ગુજરાત

gujarat

ETV Bharat / videos

પ્રાથમિક સુવિધા ન મળતા તેન ગામના લોકોનું તાલુકા પંચાયત કચેરીએ 'હલ્લાબોલ' - Surat News - SURAT NEWS

By ETV Bharat Gujarati Team

Published : Jul 8, 2024, 10:58 PM IST

સુરતઃ બારડોલી તાલુકાના તેન ગામના ગૌચર ફળીયાના લોકોને પ્રાથમિક સુવિધા મળતી ન હોવાથી તેઓ મોરચો લઈને બારડોલી તાલુકા પંચાયત કચેરીએ પહોંચ્યા હતા. ગામવાસીઓએ તાલુકા વિકાસ અધિકારીને સમસ્યાઓની રજૂઆત કરી હતી.

પ્રાથમિક સુવિધાનો અભાવઃ બારડોલી તાલુકાનાં તેન ગામના ગૌચર ફળિયાના રહીશો આજે મોરચો લઈને તાલુકા પંચાયત કચેરીમાં પહોંચ્યા હતા. રહીશોને રસ્તા, પાણી, ગટર અને વીજળી જેવી પ્રાથમિક સુવિધા મળતી ન હોવાની તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી હતી. તેમની સાથે ઉપસરપંચ સહિત ગ્રામ પંચાયતના 7 સભ્યો પણ જોડાયા હતા. છેલ્લા ઘણા સમયથી તેન ગામના ગૌચર ફળિયાના લોકોને પ્રાથમિક સુવિધા મળતી ન હોય અનેક વખત ગ્રામ પંચાયતને રજૂઆત કરવામાં આવી છે. રહીશોનું કહેવું છે કે, તેમને પાણી, ગટર, રસ્તા, લાઇટ સહિતની યોગ્ય સુવિધા મળતી નથી. અનેક સ્ટ્રીટ લાઇટો બંધ હાલતમાં છે તો રસ્તાઓ પણ બિસ્માર થઈ ગયા છે. ફળિયામાંથી પસાર થતી ગટર લાઇન ઉભરાઇ જાય તો ઘરમાં પાણી ઘૂસી જાય છે. જેને કારણે સ્થાનિક રહીશોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે.


રજૂઆતોની અસર નહીંઃ  સરપંચને રજૂઆત કરવા છતાં તેઓ રહીશો સાથે યોગ્ય વ્યવહાર કરતાં ન હોવાનો આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે. આથી પ્રાથમિક સુવિધાના અભાવથી રહીશો રોષે ભરાયા હતા અને સોમવારના રોજ પ્રથમ ગ્રામ પંચાયત કચેરી ખાતે અને ત્યારબાદ બારડોલી તાલુકા પંચાયત કચેરી ખાતે મોરચો લઈને પહોંચ્યા હતા ને તેમને પડતી તકલીફો અંગે તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી હતી. 

ઉપસરપંચ સહિત સાત સભ્યો પણ જોડાયાઃ  ગામના ઉપસરપંચ સંજયભાઈ પ્રવીણભાઈ ચૌધરી સહિત સાત સભ્યો પણ ખુદ રજૂઆત કરવામાં આવ્યા હતા. અને તેમની રજૂઆત પણ સાંભળવામાં આવતી ન હોવાનું જણાવ્યુ હતું. સંજયભાઈ જણાવ્યુ હતુ કે અમારા વિસ્તારમાં અનેક તકલીફો પડી રહી છે પરંતુ સરપંચ અમારી વાત સાંભળતા ન હોય અમે તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરવામાં આવ્યા છીએ. 

શું કહે છે ટીડીઓ?: આ અંગે તાલુકા વિકાસ અધિકારી વિભૂતિબેન સેવકે જણાવ્યુ હતું કે, તેન ગામના રહીશો અને સાત સભ્યોએ આવેદનપત્ર આપ્યું છે.  તેમના કામો ન થતાં હોવા બાબતે બાબતે રજૂઆત કરી છે. જે અંગે તપાસ કરાવી અને તે પૂર્ણ કરવાના પ્રયાસો કરીશું.  

  1. Surat News: ખાનગી પ્લોટમાં ગેરકાયેદસર બંધાઈ રહેલ પોલીસ ચોકીનો વિરોધ કરાયો  
  2. કચરો નાખવા દોડતી ભાવનગરની મહિલાઓ, 15 દિવસેય ટેમ્પલ બેલ ન ડોકાતાં મહિલાઓ લાલઘૂમ

ABOUT THE AUTHOR

...view details