ગુજરાત

gujarat

ETV Bharat / state

શિક્ષણની સાથે પર્યાવરણનું પણ જતન કરતી ગૂજરાત વિદ્યાપીઠ, આજે પણ અહીં જોવા મળશે 100 વર્ષ જુના વૃક્ષો - World Environment Day 2024 - WORLD ENVIRONMENT DAY 2024

અમદાવાદમાં આવેલી ગૂજરાત વિદ્યાપીઠમાં છેલ્લા 100 વર્ષથી વૃક્ષોનું જતન કરવામાં આવી રહ્યું છે, આવો જાણીએ પર્યાવરણ દિવસે વિશેષ માહિતી. World Environment Day 2024

Etv Bharat
Etv Bharat (Etv Bharat)

By ETV Bharat Gujarati Team

Published : Jun 6, 2024, 6:45 AM IST

ગૂજરાત વિદ્યાપીઠમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી (Etv Bharat Gujarat)

અમદાવાદ: સમગ્ર વિશ્વમાં 5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ખાસ તો આ દિવસે પર્યાવરણીય સંરક્ષણને પ્રોત્સાહિત કરવા માટે ઉજવવામાં આવે છે. યુનાઇટેડ નેશન્સના જણાવ્યા અનુસાર, "આ દિવસની ઉજવણી પર્યાવરણને બચાવવા અને વધારવામાં વ્યક્તિઓ, સાહસો અને સમુદાયો દ્વારા ચોક્કસ અભિપ્રાય અને જવાબદાર વર્તન માટેનો આધાર પ્રદાન કરવાની તક પૂરી પાડે છે." ત્યારે અમદાવાદમાં આવેલી ગૂજરાત વિદ્યાપીઠમાં છેલ્લા 100 વર્ષથી વૃક્ષોનું જતન કરવામાં આવે છે આવો જાણીએ પર્યાવરણ દિવસે વિશેષ માહિતી

1 વર્ષથી લઈને 100 વર્ષ જૂના વૃક્ષો: વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે લોકો પર્યાવરણને જાળવવા માટે વૃક્ષોને વાવતા હોય છે સાથે-સાથે વૃક્ષોનો ઉછેર પણ કરતા હોય છે. ત્યારે અમદાવાદમાં આવેલ ગુજરાત વિદ્યાપીઠમાં છેલ્લા 100 વર્ષથી વૃક્ષોને બાળકોની જેમ સાચવવામાં આવે છે. સાથે દરરોજ તેમાં પાણીનો છંટકાવ અને જરૂરી ખાતર નાખીને તેનો ઉછેર કરવામાં આવે છે. અહીં એક વર્ષથી લઈને 100 વર્ષ જૂના વૃક્ષો જોવા મળે છે વૃક્ષોના વાવેતર ઉછેર અને પાણીના છટકાવવા માટે સંસ્થા દ્વારા લોકોને રાખવામાં આવ્યા છે. અહીં આસોપાલવ, પીપળો, લીમડો, જાંબુ કેળા, કદમ જેવા વૃક્ષો પણ આવેલા છે.

પ્લાસ્ટિક કચરાની સમસ્યા: દર વર્ષે 5 જૂનનો દિવસ વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. દર વર્ષે આ દિવસ એક નવી થીમ સાથે આવે છે અને તેનું મહત્ત્વ સમજાવવામાં આવે છે. છેલ્લા એક વર્ષથી વધુ સમયથી દુનિયામાં કોરોના મહામારીનો પ્રકોપ જોવા મળ્યો અને આ દરમિયાન પ્લાસ્ટિક કચરાની સમસ્યા પણ પર્યાવરણ માટે એક મોટું કારણ બની. આ વૈશ્વિક સમસ્યાને પણ લોકો એક જાગૃતિના રૂપમાં જુએ છે અને વર્તમાન સમયમાં સોશિયલ મીડિયામાં પણ તેની ચર્ચા થાય છે.

  1. શું ગૂજરાત વિદ્યાપીઠના હોદ્દેદારો ગાંધી વિશે નિવેદન આપવામાં ડરે છે? - Mahatma Gandhi
  2. Gujarat Vidyapith New Chancellor: ગૂજરાત વિદ્યાપીઠના ૧૭મા કુલપતિ બન્યા ડૉ. હર્ષદ એ. પટેલ, 5 વર્ષનો રહેશે કાર્યકાળ

ABOUT THE AUTHOR

...view details