અંકલેશ્વરઃ અંકલેશ્વરમાં બહુ ચર્ચિત રહેલા ગાર્ડનસિટીમાં પડોશીઓની તકરારે ભારે ઉહાપોહ મચાવ્યો છે. મામલો એટલો ગંભીર બન્યો કે યુવતીઓએ કારની આગચંપી કરી નાખ્યાના સીસીટીવી પણ સામે આવ્યા છે. એક કાર ફૂંકી મારવામાં આવતા વિસ્તારમાં ભારે ચકચાર મચી છે. બે દિવસ પહેલા થયેલી માથાકૂટ બાદ મહિલાઓએ આગ ચાંપી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. અંકલેશ્વર તાલુકા પોલીસે આ મામલામાં ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આપને જણાવી દઈએ કે આ મામલામાં સામ સામે બંને પક્ષોએ ક્રોસ ફરિયાદ કરી છે.
અંક્લેશ્વરમાં કાર ફૂંકી મારવાની ઘટના (Etv Bharat Gujarat) પોલીસ ચોપડે નોંધાયેલી ફરિયાદો અનુસાર અંકલેશ્વરની ગાર્ડન સીટીમાં પાડોશીઓની તકરારમાં મામલો બીચકયો હતો. જેમાં 2 મહિલાઓએ મળી કારને ફૂંકી મરાતા પોલીસ દોડતી થઇ હતી. અંકલેશ્વરની ગાર્ડન સિટીમાં રહેતા કૌશિક માહિડાએ તેમની કાર ઘરના આંગણામાં પાર્ક કરી હતી. આ દરમ્યાન બુધવારે રાતે પાડોશીઓએ આખો વિસ્તાર માથે લીધો હતો.
બે યુવાન વયની જેવી દેખાતી મહિલાઓ પહેલા પાડોશીઓએ મારમાર્યો હોવાની ફરિયાદ કરી તો બીજી તરફ રાતે કૌશિક મહીડાએ સીસીટીવી પોલીસને સોંપી બે મહિલાઓએ તેઓની કાર સળગાવી દીધી હોવાની સામે ફરિયાદ કરતા પોલીસે તપાસ શરુ કરી છે. ફરિયાદમાં સોસાયટીમાં રહેતી પલ્લવી પાટીલ નામની મહિલા સામે આક્ષેપ કરવામાં આવ્યા છે. સીસીટીવી ફુટેજમાં જોઈ શકાય છે કે, બે મહિલા મોપેડ પર આવે છે અને કાર પર પ્રવાહી છાંટી કાર સળગાવી ત્યાંથી નીકળી જાય છે. આ અંગેની જાણ થતા પાડોશીઓ ભેગા થઈ જાય છે અને બાદમાં ફાયર ફાઈટર્સ દ્વારા આગ પર કાબુ મેળાવવમાં આવે છે.
ઉલ્લેખનીય છે કે હાલ આ મામલો પોલીસની તપાસ હેઠળ છે, પોલીસ તપાસમાં સમયાંતરે સમગ્ર મામલાનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. હાલ પોલીસે વધુ કાર્યવાહી આરંભી દીધી છે.
- અલંગના 'ખાડા'ઓ બન્યા કિંમતી ચીજ-વસ્તુઓની ખાણ, લોકલ ભાવમાં મળે છે લક્ઝરી ક્રૂઝ કિચન ક્રોકરી
- કચ્છમાં પ્રવાસન સીઝન પૂરબહારમાં ખીલી : પ્રવાસીઓનો ધસારો, ફ્લાઇટ ટિકિટના ભાવ આસમાને પહોંચ્યા