ગાંધીનગરરાજ્યમાં વિધાનસભાની (Gujarat Assembly Election 2022) સામાન્ય ચૂંટણીનિષ્પક્ષતાથી થાય અને લોકોની ફરિયાદ સીધી ચૂંટણી પંચમાં મળે તેવા આશયથી કેન્દ્રીય ચૂંટણી પંચ અને રાજ્ય ચૂંટણી પંચ દ્વારા મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. ત્યારે આ બાબતે સમગ્ર રાજ્યમાં 900 થી વધુ ફરિયાદ ચૂંટણીલક્ષી આવી છે. જ્યારે ચૂંટણી પાંચ દ્વારા તાત્કાલિક ધોરણે ફરિયાદનો ઉકેલલાવવામાં આવ્યો છે. આવી ફરિયાદને લઈને હાલમાં 611 ફ્લાઈંગ સ્કૉડ અને 802 સ્ટેટીક સર્વેલન્સ ટીમો કાર્યરત છે.
મોબાઈલ એપ્લિકેશન લોન્ચજિલ્લા કક્ષાએ ખાસ ટીમ પી. ભારતીએ ફરિયાદ બાબતે જણાવ્યું હતુ કે સામાન્ય નાગરિકો પણ આચારસંહિતાના ભંગની ફરિયાદ કરી શકે તે માટે c-VIGIL મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. તે દ્વારા મળતી ફરિયાદોના નિરાકરણ માટે જિલ્લા કક્ષાએ સ્પેશિયલ ટીમ અને નોડલ ઑફિસરની નિમણૂક કરવામાં આવી છે. c-VIGIL મોબાઈલ એપ્લિકેશન પર મળેલી ફરિયાદોનો 100 મિનીટમાં નિકાલ કરવામાં આવે છે. અત્યાર સુધીમાં c-VIGIL મોબાઈલ એપ્લિકેશન દ્વારા 900 થી વધુ ફરિયાદો મળી છે. તે પૈકી 870 જેટલી ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે. જ્યારે 200 થી વધુ ફરિયાદો સાચી જણાઈ ન હોવાથી તેને ડ્રોપ કરવામાં આવી છે.
કેટલી ફરિયાદ અઠવાડિયામાં મળી? ભારતના ચૂંટણી પંચ (Election Commission of India) દ્વારા ઓનલાઈન ફરિયાદ માટે નેશનલ ગ્રિવન્સીસ રિડ્રેસલ સિસ્ટમ પોર્ટલ બનાવવામાં આવ્યું છે. આ પોર્ટલ દ્વારા છેલ્લા સપ્તાહમાં 1,323 ફરિયાદો મળી હતી. તે પૈકી 1,172 ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે. સામાન્ય પ્રકારની ફરિયાદો માટે નાગરિકો અન્ય માધ્યમોનો ઉપયોગ કરી રહ્યાં છે. નાગરિકોની ફરિયાદો અને સુવિધા માટે મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા કંટ્રોલ રૂમના ફોન નંબર આપવામાં આવ્યા છે. આ માધ્યમ મારફતે અત્યાર સુધીમાં 44 ફરિયાદો મળી છે. તે તમામ ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે. પ્રચાર માધ્યમો પરથી 28 ફરિયાદો મળી છે. જે પૈકી 17 ફરિયાદનો નિકાલ થયો છે.