કચ્છમાં ભાજપના ચૂંટણી પ્રચારના પ્રવાસ દરમિયાન, પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ નોંધાયો - Purushottam Rupala - PURUSHOTTAM RUPALA
Published : Apr 7, 2024, 6:53 PM IST
કચ્છ: પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ દિવસેને દિવસે વધી રહ્યો છે. હવે કચ્છમાં પણ પુરુષોત્તમ રૂપાલાનો જોવા મળી રહ્યો છે. આજે સવારના સમયે ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાના ગાંધીધામ તાલુકાના અંતરજાળ ગામના પ્રવાસ દરમિયાન લોકોએ વિરોધ નોંધાવ્યો હતો. રૂપાલા હાય હાય અને ભાજપ હાય હાયના નારા લગાવ્યા હતા. તો સોશિયલ મીડિયામાં વિરોધનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. પરસોતમ રૂપાલાના વિવાદિત નિવેદનને લઈને ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. તો કચ્છના ક્ષત્રિય સમાજના લોકો પણ ભાજપના ચૂંટણી પ્રચારના પ્રવાસ દરમિયાન ભાજપના કાર્યકર્તાઓ અને ઉમેદવાર સામે વિરોધ કરી રહ્યા છે. કચ્છમાં ઠેર ઠેર ભાજપના પ્રવેશ નિષેધના બેનર પણ લગાવવામાં આવ્યા છે. ક્ષત્રિય સમાજના ગામોમાં ચૂંટણી બહિષ્કાર સહિતના સૂત્રોચાર સાથે વિરોધ કરવામાં આવી રહ્યો છે. આજે સતત બીજા દિવસે પ્રવાસ દરમિયાન લોકો વિરોધ નોંધાવ્યો હતો.