ગુજરાત

gujarat

ETV Bharat / assembly-elections

સૌરાષ્ટ્રમાં મતદાન થયું પૂર્ણ, ભાવનગર, બોટાદ અને રાજકોટમાં ઓછું થયું મતદાન

ગુજરાત વિધાનસભા ચૂંટણીનું (Gujarat Assembly Election 2022) પહેલા તબક્કાના મતદાન (First Phase poll) પૂર્ણ થઈ ગયું છે. સૌરાષ્ટ્રની કુલ 48 વિધાનસભા બેઠક (Saurashtra Assembly Seats) પર 452 ઉમેદવારનું ભાવી કેદ થયું.

આજે સૌરાષ્ટ્રમાં પહેલા તબક્કાનું મતદાન 452 ઉમેદવારોની હારજીત કરશે નક્કી
આજે સૌરાષ્ટ્રમાં પહેલા તબક્કાનું મતદાન 452 ઉમેદવારોની હારજીત કરશે નક્કી

By

Published : Dec 1, 2022, 7:57 AM IST

Updated : Dec 1, 2022, 5:49 PM IST

અમદાવાદ : ગુજરાત વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાની મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. સવારથી મતદારોની લાંબી લાંબી કતારો જોવા મળી હતી. જો કે 5 વાગ્યે મતદાન પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. સૌરાષ્ટ્રની કુલ 48 વિધાનસભા બેઠક (Saurashtra Assembly Seats) પર 452 ઉમેદવારનું ભાવી કેદ થયું.

જામનગર : જામનગર જિલ્લાની 5 બેઠક 76 કાલાવડ 44.13 ટકા, 77 જામનગર ગ્રામ્ય 49.37 ટકા, 78 જામનગર ઉત્તર 43.10 ટકા, 79 જામનગર દક્ષિણ 40.75 ટકા, 80 જામજોધપુર 51.15 ટકા જામનગર જિલ્લાની 5 બેઠકનું સરેરાશ 45.68 ટકા મતદાન નોંધાયું છે.

અમરેલી :અમરેલી જીલ્લાની પાંચ વિધાનસભા બેઠકો અમરેલીમાં 44.70 ટકા, ધારીમાં 40.68 ટકા, લાઠીમાં 45.18 ટકા, સાવરકુંડલામાં 41.54 ટકા, રાજુલામાં 50.12 ટકા પાંચ બેઠકો પરનું સરેરાશ મતદાન 44.62 નોંધાયુ છે.

સુરેન્દ્રનગર :સુરેન્દ્રનગર જીલ્લામાં 03 વાગ્યા સુધી થયેલ મતદાન 60-દસાડા 50.88 ટકા, 61-લીંબડી 47.10 ટકા, 62-વઢવાણ 43.05 ટકા, 63-ચોટીલા 48.69 ટકા, 64-ધાંગધ્રા 53.34 ટકા, સુરેન્દ્રનગર જિલ્લાનું કુલ મતદાન 48.60 ટકા નોંધાયું છે.

ભાવનગર :મહુવા 46.25 ટકા, તળાજા 47.82 ટકા, ગારીયાધાર 47.02 ટકા, પાલીતાણા 44.77 ટકા, ભાવનગર ગ્રામ્ય 45.32 ટકા, ભાવનગર પૂર્વ 44.44 ટકા, ભાવનગર પશ્ચિમ 47.62 ટકા ભાવનગર શહેર જિલ્લામાં સાત બેઠક પર 3 કલાક સુધી 46.13 ટકા મતદાન નોંધાયું છે.

ધોરાજી :ધોરાજીના શ્રીનાથજી સોસાયટીમાં રહેતી દિશા ગંગાજળીયા નામની યુવતીના લગ્નનની વિધી અટકાવી પરિવાર સાથે મતદાન કરવા પહોંચી હતી.

વીરપુર :રાજકોટના વિરપુરમાં મતદારે પોતાના પગથી મતદાન કર્યું.ભૂતકાળમાં બનેલી ઘટનાને લઈને હાથ ગુમાવતા તમામ કામો પગેથી શરૂ કર્યા હતા. મતદારના દિવસે પણ નિરાશ ન થઈ પગ વડે સહી કરી મતદાન કર્યું.

ભાવનગર :ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં મનપાના વડવા B વોર્ડમાં ધીમું મતદાન થતા રોષ . અક્ષરપાર્કમાં આવેલી સરકારી શાળાના બુથમાં ધીમું મતદાન લાંબી લાઈનો પણ છતાં ધીમા મતદાનથી મતદારોમાં રોષ ફેલાયો છે.

રાજકોટ જિલ્લાનું મતદાન :રાજકોટ ઇસ્ટમાં 47.98, રાજકોટ વેસ્ટમાં 42.99, રાજકોટ સાઉથમાં 43.42, રાજકોટ ગ્રામ્યમાં 49.17, જસદણમાં 46.32, ગોંડલ 48.58, જેતપુર 50. 25, ધોરાજી 44.93 રાજકોટ જિલ્લામાં 3 વાગ્યા સુધીમાં કુલ 46.68 ટકા મતદાન નોંધાયું છે. સૌથી ઓછું જામનગર 42.26 ટકા મતદાન નોંધાયું છે.

ગોંડલ : ગોંડલની બેઠક આ વખતે વિવાદાસ્પદ બની છે. અહીં ભાજપે જ્યારથી જયરાજ સિંહની પત્ની ગીતાબાને ટિકિટ આપી ત્યારે તેમની વિરૃદ્ધ રીબડાના અનિરૃદ્ધ સિંહ જાડેજા મેદાને પડ્યાં છે. અનિરૃદ્ધ તેમના કોઈ સગા માટે ભાજપની ટીકિટ માગતા હતા પરંતુ ન મળતાં તેઓ જયરાજ સિંહની સામે આવી ગયા હતા. આજે ગોંડલની બેઠક પર મતદાન યોજાયું હતું ત્યારે રીબડાના દાડિયા ગામે બન્ને બાહુબલી જયરાજ સિંહ અને અનિરૃદ્ધ સિંહ જાડેજાના સંતાનો વચ્ચે ચકમક ઝરી હોવાનું લોકજીભે ચર્ચાઈ રહ્યું છે જોકે સત્તાવાર રીતે કંઈ કહેવાયું નથી પરંતુ ચર્ચા ચાલી રહી છે બન્ને જૂથ વચ્ચે બોલાચાલી થઈ હતી. દાડિયા ગામે જયરાજ સિંહના પુત્ર ગણેશસિંહ અને અનિરૃદ્ધના પુત્ર શક્તિસિંહ હાજર હોવાનું પણ કહેવાઈ રહ્યું છે. જોકે તંત્ર દ્વારા આ અંગે મૌન સેવવામાં આવી રહ્યું છે. ખુલીને કોઈ બોલવા તૈયાર નથી.

મોરબી : વિધાનસભાની ચૂંટણીનું આજે રંગે ચેંગે મતદાન ચાલી રહ્યું છે. મોરબીમાં પણ લોકો ઉત્સાહભેર મતદાન કરી રહ્યા છે. ક્યાંક વ્હીલચેર સાથે મતદારો મતદાન કરવા આવી પહોંચ્યા હતા. તો ક્યાંક નવયુગલ મીંઢણ સાથે તો ક્યાંક વરરાજા સાફા સાથે અને નવોઢા પાનેતર ઓઢીને મતદાન કરવા પહોંચ્યા હતા. ત્યારે મોરબીમાં સખી મતદાન મથક ખાતે મહિલા મતદાર પગે ફેક્ચર હોવા છતા ફેક્ચરની ચિંતા કર્યા વિના સપોર્ટ માટે ઘોડીનો સહારો લઈ મતદાન કરવા આવ્યા હતા અને મતદાન કરી તેમણે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

મોરબી : મોરબીની 03 બેઠકમાં કેટલી વખત ઈવીએમ બગડ્યા : મોરબી જીલ્લાની ત્રણ વિધાનસભા બેઠક માટે સવારથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઇ રહ્યું છે, ત્યારે મોક પોલ દરમિયાન કુલ 37 યુનિટ અને વોટીંગ શરુ કર્યા બાદ અત્યાર સુધીમાં 10 યુનિટ બદલવામાં આવ્યા હતા. મોરબી જીલ્લા અધિક કલેકટર મુછાર પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ ત્રણેય બેઠક પર મોક પોલીંગ દરમિયાન 9 BU, 15 SU અને 13 વીવીપેટ બદલવામાં આવ્યા હતા. તેમજ વોટીંગ શરુ થયા બાદ 2 BU, 2 SU અને 6 વિવીપેટમાં ખરાબી જણાતા મશીનો બદલવાની ફરજ પડી હતી આમ મોક પોલીંગ દરમિયાન કુલ 37 યુનિટ અને વોટીંગ દરમિયાન 10 યુનિટ બદલવામાં આવ્યા છે. મશીનોમાં ખામી હોવાથી બદલવામાં આવ્યા છે જોકે મતદાન શાંતિપૂર્ણ માહોલમાં થઇ રહ્યું છે.

લોકો ખૂબ જ ઉત્સાહપૂર્વક મતદાન કરી રહ્યા: રાજકોટ કલેક્ટર અરુણ મહેશે કહ્યું કે, લોકો ખૂબ જ ઉત્સાહપૂર્વક મતદાન કરી રહ્યા છે. રાજકોટ જિલ્લામાં બપોરે 12 વાગ્યા સુધીમાં 26 ટકા મતદાન નોંધાયું છે. અત્યાર સુધી કોઈ અનિચ્છનીય બનાવ નોંધાયો નથી. અમે વેબકાસ્ટિંગ દ્વારા સંવેદનશીલ મતદાન મથકો પર નજર રાખીએ છીએ.

મોરબી : મોરબી જીલ્લામાં સવારથી ઉત્સાહપૂર્ણ રીતે મતદાન થઇ રહ્યું છે અને બપોરે ૧ વાગ્યા સુધીમાં સારું કહી સકાય તેટલું મતદાન નોંધાયું છે. મોરબી જીલ્લાની ત્રણ બેઠકોમાં બપોર સુધીમાં મતદાનના આંકડા જોઈએ તો મોરબી બેઠક પર 36.23 ટકા, ટંકારા બેઠક પર 40.81 ટકા અને વાંકાનેર બેઠક પર 39.10 ટકા મતદાન નોંધાયું છે અને મોરબી જીલ્લાની ત્રણ બેઠકનું સરેરાશ 38.61 ટકા મતદાન નોંધાયું છે.

અમરેલી :અમરેલી જિલ્લાની પાંચેય બેઠક ઉપર સવારના 8 થી 1 સુધી મતદાનની ટકાવારી અમરેલી-95 31.99 ટકા, ધારી-94 28.68 ટકા, લાઠી-96 31.73 ટકા, રાજુલા-98 36.27 ટકા, સાવરકુંડલા-97 30.62 ટકા, અમરેલી જિલ્લાનું 32.01 મતદાન નોંધાયું છે.

ભાવનગર : ભાવનગરમાં બપોર સુધીમાં મતદાન 1 વાગ્યા સુધી ભાવનગર પશ્ચિમ 32.63, ભાવનગર પૂર્વ 31.05, ભાવનગર ગ્રામ્ય 32.08, ગારીયાધાર 33.95, મહુવા 32.26, પાલીતાણા 31.67, તળાજા 34.71 ટકા નોંધાયું છે.

જૂનાગઢ : બપોરના એક વાગ્યા સુધીમાં જૂનાગઢ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક પર સરેરાશ 32.96 ટકા મતદાન નોંધાયું છે. જેમાં માણાવદર બેઠક પર 34.46, જુનાગઢ બેઠક પર 30.80, વીસાવદર બેઠક પર 31.86, કેશોદ બેઠક પર 33.42, માંગરોળ બેઠક પર 34.79 ટકા મતદાન નોંધાયું છે.

રાજકોટમાં 1 વાગયા સુધીની મતદાનની ટકાવારી :રાજકોટમાં બપોરના એક વાગ્યા સુધીમાં સરેરાશ 32.88 ટકા મતદાન નોંધાયું.

રાજકોટ જિલ્લામાં 8 બેઠકો પરના મતદાનના આંકડા

રાજકોટ : રાજકોટના માધાપર મતદાન મથકે કિર્તીદાન ગઢવીને મત આપતા અટકાવ્યા હતા. આધારકાર્ડની હાર્ડ કોપી સાથે ન હોવાથી કિર્તીદાનને મત આપતા અટકાવતા તેમણે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી. કલેક્ટરને રજૂઆત કરાયા બાદ કિર્તીદાન ગઢવી મત આપી શક્યા હતા.

મોરબી :મોરબી જીલ્લાની ત્રણ વિધાનસભા બેઠક પર 22.27 ટકા મતદાન નોંધાયું છે. જેમાં મોરબી બેઠક પર23,155 મતદારો, ટંકારા બેઠક પર 21,087 અને વાંકાનેર બેઠક પર 24,186 મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો મોરબી બેઠક પર 21,48 ટકા, ટંકારા બેઠક પર 23.13 ટકા અને વાંકાનેર બેઠક પર 22.30 ટકા મતદાન નોંધાયું છે અને ત્રણ બેઠક પર સવારે 11 સુધીમાં સરેરાશ 22.27 ટકા જેટલું સારું મતદાન થઇ ચુક્યું છે.

અમરેલી :અમરેલી-98 રાજુલા જાફરાબાદ વિધાન સભા બેઠક કોંગ્રેસના ઉમેદવાર અંબરીષ ડેર એ મતદાન કર્યું. મિત્રો સાથે મતદાન કરી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો.

ભાવનગર :ગુજરાત વિધાનસભા ચૂંટણી અંતર્ગત કેન્દ્રિય આરોગ્ય પ્રધાન ડૉ.મનસુખ માંડવિયાએ તેમના પરિવાર સાથે તેમના વતન ગામ હણોલ (તા.પાલિતાણા) ખાતે મતદાન કર્યું હતું. મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, આ મતદાન ગુજરાત નું ભવિષ્ય નક્કી કરશે. ભારતનો વિકાસ તેજ કરશે. ભરોસ ની સરકાર પુનઃ દોડશે.

અમરેલી :અમરેલી જીલ્લાની પાંચેય બેઠક ઉપર 8 થી 11 સુધી મતદાનની ટકાવારી અમરેલી 18.67 ટકા, ધારી 17.81 ટકા, લાઠી 18.81 ટકા, રાજુલા 20.86 ટકા, સાવરકુંડલા 18.55 ટકા, અમરેલી જિલ્લાનું 19.00 મતદાન.

અર્જુન મોઢવાડીયાએ કરી મતદાનની અપીલ :કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પોરબંદર કોંગ્રેસના ઉમેદવાર અર્જુન મોઢવાડીયાએ પણ આજે મતદાન કર્યું હતું. અર્જુન મોઢવાડીયાએ પોતાના ગામ મોઢાવાડામાં મતદાન કર્યું હતું. આજે સવારે માતાજીના મંદિરે દર્શન કર્યા બાદ તેઓ મતદાન કરવા પહોંચ્યા હતા. મતદાન બડ તેમણે લૉકોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી.

દ્વારકા :દ્વારકા 82 વિધાનસભાના ઉમેદવાર પબુભા માણેકે ઓખા ખાતે આવેલ ઓખા નગરપાલિકા સંચાલિત સ્કૂલમાં મતદાન કર્યું.

પાલીતાણા :પાલીતાણામાં વિધાનસભા 102 મતવિસ્તારમાં ભાજપ અને આમ આદમીના કાર્યકર્તાઓ વચ્ચે મારામારી થઈ. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાને માર મારવામાં આવ્યો.

રાજકોટ : વિધાનસભા 70 દક્ષિણ બેઠક પર કોંગ્રેસને મત આપતા હોવાનો વિડિયો થયો વાઇરલ

સુરેન્દ્રનગર જીલ્લામાં સવારના 11 વાગ્યા સુધી થયેલ મતદાન :60-દસાડા 22.11ટકા, 61-લીંબડી 19.69 ટકા, 62-વઢવાણ 18.06 ટકા, 63 ચોટીલા 20.81 ટકા, 64-ધાંગધ્રા 22.75 ટકા, જિલ્લાનું કુલ મતદાન 20.67 ટકા નોંધાયું છે.

દ્વારકા :દ્વારકા જિલ્લાની બન્ને સીટ પરનું મતદાન ખંભાળિયામાં 20.04 ટકા અને દ્વારકામાં 11.53 ટકા થયું છે.

રાજકોટ: રાજકોટ હાઈ પ્રોફાઈલ બેઠક પશ્ચિમમાં આપના ઉમેદવાર દિનેશ જોષી સાયકલ પર મતદાન કરવા નીકળ્યા અને આગળ તેલનો ડબ્બો અને પાછળ ગેસનો બાટલો રાખ્યો છે.

રાજકોટમાં અનોખું મતદાન :માલધારી સમાજના રણજીત મૂંધવા માલધારી પહેરવેશ પેહરીને ગાય અને વાછરડું લઈ મતદાન કરવા પોહચ્યા. લંપી વાયરસમાં સરકાર કામગીરી સામે રો ને કારણે ગાય લઈ પહોંચ્યા.

ખોડલધામના ચેરમેન નરેશ પટેલે કર્યું મતદાન :રાજકોટમાં ખોડલધામના ચેરમેન નરેશ પટેલે એસ્ટ્રોન સોસાયટી નજીક આવેલ એપી પટેલ સ્કૂલ ખાતે મતદાન કર્યું.

પ્રથમ તબક્કામાં જિલ્લા પ્રમાણે મતદાનની કુલ ટકાવારી : પ્રથમ તબક્કામાં જિલ્લા પ્રમાણે મતદાનની કુલ ટકાવારી 5.03, સૌથી વધુ જિલ્લામાં થયું મતદાન ડાંગ 7.76 ટકા, સૌથી ઓછું જિલ્લામાં થયું મતદાન પોરબંદર માં 3.92 થયું છે. જેમાં અમરેલી 4.68 ટકા, ભરૂચ. 4.57 ટકા, ભાવનગર 4.85 ટકા, બોટાદ. 4.62 ટકા, ડાંગ 7.76 ટકા, દેવભૂમિ દ્વારકા 4.09 ટકા, ગીર સોમનાથ 5.17 ટકા, જામનગર 4.42 ટકા, જૂનાગઢ 5.04 ટકા, કચ્છ 5.06 ટકા, મોરબી 6.17 ટકા, નર્મદા 5.30 ટકા, નવસારી 5.33 ટકા, પોરબંદર 3.92 ટકા, રાજકોટ 5.05 ટકા, સુરત 4.98 ટકા, સુરેન્દ્રનગર 5.41 ટકા, તાપી 7.25 ટકા, વલસાડ 5.58 ટકા.

ભાવનગર :મોરારી બાપુએ મતદાન કર્યું. તલગાજરડા કેન્દ્રવર્તી શાળામાં કર્યું. મતદાન સંત તરીકે આપ્યું મતદાન

પોરબંદરમાં કેટલું મતદાન : પોરબંદર વિધાનસભા સીટ ઉપર પ્રથમ એક કલાકમાં 3.90૦ ટકા તથા કુતિયાણા બેઠક ઉપર 3.95 ટકા થયું મતદાન સરેરાશ મતદાન 3.92 ટકા થયું. પોરબંદરમાં મતદાન મથક ના 200 મીટર ની અંદર માં ભાજપ દ્વારા છત્રી રાખીને પ્રચાર કરતા કોંગ્રેસ દ્વારા આચાર સાહિતા ભંગની ફરિયાદ નોંધાઇ.

સુરેન્દ્રનગર જીલ્લામાં સવારના 10 વાગ્યા સુધી થયેલ મતદાન : 60-દસાડા 5.89 ટકા, 61-લીંબડી 5.20 ટકા, 62-વઢવાણ 5.24 ટકા, 63-ચોટીલા 5.45 ટકા, 64-ધાંગધ્રા 6.29 ટકા જિલ્લાનું કુલ મતદાન 5.62 ટકા નોંધાયું છે.

ગોપાલ ઇટાલિયા કર્યું મતદાન :AAP નેતા ગોપાલ ઇટાલિયા ભાવનગરના ઉમરાળા ખાતે ટીંબીની શાળાના મતદાન મથક પરથી મતદાન કર્યું.

મોરબી : મોરબીમાં હાલ પુરજોશમાં મતદાન થઈ રહ્યું છે. એક તરફ મતદારો ફૂલ ગુલાબી ઠંડી વચ્ચે મતદાન કરવા આવી રહ્યા છે તો બીજી તરફ રાજકીય પાર્ટીના ઉમેદવારો પણ મતદાનની ફરજ અદા કરી રહ્યા છે. જ્યાં હાલ મોરબી આપ ઉમેદવાર પંકજ રાણસરિયા અને ટંકારા આપ ઉમેદવાર સંજય ભટાસણા એ મતદાન કર્યું હતું અને જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.મોરબી અને ટંકારા બેઠક પર આપમાંથી પાટીદાર ઉમેદવાર અને વાંકાનેર બેઠક પર કોળી મતદારોનું પ્રભુત્વ છે, ત્યારે આપમાંથી કોળી ઉમેદવાર મેદાને ઉતારતા રસપ્રદ જંગ જોવા મળી શકે છે. મોરબી બેઠક ભાજપનો ગઢ માનવામાં આવે છે જ્યાં 1995થી વર્ષ 2017 સુધી કાંતિલાલ અમૃતિયાએ રાજ કર્યું હતું. જેઓ 2017ની ચૂંટણી હારી ગયા હતા. જોકે, ફરી ભાજપે ટિકિટ આપી છે. ત્યારે સૌની નજર મોરબીની બેઠક પર જોવા મળી રહી છે.

રાજકોટ : રાજકોટ જિલ્લાના 72-જસદણ વિધાનસભા મતક્ષેત્રમાં કુંવરજીભાઈ બાવળિયાએ વહેલી સવારે મતદાન કર્યું હતું. અહીં મતદાન કરવા માટે નાગરિકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. જ્યારે 73-ગોંડલ વિધાનસભા બેઠક ખાતે મહિલા અગ્રણી ગીતાબા જાડેજાએ મતદાન કર્યું હતું. જામકંડોરણા તાલુકા શાળા ખાતે જયેશ રાદડિયા મતદાન કર્યું. લોક સાહિના મહા પર્વ પર મતદાન કરવા લોકોને અપીલ કરી. જયેશ રાદડિયા જંગી લીડ થીં જીતવાનો વિશ્વાસ વ્યકત કર્યો.

રાજકોટ :રાજકોટના રાજવી માંધાતા સિંહે પોતાના પરિવાર સાથે વિન્ટેજ કારમાં મતદાન કર્યું.

દ્વારકા :ખંભાળિયા બ્રાન્ચ શાળા ખાતે રાજ્ય સભા સાંસદ પરીમલ નથવાણીએ મતદાન કર્યું. મતદાન કર્યા બાદ તમામ લોકોને લોકશાહીના આ પર્વમાં જોડવા પરિમલ નથવાણીએ આહવાન કર્યું હતું. દ્વારકા જિલ્લામાં હજુ ઘણો વિકાસ કરવાનો છે તેવું જણાવી દેશના વિકાસ માટે મતદાન કર્યું હોવાનું પરિમલ નથવાણીએ જણાવ્યું હતું.

અમરેલી :લાઠીના કોગ્રેસના ઉમેદવાર વિરજી ઠુમ્મરે પોતાના વતન વાવડી ગામે મતદાન કર્યું.

રાજકોટ જિલ્લામાં 8 બેઠકો પરના મતદાનના આંકડા :રાજકોટ જિલ્લામાં 8 બેઠકો પર સવારે 9:00 કલાક સુધીમાં થયેલ મતદાનના આંકડ:.

રાજકોટ જિલ્લામાં 8 બેઠકો પરના મતદાનના આંકડા

અમરેલી જીલ્લાની પાંચેય બેઠક ઉપર મતદાનની ટકાવારી :અમરેલી 5.26. ટકા, ધારી 4.70 ટકા, લાઠી 3.98. ટકા, રાજુલા 5.05 ટકા, સાવરકુંડલા 4.25. ટકા

મોરબી જીલ્લામાં કેટલું મતદાન :મોરબી જીલ્લામાં આવતી ત્રણ બેઠક પર સરેરાશ 5.17 ટકા મતદાન નોંધાયું છે જેમાં મોરબી બેઠા પર કુલ 16,471 મતદારોએ મતદાન કર્યું છે, ટંકારા બેઠક પર કુલ 11,797 અને વાંકાનેર બેઠક પર કુલ 14,010 મતદારોએ મતદાન કર્યું છે ટકાવારીની દ્રષ્ટીએ જોઈએ તો મોરબી બેઠક પર 5.74 ટકા, ટંકારા બેઠક પર 4.73 ટકા અને વાંકાનેર બેઠક પર 4.98 ટકા અને જીલ્લાની ત્રણ બેઠક પર સરેરાશ 5.17 ટકા મતદાન નોંધાયું છે.

કાંતિલાલ અમૃતિયાએ કર્યું મતદાન :મોરબી-માળિયા વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર કાંતિલાલ અમૃતિયાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. કાંતિલાલ અમૃતિયાએ જ્યાંથી મતદાન કર્યું તે બુથ પર મતદારોનો ઉત્સાહ જોઇને તેઓ ખુશ થયા હતા. લોકશાહી પર્વને દિપાવવા માટે મતદાર વહેલી સવારે ઠંડીમાં પણ લાઈન લગાવી ઉભા હોય જેથી તેમને મતદારોને બિરદાવ્યા હતા.

રાજકોટમાં ક્યા કેટલું મતદાન :રાજકોટ પશ્ચિમ બેઠક પર 3.88 ટકા મતદાન, રાજકોટ પૂર્વ -5 ટકા મતદાન, રાજકોટ દક્ષિણ -3.96 ટકા, રાજકોટ ગ્રામ્ય 5.15 ટકા, જેતપુર 6.09 ટકા, જસદણ 5.75 ટકા, ગોંડલ 5.94 ટકા, ધોરાજી 5 ટકા.

કર્ણાટકનાપૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળએ કર્યું મતદાન : લોકશાહીના પર્વમાં 69 રાજકોટ શહેર (પશ્ચિમ) વિધાનસભા મતવિસ્તાર, મતદાન મથક નંબર ૨૬૭ વોર્ડ નંબર ૦૮, હરિહર કોમ્યુનિટી હોલ, હરિહર સોસાયટી ખાતે કર્ણાટક રાજ્યના ભૂતપૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ મતદાન કર્યું હતું. આ મતદાન મથકમાં કુલ 1037 મતદારો જેમાં 531 મહિલાઓ અને 506 પુરુષો મહિલા મતદાર નોંધાયેલા છે. રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ મતદાન કર્યું.

રાજકોટ :રાજકોટના આઠ વિધાનસભા મત વિસ્તારોમાં ઉત્સાભેહ મતદાનનો પ્રારંભ થયો છે. જિલ્લામાં તમામ બેઠકો પર નાગરિકો મતદાન માટે ઉમટી રહ્યા છે. લોકશાહીના અવસર એવા વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ના પ્રથમ તબક્કામાં રાજકોટ શહેરના મ્યુનિસિપલ કમિશનરશ્રી અમિત અરોરા અને તેમનાં ધર્મપત્ની પી.જી.વી.સી.એલના જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર શ્રીમતી પ્રિતી શર્માએ મતદાનના પ્રથમ કલાકમાં જ મતદાન કરી લોકશાહીના અવસરની ઉજવણી કરી હતી. મ્યુનિસિપલ કમિશનરશ્રીએ લોકશાહીના પર્વમાં રાજકોટના મતદારોને મતદાન કરીને અનુરોધ કર્યો હતો. જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અરૂણ મહેશ બાબુ અને તેમનાં ધર્મપત્ની શ્રીમતી મીનાક્ષીએ બૂથ નં. ૨૮૭, રૂમ નં.૧૬, આઈ.પી મિશન હાઈસ્કુલ ખાતે તેમના અમૂલ્ય મતાધિકારનો ઉપયોગ કરીને સૌને મતદાન કરવા અપીલ કરી હતી.

રાજકોટ : લોકશાહીના અવસર સમી રાજય વિધાનસભાની સામાન્ય ચૂંટણી 2022ના પ્રથમ તબક્કાના મતદાનની ગુલાબી ઠંડીના માહોલમાં શરૂઆત થઈ છે. આ સાથે જ રાજકોટ શહેરના પ્રથમ નાગરિક અને મેયર પ્રદિપ ડવએ પત્ની સાથે સવારે ૮ વાગ્યામાં જ ગુરુપ્રસાદ ચોકમાં જૂની વોર્ડ ઓફિસ ખાતે મત કર્યું હતું. સમગ્ર શહેરમાં મતદાનની શરૂઆતમાં જ મહિલાઓ, બુઝુર્ગો અને નાગરિકો મોટી સંખ્યામાં મતદાન માટે ઉમટ્યા હતા અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. પ્રદિપ ડવએ આ સાથે રાજકોટ શહેરની ત્રણેય વિભાનસભા બેઠકના 9 લાખથી વધુ મતદારોને મુક્ત, ન્યાયી અને પારદર્શી ચૂંટણી માટે મતાધિકારનો ઉપયોગ કરવા અનુરોધ વ્યક્ત કર્યો હતો.

પોરબંદર : પોરબંદર બેઠક પરથી ભાજપના ઉમેદવાર બાબુભાઈ બોખીરિયાએ મતદાન કર્યું

ધોરાજી :રાજકોટ જીલ્લાના ધોરાજી ઉપલેટા વિધાન બેઠકના કોંગ્રેસ ધારાસભ્ય અને ઉમેદવાર લલિત વસોયાએ મતદાન કર્યુ. ધોરાજીના આદર્શ સ્કુલ ખાતે સૌથી પહેલા કોંગ્રેસ ઉમેદવાર લલિત વસોયાએ મતદાન કર્યુ. "મારૂ કરેલુ મતદાન એળે નહી જાય વિશ્વાસ છે કે આ વિસ્તારમાંથી ફરી હુ જીતીશ" આવી વાત કરી હતી.

રાજકોટ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન 8 વાગ્યાથી શરૂ થઈ ચૂક્યું છે. દિગ્ગજ નેતાઓ વહેલી સવારે મતદાન કરવા માટે નીકળી પડ્યા હતા. રાજકોટમાં પૂર્વ CM વિજય રૂપાણીએ મતદાન કર્યું. આ દરમિયાન પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

જૂનાગઢ : કેશોદના ધારાસભ્ય અને ગુજરાત રાજ્ય પશુપાલન પ્રધાન દેવા માલમે માંગરોળ તાલુકાના થલ્લી ગામે મતદાન કર્યુ. મતદાન કરતા પહેલા થલ્લી ગામે દેવા માલમે દાડમદેવ ના દર્શન કરી મતદાન કર્યું હતું. પ્રધાન સાથે મતદાન કરવા પરીવાર અને ગામ લોકો જોડાયા હતા.

કુતિયાણા : કુતિયાણા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નાથા ઓડેદરાએ ભારતીય વિદ્યાલય ખાતે સહપરિવાર કર્યું મતદાન, તેઓએ લોકોને વધુમાં વધુ મતદાન કરવાની અપીલ કરી.

અમરેલી :98 રાજુલા જાફરાબાદ વિધાન સભા બેઠક પર શાંતિ પૂર્ણ માહોલ વચ્ચે મતદાન થઈ રહ્યું છે.જાફરાબાદ શહેરમા ભાજપના ઉમેદવાર હીરા સોલંકી તેમના પરિવાર સાથે જાફરાબાદ શહેરમા મતદાન કર્યું. અમરેલી વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર કૌશિક વેકરીયા એ પોતાના ગામ દેવરાજીયા ખાતે સજોડે મતદાન કર્યું. વેકરીયા દંપતિ અને તેમની નાની દીકરી એ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો.

ભાવનગર :ભાવનગર જિલ્લાની 7 બેઠકો પર આજે સવારે 8 કલાકે મતદાન પ્રક્રિયા નો પ્રારંભ થયો છે. જેમાં વરતેજ એમ.જી.એમ હાઈસ્કૂલ ખાતે ભાવનગર પશ્ચિમ બેઠક ના કોંગ્રેસના ઉમેદવાર કે.કે.ગોહિલે મતદાન કર્યું હતું. આ વિસ્તારમાં વહેલી સવારથી જ લોકોની મતદાન માટે લાઈનો લાગી હતી.લોકો આ લોકશાહી ના પર્વની ઉજવણી કરવા પોતાના ઓળખ કાર્ડ સાથે મતદાન મથક પર લાંબી લાઈનો માં નજરે પડી રહ્યા છે.

કોંગ્રેસના પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણી કર્યું મતદાન :અમરેલીના કોંગ્રેસના પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ માતાના આશિર્વાદ, માથે ચાંદલો કરીને અને સાયકલ પર ગેસનો બાટલો બાંધીને મતદાન કરવા ગયા હતા. પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ સપરિવાર મતદાન કર્યું. ગેસના બાટલાના રૂપિયા 1060નો ભાવ તેનો વિરોધ દર્શાવ્યો હતો.

રીવાબા જાડેજાએ કર્યું મતદાન : જામનગર જિલ્લાની પાંચ બેઠકો પર 8 વાગ્યાથી મતદાન શરૂ થઈ ચૂક્યું છે. જામનગર ઉત્તર બેઠકના ભાજપના ઉમેદવાર અને ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબાએ રાજકોટમાં કર્યું.

સૌરાષ્ટ્રની બિગ ફાઈટ સીટ :ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 (Gujarat Assembly Election 2022) માં સૌરાષ્ટ્રની બિગ ફાઈટ સીટ (Big Fight Seats) જોઇએ તો લીંબડી બેઠક પર કિરીટસિંહ રાણા ભાજપ, મોરબી બેઠક પર કાંતિ અમૃતિયા ભાજપ, ટંકારા બેઠક પર લલીત કગથરા કોંગ્રેસ, રાજકોટ પૂર્વ બેઠક પર કોંગ્રેસના ઇન્દ્રનીલ રાજગુરુ અને તેમની સામે ઉદય કાનગડ, રાજકોટ પશ્ચિમ પર ડોકટર દર્શિતા શાહ ભાજપ, રાજકોટ દક્ષિણ પર રમેશ ટીલાળા ભાજપ, જેતપુર બેઠક પર જયેશ રાદડીયા ભાજપ, ધોરાજી બેઠક પર લલીત વસોયા કોંગ્રેસ, જામનગર ઉત્તર પર રીવાબા જાડેજા ભાજપ અને કરસન કરમૂર આપ, ખંભાળીયા બેઠક પર મૂળુ બેરા ભાજપ સામે ઇશુદાન ગઢવી આપ, દ્વારકા બેઠક પર પબુભા માણેક ભાજપ, પોરબંદર બેઠક પર અર્જુન મોઢવાડિયા અને તેમની સામે બાબુ બોખીરીયા ભાજપ, કુતિયાણામાં ઢેલીબેન ઓડેદરા ભાજપ,તો કાંધલ જાડેજા એસપી, માણાવદર બેઠક પર જવાહર ચાવડા ભાજપ, અમરેલી બેઠક પર પરેશ ધાનાણી કોંગ્રેસ, રાજુલા બેઠક પર હીરા સોલંકી ભાજપ અને તેમની સામે અંબરીષ ડેર કોંગ્રેસ, મહુવા બેઠક પર કનુ કળસરીયા કોંગ્રેસ, ભાવનગર પશ્ચિમ જીતુ વાઘાણી ભાજપ સહિતના અન્ય નેતાઓની ( VIP Candidates ) હારજીત ઈવીએમમાં સીલ (First Phase poll ) થઇ જશે.

2017ની વિધાનસભાની ચૂંટણી :ગુજરાતમાં વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ 100નો આંકડા સુધી પણ પહોંચી શક્યો ન હતો. પક્ષને 99 બેઠકો મળી હતી. તેમજ ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસે એ સમયની ચૂંટણીઓમાં સૌથી સારું પ્રદર્શન કરવાની સાથે 77 બેઠકો મેળવી હતી. પરંતુ કૉંગ્રેસ સત્તાથી દૂર જ રહી જવા પામી હતી.

સૌરાષ્ટ્રમાં પ્રચારના મુદ્દાઓ કયા રહ્યાં : મોંઘવારી, બેરોજગારી અને ખેડૂતોનો ફરિયાદ આ ત્રણ મુખ્ય મુદ્દા ( Campaign issues in Saurashtra ) હતાં જેના પર ચૂંટણી પ્રચાર કેન્દ્રિત રહ્યો હતો. પાણીનો પ્રશ્ન સહિત રોજગાર માટેની વાત, નવા વિકાસકાર્યો અને દરિયાઇ કાંઠાની સુરક્ષાના મુદ્દા પણ દેખાયાં હતાં. વિપક્ષ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના પ્રચારમાં મોંઘવારી, બેરોજગારી, ખેડૂતોનો પ્રશ્ન અને સરકારી કર્મચારીઓની વ્યથાને કેન્દ્રસ્થાને મૂકવામાં આવ્યાં હતાં. પેટ્રોલ ડીઝલ, રાંધણગેસ, વીજળી, ખાદ્યચીજોના ભાવમાં સતત વધારો કાબૂ કરવામાં રાજ્ય અને કેન્દ્રની બંને સરકાર નિષ્ફળતા દર્શાવાઇ છે. ભાજપનો ચૂંટણી પ્રચાર વિકાસ અને નરેન્દ્ર મોદીના ચહેરાને કેન્દ્રસ્થાને રાખીને કરવામાં આવ્યો છે.

સૌરાષ્ટ્રમાં મહત્ત્વની બેઠકો પર મતદાર ગણિત : સૌરાષ્ટ્રની 18 બેઠકો પાટીદાર પ્રભુત્વની અને 10 વિધાનસભાની બેઠક કોળી મતદાર ( Saurashtra Voters) પ્રભુત્વની મનાય છે. આ સિવાય ક્ષત્રિય દરબાર અને ગરાસીયા રાજપૂત ભાવનગર અને જામનગરની સાથે ગોંડલ વિધાનસભા બેઠક પર મહત્વના મનાય છે. અમરેલી જિલ્લાની રાજુલા બેઠક પર કોળી મતદારો હોવા છતાં પણ અહીંથી કોંગ્રેસના આહીર ઉમેદવાર અમરીશ ડેર ધારાસભ્ય બનવામાં સફળ રહ્યા છે. મોરબી, ટંકારા, વિસાવદર, રાજકોટ પૂર્વ, ગોંડલ, ધોરાજી, કાલાવડ, માણાવદર, જામજોધપુર, જેતપુર, અમરેલી, લાઠી, ગારીયાધાર, ધારી, સાવરકુંડલા અને બોટાદ બેઠકો પટેલ બહુલિક મતદારો ધરાવે છે. તો બીજી તરફ ભાવનગર ગ્રામ્ય, પાલીતાણા, તળાજા, મહુવા, રાજુલા, ઊના, તાલાળા, સોમનાથ, કેશોદ અને જસદણ વિધાનસભા બેઠક પર કોળી મતદારો બહુમતીમાં જોવા મળે છે. આ એ વિશેષતા છે કે જેને કારણે સૌરાષ્ટ્રની 48 વિધાનસભા બેઠક (Saurashtra assembly seats importance) પર કોળી અને પાટીદાર મતદારો ખૂબ જ નિર્ણાયક ગણાય છે. પોરબંદર જિલ્લાની પોરબંદર અને કુતિયાણા વિધાનસભા બેઠક પર મેેર જ્ઞાતિના વર્ચસ્વવાળી છે. બંને બેઠક પર મેેર જ્ઞાતિનો ધારાસભ્ય પાછલા ઘણા વર્ષોથી ચૂંટણી જીતવામાં સફળ રહે છે. રાજકોટ જિલ્લાની જસદણ બેઠક કોળી મતદારોના હાથમાં છે, તો વાંકાનેર બેઠક પર મુસ્લિમ મતદારો આજે પણ નિર્ણાયક માનવામાં આવે છે.

સૌરાષ્ટ્રમાં મતદાર સંખ્યા : તાજેતરમાં ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને આખરી મતદાર યાદી પ્રમાણે સૌરાષ્ટ્ર વિસ્તારના કુલ 11 જિલ્લામાં કુલ 1,12,28,209 મતદાર સંખ્યા નોંધાઈ છે. આમાં કુલ 58,00,896 પુરુષ મતદારો છે અને 54,11,313 મહિલા મતદારો નોંધાયા છે. જ્યારે અન્ય મતદારોની સંખ્યા જોઇએ તો તેમાં 192 મતદાર ( Saurashtra Voters ) નોંધાયા છે.

સૌરાષ્ટ્રમાં મતદાર સંખ્યા :તાજેતરમાં ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને આખરી મતદાર યાદી જાહેર કરી દેવામાં આવી છે. જે પ્રમાણે સૌરાષ્ટ્ર વિસ્તારના કુલ 11 જિલ્લામાં કુલ 1,12,28,209 મતદાર સંખ્યા નોંધાઈ છે. આમાં કુલ 58,00,896 પુરુષ મતદારો છે અને 54,11,313 મહિલા મતદારો નોંધાયા છે. જ્યારે અન્ય મતદારોની સંખ્યા જોઇએ તો તેમાં 192 મતદાર ( Saurashtra Voters ) નોંધાયા છે.

Last Updated : Dec 1, 2022, 5:49 PM IST

ABOUT THE AUTHOR

...view details