- કેન્દ્ર સરકારની નીતિઓ વિરૂદ્ધ વિપક્ષનું પ્રદર્શન
- 11 દિવસ ચાલશે પ્રદર્ષન
- કોવિડ ગાઈડલાઈનનું રાખવામાં આવશે ધ્યાન
નવી દિલ્હી: કેન્દ્રમાં મોદી સરકારની નીતિઓ સામે આજે(સોમવાર) 19 વિપક્ષી પાર્ટીઓ દેશભરમાં વિરોધ પ્રદર્શન કરશે. જે 11 દિવસ સુધી ચાલશે. તે જ સમયે, આ પ્રદર્શન અંગે, વિપક્ષી નેતાઓએ કહ્યું કે તેની રૂપરેખા તેમની પાર્ટી સાથે સંબંધિત રાજ્ય એકમો દ્વારા તૈયાર કરવામાં આવશે. વિપક્ષી નેતાઓએ કહ્યું કે આ સમય દરમિયાન અમે કોરોના નિયમોનું સંપૂર્ણ ધ્યાન રાખીશું.
દેશભરમાં કરવામાં આવશે પ્રદર્શન
ઓગસ્ટમાં યોજાયેલી વર્ચ્યુઅલ મીટિંગમાં વિપક્ષી પાર્ટીઓએ 2024 ની લોકસભા ચૂંટણીમાં ભાજપને હરાવવા માટે એકજૂથ થઈને આગળ વધવાનો આગ્રહ કર્યો હતો. આ પક્ષોના નેતાઓએ કેન્દ્ર સમક્ષ 11 મુદ્દાની માંગણીનું સનદ પણ જારી કર્યું હતું. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ બોલાવેલી વર્ચ્યુઅલ બેઠક બાદ નેતાઓએ એક સંયુક્ત નિવેદનમાં કહ્યું કે અમે સંયુક્ત રીતે 20 થી 30 સપ્ટેમ્બર, 2021 સુધી દેશભરમાં વિરોધ પ્રદર્શન કરીશું.
આ મૃદ્દાઓ પર કરવામાં આવશે ચર્ચા
વિપક્ષી પાર્ટીઓની માંગમાં ત્રણ નવા કૃષિ કાયદા રદ કરવા, પેગાસસ હેકિંગ વિવાદની સુપ્રીમ કોર્ટ દ્વારા દેખરેખ હેઠળની તપાસ, જમ્મુ-કાશ્મીરમાં વહેલી ચૂંટણી સાથે તમામ રાજકીય કેદીઓની મુક્તિ અને રાફેલ સોદાની ઉચ્ચસ્તરીય તપાસનો સમાવેશ થાય છે.