શિકારની શોધમાં આંટાફેરા મારી રહેલા દીપડાને વનવિભાગે આ રીતે પકડ્યો... - Leopard Rescue in Surat - LEOPARD RESCUE IN SURAT
Published : Jul 26, 2024, 2:09 PM IST
સુરત: જિલ્લાના માંગરોળ તાલુકાના સાવા ગામે શિકારની શોધમાં આંટાફેરા મારી રહેલ 11 મહિનાનો દીપડો મારણની લાલચે પાંજરે પુરાઇ ગયો હતો.વન વિભાગની ટીમે સ્થળ પર દીપડાનો કબજો લઇને ઝંખવાવ રેસક્યું સેન્ટર ખાતે લઇ ગયા હતા.
દીપડાનું રેસ્ક્યૂ: દક્ષિણ ગુજરાત સહિત સુરત જિલ્લાના જંગલ વિસ્તારમાં બહોળી સંખ્યામાં દીપડાઓ વસવાટ કરે છે. અવાર નવાર દીપડાઓ શિકારની શોધમાં માનવ વસ્તી તરફ આવતા હોય છે અને પાલતુ પ્રાણીઓનો શિકાર કરતા હોય છે. ત્યારે સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના સાવા ગામના ઇન્દ્રજીત સિહના ફાર્મ પાસે એક દીપડો શિકારની શોધમાં આંટાફેરા મારતો હતો.જેને લઇને વાંકલ રેન્જ વન વિભાગની ટીમને જાણ કરવામાં આવતા વન વિભાગની ટીમે મારણ સાથે પાંજરૂ ગોઠવ્યું હતું. ત્યારે શિકારની શોધમાં ફરી ફાર્મ હાઉસ ખાતે આવેલ દીપડો પાંજરામાં પુરાઇ ગયો હતો. જેની જાણ થતાં વાંકલ રેન્જ વન વિભાગે દીપડાનો કબજો લઈને ઝંખવાવ રેસક્યું સેન્ટર ખાતે મોકલ્યો હતો.