રાજકોટગુજરાત વિધાનસભા ચૂંટણી ( Gujarat Assambly Election 2022 ) માં જિલ્લામાં કુલ આઠ વિધાનસભા આવેલ છે જેમાં શહેરની ચાર અને જિલ્લાની ચાર બેઠકોનો સમાવેશ થાય છે ત્યારે જેતપુર જામકંડોરાણા વિધાનસભા બેઠક (Jetpur Jamkandorna Congress Candidate ) કે જેમાં જેતપુર અને જામકંડોરણા તાલુકામાં વાત કરીએ તો 101 જેટલા ગામોનો સમાવેશ થાય છે ત્યારે હાલ અહી કુલ મતદારોની છેલ્લી યાદી મુજબ 2,75,617 મતદારો છે ત્યારે જેતપુર વિધાનસભા બેઠક માટેકોંગ્રેસપાર્ટી દ્વારા ઉમેદવાર તરીકે દિલીપ વેકરીયા ( Dilip Vekriya ) ને જાહેર કર્યા છે ત્યારે જુઓ ETV ભારત સાથેની રૂબરૂ મુલાકાતમાં શું કહ્યું દિલીપ વેકરીયાએ.
સવાલ પાર્ટી દ્વારા આપનું નામ જાહેર કરવામાં આવતા લોકોમાં શું માહોલ છે ?
જવાબમારી ( Dilip Vekriya ) કામગીરીમાં લોકો વચ્ચે ફેસ ટુ ફેસ મળવાની છે મીટીંગ અને જાહેર સભાઓ કરી અને લોકોને મળવા કરતા હું (Jetpur Jamkandorna Congress Candidate ) લોકોને રૂબરૂ મળવાનું વધુ પસંદ કરું છું જેમાં જેતપુર સીટી અને ગ્રામ્ય વિસ્તારની અંદર લોકોને હું રૂબરૂ જઈને મળું છું. લોકો સાથે ફેસ ટુ ફેસ વાત કરું છું કોંગ્રેસના આપેલા વચનો અને કામો અંગે જણાવું છું. ત્યારે લોકો તેમની સમસ્યાઓને મુશ્કેલીઓગે મને જણાવે છે. જેમાં લોકોને ખાસ કરીને વેપારીઓ તેમજ જેમને જીએસટી ( GST ) તેમજ ખેડૂતોને પડતી સમસ્યાઓ અંગે વાત કરી હતી. જેમાં ખેડૂત સાથે વાત કરતા જણાવ્યું હતું કે તેઓ જે ખરીદી કરતા તેમાં જીએસટીનું પ્રમાણ વધી ગયું છે. આ સરકાર જીએસટીના બહાને લૂંટ ચલાવી રહી છે તેને લઈને મુશ્કેલીઓ વેઠવી પડે છે. જ્યારે રોજમદાર કામ કરતાં લોકોને પણ પૂરતી રોજગારી મળતી નથી અને બે ચાર દિવસે ક્યારેક કામ મળે છે જેને લઈને તેમની આર્થિક પરિસ્થિતિ પણ ખરાબ થઈ રહી છે.
સવાલ આ વિસ્તારના લોકોની માગણીઓ અને સમસ્યાઓની શું બાબત છે કારણ કે આ વિસ્તાર સાડીઓ ઉદ્યોગો માટે છે. અહીં ઘણા લોકોને રોજમદારી મળે છે આ બાબતે કઈ પ્રકારની તકલીફોને જરૂરિયાતો છે ?
જવાબ જેતપુરનો ઉદ્યોગ આ સંખ્યા માણસોને રોજીરોટી આપે છે પરંતુ આ વિસ્તારમાં (Jetpur Jamkandorna Congress Candidate )70 ટકા જેટલા કારખાનાઓ બંધ છે. લોકોની રોજીરોટી માટેનો એકમાત્ર ઉપાય અહીંયા કારખાનાઓ છે જ્યારે કારખાનાઓને પૂરતી આવક કે જાવક ન થતા તેમને અનેક સમસ્યા ઊભી થઈ છે. જેને લઇને અહીં કામ કરતા અને અહીંયાથી રોજી રોટી મેળવતા મજૂરોને પણ આર્થિક સંકડામણ ભોગવી પડી રહી છે. જેમાં આ બાબતે સરકારે જીએસટી ઘટાડવું જોઈએ ત્યારે સરકાર આવું વિચારતી નથી. દિવસેને દિવસે ભાવ વધારો થાય છે જેને લઇને કારખાનેદારો પણ પૂરતી મજૂરી ચૂકવી નથી શકતા અને મંદીમાં સંપડાઈ રહ્યા છે.