પુનર્જન્મની વાતો કરતી દક્ષા ઠાકોરની આજે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર સાથે મુલાકાત થઈ - Banaskantha News - BANASKANTHA NEWS
Published : Jun 27, 2024, 8:07 PM IST
બનાસકાંઠાઃ પાલનપુરના ખસા ગામની દક્ષા ઠાકોર પુનર્જન્મ થયો હોવાનો દાવો કરે છે. આ ઘટના સમાચારોમાં ચમક્યા બાદ આજે દક્ષા ઠાકોરની જિલ્લા કલેકટર અરુણકુમાર બરનવાલ સાથે મુલાકાત થઈ હતી. જેમાં દક્ષાએ કલેક્ટરે પુછેલા અનેક સવાલોના જવાબો આપ્યા હતા. તેણીએ હિન્દીમાં જવાબ આપ્યા હતા. જો કે આ મામલે જિલ્લા કલેકટર જણાવ્યું હતું કે, દક્ષા સાથે રૂબરૂ ચર્ચા કરી હતી. આ એક આશ્ચર્યજનક ઘટના છે. લોજિકલી સમજાય તેમ નથી. દીકરીની સલામતી અને તેના ભણતર માટે રજૂઆત કરી છે તેને ધ્યાન રાખી તંત્ર દ્વારા જરૂરી પગલાં લેવામાં આવશે. પાલનપુરના ખસા ગામની દક્ષા ઠાકોર પુનર્જન્મ થયો હોવાનો દાવો કરે છે. આ ઘટના સમાચારોમાં ચમક્યા બાદ આજે દક્ષા ઠાકોરની જિલ્લા કલેકટર અરુણકુમાર બરનવાલ સાથે મુલાકાત થઈ હતી.