લારી-ગલ્લા અને પાથરણાં વેપારીઓએ તંત્ર સામે બાંયો ચડાવી, ઈડર શહેર પોલીસ છાવણીમાં ફેરવાયું - Idar traders protest - IDAR TRADERS PROTEST
Published : Jun 13, 2024, 3:15 PM IST
સાબરકાંઠા : તાજેતરમાં જ ઈડર નગરપાલિકા દ્વારા જાહેર માર્ગની સાઈડમાં ધંધો રોજગાર કરતા વેપારીઓને દૂર કરવામાં આવ્યા હતા. આ મામલે વિરોધ નોંધાવવા વેપારીઓને રેલીની મંજૂરી માંગી હતી. જોકે, રેલીની મંજૂરી ન અપાતા વેપારીઓ તંત્ર સામે ભારે રોષે ભરાયા છે. હવે નગરપાલિકા વિસ્તારમાં લારી-ગલ્લા તેમજ પાથરણાં વેપારીઓ આક્રમક મૂડમાં આવ્યા છે. વેપારીઓની માંગ છે કે, તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા ન કરવામાં આવે ત્યાં સુધી પોતાની જગ્યા પર ધંધો રોજગાર કરવા દેવામાં આવે. નોંધનીય છે કે, વેપારીઓએ તંત્ર સામે બાંયો ચડાવી વિરોધ યથાવત રાખતા સતત બે દિવસથી ઇડર શહેરમાં શાકભાજી ફ્રુટ તેમજ જીવન જરૂરિયાત ચીજવસ્તુઓનો ધંધો રોજગાર ઠપ્પ થયા છે. ઉપરાંત પ્રજાજનોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. સમગ્ર ઈડર શહેર સહિત સરકારી કચેરી પણ છાવણીમાં ફેરવાઈ છે. હજુ પણ આવનાર દિવસોમાં તંત્ર દ્વારા વેપારીઓની માંગ ન સ્વીકારવામાં આવે તો વિરોધ યથાવત રહેશે.