વડોદરા:ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનો(gujarat legislative assembly 2022) માહોલ જામ્યો છે. ચૂંટણીનાપ્રથમ તબક્કાના મતદાનને(Polling for the first phase of the election) હવે 10 દિવસ જેટલો સમય બાકી છે. મતદારોને આકર્ષવા માટે દરેક પક્ષ એડીચોટીનું જોર લગાવી રહ્યો છે. ત્યારે ભાજપે(bhartiya janta party) તેના કેન્દ્રીય નેતૃત્વને મેદાને ઉતાર્યું છે. જે અંતર્ગત કેન્દ્રીયપ્રધાન પુરૂષોત્તમ રૂપાલાએ(central Minister Purushottam Rupala) વડોદરામાં જાહેર સભા યોજી હતી. અને જનસભાને સંબોધન કર્યું હતું.
આગવી અદામાં આકરા પ્રહાર: પાદરા વિધાનસભા બેઠક ઉપરના ભાજપના ઉમેદવાર ચૈતન્યસિંહ ઝાલાના ચૂંટણી પ્રચાર અર્થે જાહેર સભા યોજાઈ હતી. કેન્દ્રીયપ્રધાન પુરૂષોત્તમ રૂપાલાએ જાહેર સભાને સંબોધન કર્યું હતું. જેમાં મોટી સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહી હતી. જનસભામાં રૂપાલાએ પોતાની આગવી અદામાં ગામઠી લહેકા સાથે વિરોધી રાજકીય પક્ષો અને હરિફ ઉમેદવારો ઉપર આકરા પ્રહારો કર્યા હતાં. ઉપરાંત નર્મદા યોજનાને 10 વર્ષ અટકાવી રાખવા બદલ કોંગ્રેસને ઘેરી હતી.