સુરત : વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly Election 2022 ) મતદારો જાગૃત્ત બની વધુમાં વધુ મતદાન કરે અને લોકશાહીના મહાપર્વમાં સહભાગી બને એવા આશયથી આજરોજ સુરતના વેડ રોડ સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળના વિદ્યાર્થીઓએ સામૂહિક રીતે ‘વોટ ફોર ગુજરાત’ની વિશાળ માનવાકૃત્તિ રચીને આકર્ષક સિમ્બોલ (Gurukul Student Make Image) બનાવ્યો હતો, અને યુવાનો-આમ નાગરિકોને મતદાન જાગૃત્તિનો અનોખો સંદેશ આપ્યો હતો.
ETV Bharat / assembly-elections
ગુરૂકુલના બાળકોએ વોટ ફોર ગુજરાતની માનવાકૃત્તિ રચી, આપ્યો અનોખો સંદેશ
Gujarat Assembly Election 2022: સુરતના વેડ રોડ સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળના વિદ્યાર્થીઓએ સામૂહિક રીતે ‘વોટ ફોર ગુજરાત’ની વિશાળ માનવાકૃત્તિ રચીને આકર્ષક સિમ્બોલ (Gurukul Student Make Image) બનાવ્યો હતો, અને યુવાનો-આમ નાગરિકોને મતદાન જાગૃત્તિનો અનોખો સંદેશ આપ્યો હતો.
માનવ આકૃત્તિની રચના:બાળકોએ આચાર્ય અરવિંદભાઈ ઠેસીયા તથા ધર્મેશભાઈ સલીયા તેમજ પીટી અને આર્ટ ટીચરો જગદીશભાઈ પીપળીયા, પ્રવીણભાઈ પ્રજાપતિ, રાકેશભાઈ ચૌધરી, ઈશ્વરભાઈ રાઠોડ, ગુરજી વસાવા વગેરેએ આ રચના માટે તૈયારીઓ કરાવી હતી. મતદાન જાગૃત્તિ ( Surat Gurukul Voting Awareness) માટેની માનવ આકૃત્તિની રચનાની પ્રેરણા આપનાર પ્રભુ સ્વામીએ જણાવ્યું હતું કે, કિંમતી વોટના દાનમાં ક્યારેય ઓટ ન આવવા દેવી. વિદ્યાદાન, અન્નદાન, વસ્ત્રદાન વગેરે દાનમાં માણસને ખર્ચ કરવો પડતો હોય છે, જ્યારે મતદાન વગર ખર્ચનું દાન છે અને આ પવિત્ર દાન એક એવું માધ્યમ છે કે જે સરકાર રચી પણ શકે છે, ને સત્તાને પદભ્રષ્ટ પણ કરી શકે છે.
ઉમેદવારો માટે સત્તાનો માર્ગ મોકળો કરી આપવો:પ્રભુ સ્વામીએ વધુમાં કહ્યું કે, શિક્ષિત, શ્રીમંત અને સજ્જન આ ત્રણનો સમૂહ મતદાન કરવામાં ઉદાસીન રહે છે. લોકશાહી વ્યવસ્થામાં વ્યવસ્થામાં મતદાનથી દૂર રહેવું એટલે સામે ચાલીને લાયક ન હોય એવા ઉમેદવારો માટે પણ સત્તાનો માર્ગ મોકળો કરી આપવો અને યોગ્ય અને લાયક ઉમેદવારોને અન્યાય કરવો. એટલે જ જાતિવાદ, જ્ઞાતિવાદ અને કોમવાદના ઉન્માદને દફનાવનારૂ મતદાન અવશ્ય કરવું. પછી પાંચ વર્ષ પીડા ભોગવવી એના બદલે અત્યારે જ આળસ છોડીને કુશળતા, કુશાગ્રતા અને કર્મઠતાપૂર્વક મતદાન અવશ્ય કરવું.