અમદાવાદ : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat assembly election 2022) યોજાઈ રહી છે. ભાજપે તેના ઉમેદવારોની પસંદગીમાં મોટા ફેરફાર કર્યા છે. જો કે ભાજપે મુખ્યપ્રધાનનો ઉમેદવાર બદલવાની ના પાડી દીધી છે. મતલબ જો ભાજપ ફરી સત્તામાં આવે તો ભુપેન્દ્ર પટેલ ફરીથી મુખ્યપ્રધાનના સપથ લેતા જોવા મળશે. ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયા વિધાનસભાના ધારાસભ્ય (Bhupendra Patel is the MLA of Ghatlodia) છે. ઘાટલોડિયા બેઠક પરથી ગુજરાતને બે મુખ્યપ્રધાન મળ્યા છે. વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં આનંદીબેન પટેલે (Anandi patel former cm of gujarat) કોંગ્રેસના ઉમેદવાર રમેશ પટેલને એક લાખથી વધુ મતોની સરસાઈથી હરાવ્યા હતા. ત્યારબાદ તેઓ ગુજરાતના મુખ્યપ્રધાન બન્યા હતા. જો કે પાટીદાર અનામત આંદોલનમાં (Patidar reservation movement) તેમણે CM પદેથી રાજીનામું આપવું પડ્યું હતું. વિજય રૂપાણીના (vijay rupani BJP) રાજીનામાં બાદ ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના મુખ્યપ્રધાન બન્યા હતા.
મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલનું કબૂલાતનામું:રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે પોતાનું ઉમેદવારી પત્ર ઘાટલોડિયાથી ભર્યું છે. તેમને જેમાં તેમણે કરેલી એફિડેવિટ મુજબ તેમની પાસે 8.22 કરોડની સ્થાવર અને જંગમ સંપત્તિ હોવાનું દર્શાવ્યું છે. જેમાં જંગમ સંપત્તિ 3.63 કરોડ અને સ્થાવર- 4.59 કરોડ છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઘાટલોડિયા બેઠક પરથી કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. પ્રભાત ચોકથી સોલા મધ્યસ્થ કાર્યાલય સુધી ભવ્ય રોડ શો પણ કર્યો હતો.