સુરત:સુરત શહેરની મુલાકાતે(On a visit to Surat city) આવેલા અસદુદ્દિન ઓવૈસીનીસભામાં મોદી મોદીના નારા લાગ્યા હતા. એટલું જ નહીં કેટલાક લોકોએ ઓવૈસીની સામે કાળા વાવટા પણ લહેરાવ્યા હતા. જેને લઈને ગુજરાતના રાજકારણમાં(gujarat politics) અનેક પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે. ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે સુરત પહોંચેલા AIMIMના(All India Majlis-e-Ittehadul Muslimeen) વડા અસદુદ્દીન ઓવૈસીને(president Asaduddin Owaisi) રવિવારે ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે રૂદરપુરા ખાડી રેલીમાં ભાગ લેતી વખતે તેમને કાળા ઝંડા બતાવવામાં આવ્યા હતા. એટલું જ નહીં લોકોએ 'મોદી મોદી' અને ગો બેકના( modi go back) નારા લગાવ્યા હતા.
ETV Bharat / assembly-elections
ઓવૈસીના સભામાં હોબાળો, 'મોદી મોદી' અને ગો બેકના લાગ્યા નારા
ગુજરાત વિધાનસભાની ચૂટણી(Gujarat Assembly Elections 2022) નજીક આવી રહી છે. રાજકીય પક્ષોના ગુજરાતમાં ધામા વધી ગયા છે. ત્ચારે AIMIMના(All India Majlis-e-Ittehadul Muslimeen) અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ(president Asaduddin Owaisi) સુરતની મુલાકાત લીધી હતી. ઓવૈસીની સભામાં હોબાળો થયો હતો. કેટલાક લોકોએ કાળા વાવટા વાવટા બતાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું અને મોદી મોદીના નારા લગાવ્યા હતા.
મોદી-મોદીના નારા: એમની જનસભામાં હાજરી આપવા માટે ઓવૈસી જેવા રૂદરપુરા ખાડી પહોંચ્યા કે તરત જ ભીડમાં રહેલા કેટલાક યુવાનોએ મોદી-મોદીના નારા લગાવવા લાગ્યા. તેઓએ ઓવૈસીની મુલાકાતના વિરોધમાં ચારેબાજુ કાળા ધ્વજ ફરકાવ્યા હતા. ગયા અઠવાડિયે, AIMIMના પ્રવક્તાએ આરોપ લગાવ્યો હતો કે વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો જેમાં પાર્ટી અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી મુસાફરી કરી રહ્યા હતા. જોકે, પોલીસે આવી કોઈ ઘટનાનો ઈન્કાર કર્યો હતો.
ભાજપ પર કટાક્ષ: ગુજરાત વિધાનસભાની ચૂટણી(Gujarat Assembly Elections 2022) નજીક આવી રહી છે. રાજકીય પક્ષોના ગુજરાતમાં ધામા વધી ગયા છે. સત્તાના રણમેદાનમાં પોતાના સોગઠાં ખેલવા માટે દરેક પાર્ટી એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે AIMIMના(All India Majlis-e-Ittehadul Muslimeen) અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ સુરતની મુલાકાત લીધી હતી. જનસભાને સંબોધન દરમિયાન સિવિલ યુનિફોર્મ કોડને લઈને ભાજપ પર કટાક્ષ કર્યા હતા.