ગુજરાત

gujarat

ETV Bharat / assembly-elections

કરજણ વિધાનસભા પર ત્રણેય પક્ષના પાટીદાર ઉમેદવારો વચ્ચે જામશે જંગ

ગુજરાત વિધાનસભા ચૂંટણી(Gujarat assembly election 2022) યોજાઈ રહી છે ત્યારે વડોદરા જિલ્લાની કરજણ બેઠક (Karjan assembly seat) ખુબ ચર્ચામાં રહી છે. પાટીદારોનું પ્રભુત્વ (patidar vote bank) ધરાવતી આ બેઠક પરથી ત્રણેય પાર્ટીએ પાટીદાર ઉમેદવારોને મેદાને ઉતાર્યા છે.ભાજપના પૂર્વ ધારાસભ્ય સતિષ પટેલને ટિકિટ ન મળતા નારાજગી દાખવી હતી. પરંતુ પ્રદેશ મહોળી મંડળની ભારે સમજાવટ બાદ તેઓ ભાજપમા જ રહ્યા છે.ત્યારે ચોક્કસથી અહીં ત્રિપંખીયો જંગ જોવા મળશે.

કરજણ વિધાનસભા પર ત્રણેય પક્ષના પાટીદાર ઉમેદવારો વચ્ચે જામશે જંગ
all-three-candidates-are-patidars-on-the-patidar-dominated-karjan-seat

By

Published : Nov 24, 2022, 1:25 PM IST

વડોદરા:ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 (Gujarat assembly election 2022) માટે વડોદરા જિલ્લાની કરજણ વિધાનસભા બેઠક (Karjan assembly seat) ખુબ ચર્ચામાં છે. ભાજપ,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના આ બેઠકના ઉમેદવારો જાહેર થઇ ગયાં છે. સાથે ભાજપના પૂર્વ ધારાસભ્ય સતિષ પટેલને (former bjp mla satish patel) ટિકિટ ન મળતા નારાજગી દાખવી હતી. પરંતુ પ્રદેશ મહોળી મંડળની ભારે સમજાવટ બાદ તેઓ ભાજપમા જ રહ્યા છે ત્યારે આ બેઠક પર સૌથી વધુ પાટીદાર વર્ચસ્વ (patidar vote bank) હોઈ ત્રણે પાર્ટી દ્વારા અહીં પટેલ ઉમેદવારને મેદાનમાં મુકવામાં આવ્યા છે. ત્યારે ચોક્કસથી અહીં ત્રિપંખીયો જંગ જોવા મળશે.

આમ આદમી પાર્ટીનો ઉમેદવાર:કરજણ વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર પરેશ પટેલ આમ આદમી પાર્ટીમાંથી ટિકિટ આપવામાં આવી છે. તેઓ વર્ષ 2012 થી આમ આદમી પાર્ટી સાથે જોડાયેલ છે. તેઓ પાટીદાર આંદોલનથી જ આમ આદમી પાર્ટી સાથે જોડાયેલ છે. તેઓ વડોદરા જિલ્લા આમ આદમી પાર્ટીના ઉપ્રમુખ પદે અને 2020માં કરજણ તાલુકાના પ્રભારી પણ રહી ચૂક્યા છે.તેઓ દ્વારા સતત આમ આદમી પાર્ટીના પ્રખર કાર્યકર તરીકેની ભૂમિકાને લઇ આમ આદમી પાર્ટી દ્વારા ટિકિટ ફાળવવામાં આવી છે.

કોંગ્રેસનો ઉમેદવાર:કરજણ વિધાનસભા બેઠક પર કોંગ્રેસે પ્રીતેશ પટેલને મેદાને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. પ્રિતેશ પટેલ વર્ષ 2007થી સંગઠન સાથે જોડાયેલ છે. તેઓ NSUI સાથે પણ જોડાયેલ છે. 2012થી સક્રિય કાર્યકર્તા તરીકેની મહત્વની ભૂમિકા ભજવી છે. 2020માં કરજણ તાલુકા કોંગ્રેસ સંગઠન પ્રમુખ તરીકેની મહત્વની કામગીરી કરી છે. આ બેઠક પર કોંગ્રેસે પ્રીતેશ પટેલને ટિકિટ આપી છે.

ભાજપના ઉમેદવાર:કરજણ બેઠક પર ભાજપાના અક્ષય પટેલને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.અક્ષય પટેલ 2012માં ભાજપમાંથી સતિષ પટેલ સામે હાર્યા હતા. ત્યારબાદ 2017માં કોંગ્રેસમાંથી ચૂંટાઈ આવ્યા હતા. તેઓ વર્ષ 2020માં પક્ષ પલટો કરી ભાજપમાં જોડાઈ બાય ઇલેક્શનમાં ભાજપમાંથી ચૂંટણી જીત્યા હતા.આ બેઠક પર ફરી એકવાર ભાજપે અક્ષય પટેલને ટિકિટ આપી છે.

મતદારોની સંખ્યા:વડોદરા જિલ્લાની કરજણ વિધાનસભા બેઠક પર કુલ 2,13,054 મતદારો નોંધાયા છે. જેમાં પુરુષ મતદારોની સંખ્યા 1,08,510 તો સ્ત્રી મતદારોની સંખ્યા 1,04,533 નોંધાયા છે અને અન્ય 11 મતદારો નોંધાયા છે. આ બેઠક પર જ્ઞાતિ સમીકરણની વાત કરવાના આવે તો પાટીદાર મતદારોની સંખ્યા સૌથી વધુ છે. આ બેઠક પર પટેલ, બ્રાહ્મણ, વસાવા, રાજપૂત, તડવી, મુસ્લિમ, એસી એસટી મતદારોનું પ્રભુત્વ રહેલું છે.

2017નું પરિણામ: 2017 માં આ બેઠક પર ભાજપ પક્ષ તરફથી સતિષ પટેલને ટિકિટ આપવામાં આવી હતી અને કોંગ્રેસ પક્ષમાંથી અક્ષય પટેલને ટિકિટ આપવામાં આવી હતી. જેમાં ભાજપના સતિષ પટેલને 70,523 મત મળ્યા હતા. તો કોંગ્રેસના અક્ષય પટેલને 74,087 મત મેળવી આ બેઠક પર કોંગ્રેસની જૂજ સરસાઈ થી જીત થઈ હતી. આ બેઠક પર 2017 માં કોંગ્રેસ માંથી જીતેલ અક્ષય પટેલે પક્ષ પલટો કરી ભાજપમાં જોડાયા હતા. જેથી 2020 માં ફરી ચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં ભાજપ તરફથી અક્ષય પટેલ અને કોંગ્રેસ તરફથી કિરીટસિંહ જાડેજા લડ્યા હતા. જેમાં ભાજપના અક્ષય પટેલની જીત થઈ હતી.

ABOUT THE AUTHOR

...view details