અમરેલી જીલ્લામાં ધોધમાર વરસાદ, મગફળી-કપાસનો પાક પલળી જતા ખેડૂતોને મોટી નુકસાની - AMRELI RAIN
Published : Oct 19, 2024, 9:41 PM IST
અમરેલી: અમરેલી જિલ્લાના ત્રણ તાલુકામાં શનિવારે ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી. અમરેલી જિલ્લાના બગસરા, લાઠી અને લીલીયા તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો છે. અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના હામાપુર, સાપર સહિતના ગ્રામીણ વિસ્તારમાં વરસાદ પડ્યો છે.
લીલીયા તાલુકાના ગ્રામીણ વિસ્તારની અંદર ધોધમાર વરસાદ પડ્યો છે. લીલીયા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂતોના ખેતરમાં પાક રહી જવાના કારણે પાક નુકસાની પહોંચી છે. બગસરા બાદ લીલીયા તાલુકામાં વરસાદ પડ્યો છે. લીલીયા તાલુકાના ભોરિંગડા, ટીમલી, ઊંઝા, પાદર અને ગોઢાવદર સહિતના ગ્રામીણ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે. વરસાદ પડતા ખેડૂતોમાં મુશ્કેલી સર્જાઈ છે. ગ્રામીણ વિસ્તારોમાં પાક મગફળી અને કપાસનો પાક પલળી જવાના કારણે મોટી નુકસાની પહોંચી છે.
અમરેલી જિલ્લાના ત્રીજા તાલુકા લાઠી તાલુકામાં વરસાદ પડ્યો હતો. લાઠી તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. લાઠી તાલુકામાં સૌથી વધારે મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે અને હાલ મગફળીનો પાક પરિપક્વ થયો હતો. ત્યારે લાઠી તાલુકાના તાજપર, નાના રાજકોટ સહિતના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ પડતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.