા દિવસે ચૂંટણીના માહોલ પર ચર્ચા થઈ હતી ત્યાં બુધવારે ગઠબંધન અંગે ચર્ચા થઈ (coalition was discussed on Wednesday) હતી.
યોગી આદિત્યનાથના ચૂંટણી લડવા અંગેની ચર્ચા કરી
ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથના ચૂંટણી (UP Election 2022) લડવા અંગેની ચર્ચા કરી હતી. આ દરમિયાન બીજેપી સૂત્રોએ જણાવ્યું હતું કે, મોદીની અધ્યક્ષતામાં આજે ગુરુવારે બીજેપી કેન્દ્રીય ચૂંટણી સમિતિની પ્રથમ બેઠક (first meeting of BJP Central Election Committee) બોલાવવામાં આવી છે. બીજેપી સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપ 16 અથવા 17 જાન્યુઆરીએ યુપી માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી શકે છે.
ભાજપ અયોધ્યાથી યોગી આદિત્યનાથને ચૂંટણી લડાવવાની તૈયારી કરી રહ્યું
બીજેપી હેડક્વાર્ટરમાં આખો દિવસ ચાલેલી કોર ગ્રુપની બેઠકમાં (Core group meeting) પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ માટે ચૂંટણી લડવા અંગે પણ ચર્ચા કરી હતી. ભાજપ અયોધ્યાથી યોગી આદિત્યનાથને ચૂંટણી લડાવવાની તૈયારી કરી રહ્યું છે અને બુધવારની બેઠકમાં પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ પણ આ મુદ્દે યોગી આદિત્યનાથનો અભિપ્રાય જાણવાનો પ્રયાસ કર્યો હતો.
યોગી ચૂંટણી લડશે તે નિશ્ચિત છે
યોગી ચૂંટણી લડશે તે નિશ્ચિત છે, પરંતુ તેઓ અયોધ્યાથી ચૂંટણી લડશે કે પછી તેઓ પોતાની જૂની સીટ ગોરખપુરમાં જવાનું પસંદ કરશે તે અંગે પણ પાર્ટી અને મુખ્યપ્રધાન વચ્ચે ચર્ચા ચાલી હતી. બેઠકો અંગેનો અંતિમ નિર્ણય ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં જ લેવામાં આવશે, જેમાં વડાપ્રધાન પણ હાજર રહેશે. પાર્ટીના અધ્યક્ષ અને ગૃહ પ્રધાન અમિત શાહે પ્રદેશ મુજબની બેઠકોની વિગતો લીધી અને આ વિસ્તારોના સર્વે રિપોર્ટની પણ ચર્ચા કરી.
ભાજપ માટે મોટો પડકાર સમાજવાદી પાર્ટી હશે
ભાજપ માટે મોટો પડકાર સમાજવાદી પાર્ટી હશે. ભાજપની ગત ચૂંટણીની તર્જ પર, સમાજવાદી પાર્ટી આ વખતે નવા પ્રયોગો કરવાનો પ્રયાસ કરી રહી છે, ભાજપે 2017માં નાની પાર્ટીઓ સાથે ગઠબંધન કર્યું હતું.
પાર્ટીએ પોતાની સરકારની યોગ્યતાઓ ગણવી પડશે