ETV Bharat / snippets

ભુજ વેરાવળ જતી બસમાં મુસાફરને બેભાન કરી રોકડ-મોબાઈલની ચોરી કરનારને ૫ વર્ષની સજા

author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 30, 2024, 2:42 PM IST

મોરબી કોર્ટ
મોરબી કોર્ટ (Etv Bharat Gujarat)

મોરબી: ગત 1 જૂન 2021ના રોજ ભુજથી-વેરાવળ જતી એસટી બસમાં કોડીનારના આણંદપુરના ભરતગીરી ગોસ્વામી નામના મુસાફરને બાજુમાં બેસેલા મુસાફરે ઠંડાપીણાની બોટલમાં ઘેનયુક્ત દવા મિક્સ કરીને બેભાન કરીને રોકડ 5 હજાર સહિત મોબાઈલની ચોરી કરી હતી. આ મામલે જુનાગઢ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી અને જુનાગઢ પોલીસે ગુનો ટ્રાન્સફર કરી ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી અને પોલીસે આરોપીને ઝડપી લીધો હતો. આ કેસ મોરબીની કોર્ટે આરોપી નીતિન રમેશ ભટ્ટને દોષી ઠેરવીને ૫ વર્ષની સખ્ત કેદની સજા સાથે 5 હજારનો દંડ ફટકાર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.