અમદાવાદભારતીય જનતા પાર્ટીએ અત્યાર સુધીમાં કુલ 181 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે, જેમાં 58 ઓબીસી, 44 પાટીદાર, 15 ક્ષત્રિય, 26 એસટી અને 13 બ્રાહ્મણને ટિકીટ આપી છે. જો કે માલધારી સમાજને ટિકીટ નહી આપતાં તેઓ નારાજ થયા છે. તેની સાથે મૂળ કોંગ્રેસી હોય અને ભાજપમાં જોડાયા હોય તેવા 24 ઉમેદવારોને ભાજપે ટિકીટ આપી છે. એટલે કે 24 બેઠક પર કોંગ્રેસના મૂળના ભાજપના ઉમેદવારો ( BJP Candidates from Congress Origin ) છે. આ 24 બેઠક પર મૂળ કોંગ્રેસી ઉમેદવારનો કબજો છે, તે ગમે તે પક્ષમાં હોય પણ તે બેઠક પર તે જીતે જ છે.
છેલ્લા પાંચ વર્ષમાં કુલ 18 કોંગી ધારાસભ્યો ભાજપમાં જોડાયા 2017થી 2022 સુધીમાં મુળ કોંગ્રેસી હોય તેવા કુલ 18 ધારાસભ્યો ભાજપમાં જોડાયા હતા, તેમાંથી એક બ્રિજેશ મેરજાને ટિકીટ નથી મળી. તેમજ હકુભા જાડેજા અને ધવલસિંહ ઝાલાને ટિકીટ મળી નથી. આમ કુલ 15 નેતાને ભાજપે ટિકીટ આપી છે. એટલે કે ચૂંટણી ( Gujarat Assembly Election 2022 ) ની વૈતરણી પાર કરવા કોંગ્રેસના સહારે ભાજપની નાવડી નીકળી છે.
24 બેઠક પર કોંગ્રેસી વચ્ચે લડાઈહાલ તો ભાજપે કોંગ્રેસી 24 ઉમેદવારો જે કોંગ્રેસમાંથી રાજીનામા આપીને ભાજપમાં જોડાયા છે, તેમના પર 100 ટકા જીતનો વિશ્વાસ મુક્યો છે. 24 બેઠકો પર ભલે ચિહ્ન ભાજપના કમળનું હોય પણ તે બેઠક પર કોંગ્રેસીઓ વચ્ચે લડાઈ રહેશે. ભાજપના વફાદાર કાર્યકર્તાઓ મૂળ કોંગ્રેસી હોય ( BJP Candidates from Congress Origin ) તેવા ઉમેદવારોને જીતાડવા માટે મહેનત કરશે અને પ્રચાર પણ કરશે.
કયા 24 કોંગ્રેસીઓને ભાજપની ટિકિટભાજપે કયા 24 કોંગ્રેસ ગોત્રનાને પોતાનામાં પલટાવ્યાં ( BJP Candidates from Congress Origin )એની નામજોગ યાદી જોઇએ તો(1) ઝાલોદ- ભાવેશ કટારા, (2) તલાલા- ભગાભાઈ બારડ, (3) ખેડબ્રહ્મા- અશ્વિન કોટવાલ, (4) વિસાવદર- હર્ષદ રિબડીયા, (5) વિરમગામ- હાર્દિક પટેલ, (6) જસદણ- કુંવરજી બાવળિયા, (7) ગાંધીનગર દક્ષિણ- અલ્પેશ ઠાકોર, (8) છોટાઉદેપુર- રાજેન્દ્ર રાઠવા- મોહનસિંહ રાઠવાના પુત્ર, (9) સિદ્ધપુર- બળવંતસિંહ રાજપુત, (10) વડગામ- મણિભાઈ વાઘેલા, (11) અબડાસા- પદ્મુમનસિંહ જાડેજા, (12) સાણંદ- કનુ પટેલ, (13) જેતપુર- જયેશ રાદડિયા, (14) જામનગર ગ્રામ્ય- રાઘવજી પટેલ, (15) માણાવદર- જવાહર ચાવડા, (16) ઠાસરા- યોગેન્દ્ર પરમાર, (17) ધારી- જે વી કાકડિયા, (18) બાલાસિનોર- માનસિંહ ચૌહાણ, (19) ગોધરા- સી કે રાઉલજી, (20) કરજણ- અક્ષય પટેલ, (21) માંડવી- કુંવરજી હળપતિ, (22) કપરાડા- જીત ચૌધરી, (23) વાગરા- અરૂણસિંહ રાણા અને (24) નડિયાદ- પંકજ દેસાઈ.
ચાર કોંગ્રેસીઓની ટિકિટ કપાઈભાજપની અત્યાર સુધી જે યાદી બહાર પડી છે, તેમાં પક્ષપલટુઓ ( BJP Candidates from Congress Origin )ફાવી ગયા છે. જો કે મૂળ કોંગ્રેસી પણ પક્ષ છોડીને ભાજપમાં આવ્યા હોય તેવા મોરબીમાં બ્રિજેશ મેરજા, જામનગરમાં હકુભા જાડેજા, બાયડમાંથી ધવલસિંહ ઝાલા અને ધ્રાંગધ્રામાંથી પરસોત્તમ સાબરિયાની ટિકીટ કપાઈ છે. તેમને પસ્તાવાનો વારો આવ્યો છે.
નિષ્ણાતનો મત રાજકીય બાબતોના જાણકાર શિરીષ કાશીકરે ETV Bharat ને જણાવ્યું હતું કે 2022ની વિધાનસભાની ચૂંટણી ( Gujarat Assembly Election 2022 ) ના બ્યુગલ બે વર્ષ પહેલાં જ વાગી ગયા હતાં. રાજ્યસભાની ચૂંટણી વખતે ભાજપે કોંગ્રેસના ધારાસભ્યોની કરેલી તોડફોડે કોંગ્રેસને હચમચાવી નાખી અને કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા તમામ ધારાસભ્યોને ( BJP Candidates from Congress Origin )ભાજપે પોતાની ટિકિટ પર જીતાડીને એમનું "રાજનૈતિક શુદ્ધિકરણ" કર્યું છે. પરિણામે જે વિસ્તારોમાં ત્રણ દાયકાના શાસન બાદ પણ ભાજપ હજુ પગપેસારો નથી કરી શક્યો ત્યાં જીતવાની અને રેડીમેડ લોકપ્રતિનિધિ બનાવવાની સફળ ફોર્મ્યુલા તેને હાથમાં લાગી ગઈ. આ ફોર્મ્યુલાનો ભાજપ અત્યારે પણ ભરપૂર ઉપયોગ કરીને મૂળ કોંગ્રેસી નેતાઓ અને તેમના કાર્યકર્તાઓના સહકારથી પોતાની તાકાત વધારી રહ્યો છે.
શક્તિશાળી બીજી હરોળ ઊભી કરવાની બાકીકાશીકરે વધુમાં કહ્યું હતું કે આ એક સંકેત છે કે ભાજપે હજુ પોતાની શક્તિશાળી બીજી હરોળ ઊભી કરવાની બાકી છે અને એવું નથી થયું. એટલે એને પોતાના જૂના રાજકીય દુશ્મનોને વ્હાલા કરવા પડે છે. બીજી રાજનૈતિક વાસ્તવિકતા એ છે કે ભાજપે જે બેઠકો જીતવાનો લક્ષ્યાંક રાખ્યો છે એ આવી તોડફોડ કર્યા વગર શક્ય જ નથી, ભાજપના જૂના કાર્યકરો કે ટિકિટવાંછુ નેતાઓએ પણ આ કડવી વાસ્તવિકતા સ્વીકારી લીધી છે. હવે જોવાનું એ છે કે વાસ્તવમાં કોંગ્રેસી મૂળના કેટલા નેતાઓ ગુજરાત વિધાનસભા ચૂંટણી ( Gujarat Assembly Election 2022 ) જીતી શકે છે અને ભાજપની વિચારધારા ( BJP Candidates from Congress Origin )સાથે ખરેખર ભળી શકે છે.