અમદાવાદ:મધ્ય ગુજરાતમાં અમિત ચાવડાનો પહેલેથી જ દબદબો રહ્યો છે. જેને કારણે તેમના શક્તિ પ્રદર્શનમાં પણ મોટી સંખ્યામાં મધ્ય ગુજરાતના નેતાઓ અને આગેવાનો જ જોવા મળ્યા હતા. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017માં, આંકલાવ મતવિસ્તારમાં વિધાનસભા બેઠક માટે 9 ઉમેદવારો હતા. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે કુલ 77 બેઠકો જીતી હતી, આંકલાવ તેમાંથી એક હતું. આંકલાવ બેઠક માટેની ચૂંટણીમાં રાષ્ટ્રીય કોંગ્રેસના અમિત ચાવડાએ (Candidate for Anklav Vidhan Sabha seat) ભારતીય જનતા પાર્ટીના હંસાકુંવરબા જનકસિંહ રાજને 33,629 મતોના વિશાળ માર્જિનથી હરાવીને આરામથી જીતી હતી.
આંકલાવ બેઠક: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022(Gujarat Assembly Election 2022)માં આંકલાવ વિધાનસભા બેઠક પર કોંગ્રેસના અમિત ચાવડાની જીત થઇ છે. અહીં ભાજપના ગુલાબસિંહ પઢિયાર, કોંગ્રેસના અમિત ચાવડા અને આપના ગજેન્દ્રસિંહ રાજ વચ્ચે જંગ જામ્યો હતો. આણંદ જિલ્લાની સાત બેઠકો પર કુલ 68.42 ટકા મતદાન થયું છે. આણંદ જિલ્લામાં સૌથી વધુ આંકલાવ બેઠક પર 74.12 ટકા અને સૌથી ઓછું આણંદ બેઠક 61.13 ટકા મતદાન થયું છે.
અમિત ચાવડાનું શિક્ષણ:અમિત ચાવડાનો જન્મ 24 એપ્રિલ 1974માં ગુજરાતના આણંદમાં થયો હતો. તેમનું આખું નામ અમિતભાઈ અજીતભાઈ ચાવડા છે. તેમણે વર્ષ 1995માં ટેક્નિકલ એક્ઝામિનેશન બોર્ડ, ગાંધીનગરથી કેમિકલ એન્જીનિયરિંગમાં ડિપ્લોમાનો અભ્યાસ કર્યો છે. તેમની પત્નીનું નામ રાજકુંવરબા અને પુત્રીનું નામ પ્રિયંકા છે. અમિત ચાવડાના (Gujarat Congress candidate Amit Chavda) ભરતસિંહ સોલંકી અને માધવસિંહ સોલંકી સાથે ઘરેલૂ સંબંધ છે. અમિત ચાવડા ભરતસિંહ સોલંકીના પિતરાઈ ભાઈ છે. આમ અમિત ચાવડા શરૂઆતથી જ રાજકીય પરિવાર સાથે સંબંધ ધરાવે છે.
રાજકારણમાં પ્રવેશ:અમિત ચાવડાનો જન્મ આણંદ જિલ્લાના આંકલાવમાં થયો છે અને તેઓ તેમના જીવનના શરૂઆતના દિવસોથી જ રાજકીય અને સામાજિક પ્રવૃત્તિઓમાં સક્રિય હતા. તેઓ NSUI અને બાદમાં ભારતીય યુવા કોંગ્રેસમાં સક્રિય હતા. અમિત ચાવડા 47 વર્ષના છે તેમના વિશે જાણીએ તો, તેઓ આણંદના આંકલાવના ધારાસભ્ય છે.
અમિત ચાવડાની રાજકીય કારકિર્દીના સીમાચિહ્ન : છેલ્લી ચાર ટર્મથી તેઓ ચૂંટાતા આવે છે. 2004માં પ્રથમ વખત તેઓ બોરસદથી વિધાનસભાની ચૂંટણી જીત્યા હતા. 2012ની વિધાનસભાની ચૂંટણી જીત્યા પછી વિધાનસભામાં તેમણે વિરોધપક્ષનો નવો કારભાર મળ્યો હતો. અમિત ચાવડા રાજકીય પરિવારમાંથી આવે છે. તેમના દાદા ઈશ્વર ચાવડા એક સમયે સાંસદ હતા. જ્યારે ઈશ્વરભાઈ ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન માધવસિંહ સોલંકીના સસરા હતા. 19 માર્ચ 2018માં ભરતસિંહ સોલંકીએ કોંગ્રેસ પ્રમુખ પદેથી રાજીનામુ આપ્યા બાદ તેમને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા.
વિવાદિત નિવેદન:વર્ષ 2020 માં ગુજરાત વિધાનસભાના (Gujarat assembly election 2022) ટૂંકા સત્રમાં કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાના નિવેદન પર ભારે ગરમા ગરમી થઈ ગઈ હતી. નીતિન પટેલ અંગે કરેલા નિવેદનને સાબિત કરવા અથવા માફી માગવા નીતિન પટેલે ચાવડાને પડકાર આપ્યો હતો. વિધાનસભા સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીએ પણ ચાવડાને પોતાના નિવેદનના પુરાવા રજૂ કરવા ફરમાન કર્યું હતું. કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ કહ્યું હતું કે, નીતિન પટેલે હાઇકોર્ટમાં કહ્યું કે, લોક ડાઉનમાં ટ્રાન્સપોર્ટેશન સેવા સરખી રીતે ચાલુ ન હોવાના કારણે વેન્ટીલેટર ન આવી શક્યા. આ સાંભળીને નીતિન પટેલે ગૃહમાં વાંધો ઉઠાવીને કહ્યું કે, મેં હાઇકોર્ટમાં આવુ કઇ કહ્યું જ નથી. આ નિવેદન બદલ અમિત ચાવડા પુરાવા આપે અથવા ગૃહમાં માફી માંગે. આ મુદ્દે ગરમાગરમી થતાં ગૃહમાં ભાજપ-કૉંગ્રેસનાં ધારાસભ્યો ઉભા થઈ ગયા હતા અને ઉગ્રતા થઈ હતી.