દિલ્હી-મેરઠ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, માતા-પુત્રનું ઘટનાસ્થળે જ મોત, રોંગ સાઈડથી આવી રહી હતી કાર - Delhi Meerut Expressway Accident - DELHI MEERUT EXPRESSWAY ACCIDENT
Published : Jul 23, 2024, 10:13 AM IST
નવી દિલ્હી/ગાઝિયાબાદ: દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વે પર થયેલા ભયાનક અકસ્માતનો વીડિયો સામે આવ્યો છે. ખોટી દિશામાંથી આવી રહેલી કારે સ્કૂટર પર સવાર માતા-પુત્રને ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બંને હવામાં કેટલાય ફૂટ ઉછળીને રસ્તા પર પડી ગયા. અકસ્માતમાં બંનેના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. કાર ચાલકની ભૂલને કારણે બે લોકોએ કેવી રીતે જીવ ગુમાવ્યો હતો.
બંને રવિવારે રાત્રે મેરઠથી દિલ્હી જઈ રહ્યા હતા: આ મામલામાં પોલીસે જણાવ્યું કે, આ દુર્ઘટના રવિવારે રાત્રે ગાઝિયાબાદના મહેરૌલી અંડરપાસ પાસે થઈ હતી. માતા-પુત્ર સ્કૂટી પર મેરઠથી દિલ્હી જઈ રહ્યા હતા. એ જ લેનમાં રોંગ સાઈડથી કાર આવી રહી હતી. કારે સ્કૂટરને જોરથી ટક્કર મારી હતી. અકસ્માતમાં ઘાયલ થયેલા સ્કૂટર સવારોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં બંનેને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. મૃતકોની ઓળખ દિલ્હીના મધુ વિહાર પોલીસ સ્ટેશન વિસ્તારના વિનોદ નગરના રહેવાસી યશ ગૌતમ (20) અને તેની માતા મંજુ દેવી (40) તરીકે થઈ છે.
કાર ચાલક આરોપીની ધરપકડ: વધુમાં પોલીસે જણાવ્યું હતું કે અકસ્માત બાદ આરોપી કાર ચાલકની ધરપકડ કરવામાં આવી છે. અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઉપરાંત, એક્સપ્રેસ વે પર ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલર વાહનો પર સંપૂર્ણ પ્રતિબંધ છે. તેમ છતાં માતા-પુત્ર એક્સપ્રેસ વે દ્વારા ઘરે પરત ફરી રહ્યા હતા. ઘટના સમયે યશે હેલ્મેટ પહેર્યું હતું, જ્યારે તેની માતાએ હેલ્મેટ પહેર્યું ન હતું. આ અકસ્માત પછી પરિવારના સભ્યોમાં શોકનો માહોલ છે.