ગુજરાત

gujarat

રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારને બ્રેઇન સ્ટ્રોક, અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ

By ETV Bharat Gujarati Team

Published : Jun 20, 2024, 7:06 AM IST

રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારને બ્રેઇન સ્ટ્રોક
રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારને બ્રેઇન સ્ટ્રોક (Etv Bharat Gujarat)

અમદાવાદ: રાજ્યકક્ષાના પુરવઠામંત્રી 70 વર્ષીય ભીખુસિંહ પરમારને બ્રેઇન સ્ટ્રોક આવતા તેમને યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે. સરપંચથી શરૂ થયેલી તેમની રાજકીય સફર રાજ્યકક્ષાના મંત્રી સુધી પહોંચી છે. તેઓ પાંચ વાર વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા. વર્ષ 1995માં પ્રથમવાર મોડાસા સીટ પરથી ચૂંટણી લડ્યા હતા. 2002માં તેઓ અપક્ષ તરીકે વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા, 2007માં બસપામાંથી મોડાસા સીટ પરથી ચૂંટણી લડ્યા હતા અને હાર થઇ હતી. 2017માં ભાજપમાંથી મોડાસા સીટ પરથી ચૂંટણી લડ્યા, પણ 1640 વોટથી હાર થઇ હતી. 2022માં ભાજપે ફરી ટિકિટ ફાળવી અને ભીખુસિંહ પરમાર મોડાસા સીટ વિજેતા બન્યા. પ્રથમવાર ધારાસભ્ય બન્યા અને ભૂપેન્દ્ર પટેલના કેબિનેટમાં રાજ્યકક્ષાના મંત્રીઓમાં સ્થાન મળ્યું.

ABOUT THE AUTHOR

...view details