ગુજરાત

gujarat

ETV Bharat / videos

મુંબઈ અમદાવાદ હાઇવે પારડી નજીક આગળ ચાલતા વાહને બ્રેક મારતા પાછળ આવતા ત્રણ વાહન એક પાછળ એક અથડાયા - VALSAD ACCIDENT - VALSAD ACCIDENT

By ETV Bharat Gujarati Team

Published : Jun 8, 2024, 9:31 PM IST

વલસાડ: મુંબઈ અમદાવાદ નેશનલ હાઇવે ઉપર પારડી નજીકમાં આજે સવારે આઇશર ટેમ્પોની આગળ ચાલી રહેલ એક અજાણ્યા વાહન ચાલકે આકસ્મિક બ્રેક મારતાં આઇશર ટેમ્પો પાછળ આવતા ટ્રક એક પછી એક એમ ત્રણ વાહનો એકની પાછળ એક ભટકાતાં અકસ્માત સર્જાયો હતો જેને પગલે સવારે હાઇવે ઉપર ટ્રાફિક જામ સર્જાયો હતો.

ગીતાંજલી કોમ્પલેક્ષ પાસે અકસ્માત: પારડી નેશનલ હાઇવે નં 48 પર આવેલા ગીતાંજલી કોમ્પલેક્ષ સામે મુંબઈ તરફ જવાના ટ્રેક પરથી શનિવારના રોજ સવારે છ વાગ્યાની આસપાસ પસાર થતો ટેમ્પો નં GJ-16-Z-8767 ના આગળ ચાલતા કોઈ વાહને અચાનક બ્રેક મારતા ટેમ્પા ચાલકે પણ બ્રેક મારી હતી અને જેને પગલે ટેમ્પો પાછળ આવતા ટ્રેલર નંબર MH-04-FJ-5162 અને ટ્રક નંબર GJ-03-BZ-9254 ના ચાલકે કાબૂ ગુમાવતા આ ત્રણેય વાહનો એક પાછળ એક અથડાયા હતા.

ત્રણે વાહનોના ચાલકોનો ચમત્કારિક બચાવ: આ અકસ્માતમાં ત્રણેય વાહનોના કેબિનના ભાગને નુકશાન પહોંચ્યું હતું પરંતુ સદનસીબે આ ત્રણેય વાહનોના ચાલકોનો ચમત્કારિક બચાવ થયો હતો. જોકે આ અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિક જામ સર્જાઈ ગયો હતો. જે અંગેની જાણ પારડી પોલીસને થતાં તેવો આવી પહોંચી હતી અને સાથે હાઇવે પેટ્રોલીંગ ટીમ પણ આવી પહોંચી હતી.

અકસ્માતને પગલે વાહનની લાંબી લાઈનો લાગી: ત્રણ વાહનો એક પછી એક અથડાયા બાદ હાઇવે ઉપર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી જેને પગલે ઘટના સ્થળે ક્રેન મંગાવી હતી અને ત્રણેય વાહનોને હાઇવે પરથી સાઇડે કરાવી ટ્રાફિક જામ હળવો કર્યો હતો. આ અકસ્માતને પગલે ખાસ કરીને વહેલી સવારે વાપી નોકરીએ જતા નોકરિયાતો અટવાઈ પડ્યા હતા ને ફરજ પર મોડા પહોંચ્યા હતા.
આમ આજે વલસાડ જિલ્લામાં સવારે હાઇવે ઉપર અકસ્માત બાદ ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી જોકે ઘટનનામાં કોઈ જાનહાની બની ન હતી. 

ABOUT THE AUTHOR

...view details