ગુજરાત

gujarat

ETV Bharat / state

એસ.જી. હાઈવે કેમ બન્યો છે અકસ્માત ઝોન, જાણો... - SG highway accident zone - SG HIGHWAY ACCIDENT ZONE

સરખેજ-ગાંધીનગરને સમાંતરે જોડતો એસ. જી. હાઈવે અમદાવાદની મોર્ડન ઓળખ ધરાવે છે. 24 કલાક વાહનોથી ધમધમતો એસ.જી. હાઇ-વે  ઘાતક અકસ્માતના કારણે જોખમી હાઈવે સાબિત થયો છે. 20 જુલાઈ 2023ની રાત્રે  તથ્ય પટેલે કરેલા ગમખવાર અકસ્માતને એક વર્ષ પૂર્ણ થયું છે. ત્યારે અમદાવાદનો એસ.જી. હાઈવે કેમ વધુ ઘાતક બની રહયો છે. જાણો આ અહેવાલમાં...,Why has SG highway become an accident zone?

એસ. જી. હાઈવે અમદાવાદની મોર્ડન ઓળખ
એસ. જી. હાઈવે અમદાવાદની મોર્ડન ઓળખ (ETV Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Jul 20, 2024, 6:54 PM IST

Updated : Jul 20, 2024, 8:18 PM IST

અમદાવાદ:વર્ષો પહેલા યુદ્ધના સમયે સૈન્ય વાહનોની ઝડપી અવર-જવર માટે નિર્માણ થયેલ સરખેજ-હાઇવે પર વર્ષ - 2000 બાદ આધુનિકતાના નામે વિકાસનો આરંભ થયો છે. એસ.જી. હાઈવેની બંને બાજુએ વિકસતા આધુનિક હાઈ-રાઈસ મોર્ડન અમદાવાદની ઓળખ બની છે. 44.5 કિલોમીટરની લંબાઈ ધરાવતો એસ.જી. હાઈવે હવે ઓવરબ્રિજ થકી વધુ ઝડપી અને સ્માર્ટ બન્યો છે, સાથે અમદાવાદનો સૌથી ઘાતક ડેથ ઝોન પણ બન્યો છે. નેશનલ હાઈ-વે 8Cના નામે જાણીતો એસ.જી. હાઈવે પર સાત અકસ્માત સંભવિત સ્થળ (ACCIDENT PRONE ZONE) છે. જેની પર સતત ઘાતક અકસ્માતો થતા રહે છે. એસ.જી. હાઈવે પર સૌથી વધુ અકસ્માત સોલા પોલીસ, સેટેલાઈટ અને સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તાર અંતર્ગત નોંધાયા છે.

એસ.જી. હાઈવે કેમ બન્યો છે અકસ્માત ઝોન (ETV Bharat Gujarat)

નેશનલ હાઈ-વે ઓથોરીટી અને પોલીસ તંત્ર જાગ્યુ નથી:એસ.જી. હાઈ-વે રાત્રે અને વહેલી સવારે ડેથ - વે બનતો જાય છે. એક વર્ષ પહેલા સમગ્ર દેશમાં અરેરાટી સર્જનાર અકસ્માત બાદ પણ એસ.જી. હાઈ-વે પરની સલામતી અને સુરક્ષા પ્રત્યે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, નેશનલ હાઈ-વે ઓથોરીટી હજી મૂર્છિત અવસ્થામાં છે. જેની પૂર્તિ કરે છે આ આંકડા. અકસ્માતમા આ આંકડા તથ્યકાંડ થયા બાદ એસ.જી.હાઈ-વે પર થયેલા અકસ્માતના છે. 108 એમ્બ્યુલન્સ સેવાને પ્રાપ્ત કોલ પ્રમાણે છેલ્લાં વર્ષમાં એટલે કે જુલાઈ - 2023 થી જૂન - 2024 સુધીમાં એસ.જી.હાઈ-વે પર અકસ્માતોની કુલ સંખ્યા 2,369ની છે. જેમાં નીચે પ્રમાણેના વાહનોના પ્રકાર પ્રમાણે અકસ્માતોની સંખ્યા નોંધાઈ છે.

એસ.જી. હાઈવે કેમ બન્યો છે અકસ્માત ઝોન (ETV Bharat Gujarat)

છેલ્લાં એક વર્ષમાં મહિના પ્રમાણે 108 એમ્બ્યુલન્સ સેવાને પ્રાપ્ત કોલની સંખ્યા પ્રમાણે અકસ્માતોની સંખ્યા તપાસીએ તો સૌથી વધુ અકસ્માતો ઓકટોબર - 2023 થી એપ્રિલ - 2024ની વચ્ચે નોંધાયા છે.

એસ.જી હાઈ-વે પર સ્મૂધ ડ્રાઈવિંગના સ્પીડ બને છે ઘાતક:એસ.જી. હાઈવેને ઝડપી બનાવવા માટે એસ.જી. હાઈવે અનેક રીતે વિશિષ્ઠ છે. ઓછા ચ્રાફિક સિગ્નલ, ફૂટપાથ નહીં હોવાથી રસ્તા પર પગપાળે ચાલનાર નહીં, હાઈ-વેની સમાંતર સર્વિસ રોડથી સ્થાનિક ટ્રાફિકનું નિયમન અને ઓવર બ્રિજના કારણે એસ.જી. હાઈવે ઝડપી બન્યો છે. ઓછા અંતરાયો હોવાથી ટ્રાફિક પોલીસનું નિયંત્રણ પણ ઓછું રહે છે. અલબત્ત ઓવર સ્પીડને નિયંત્રિત કરવા સીસીટીવી કેમેરા અને પોલીસ વેન હાઈ-વે પર ક્યારેક હાજર હોય છે. પણ પોલીસ શિક્ષણાત્મક કરતા દંડ વસુલ કરવાની કાર્યવાહિ વધુ કરે છે. જેના કારણે અકસ્માતો પર નિયંત્રણ રહ્યું નથી. 2022-2023માં 108 એમ્બ્યુલન્સ સેવાને પ્રાપ્ત કોલ પ્રમાણે સોલા નજીક 437, બોડકદેવ નજીક 430, બોપલ તરફના રસ્તા નજીક 376 ઇર્મજન્સી કોલ પ્રાપ્ત થયા હતા. આ સમયગાળા દરમિયાન એસ.જી. હાઈવે પર દૈનિક સરેરાશ 73 પ્રાપ્ત થાયા હતા.

એસ.જી. હાઈવે પર થતા અકસ્માતોમાં ક્યા પ્રકારની ફરિયાદ નોંધાય:એસ.જી. હાઈવે પર સૌથી વધુ ફરિયાદ ઓવર સ્પિડીંગની જોવા મળી છે, તથ્ય પટેલની જગુઆર કાર પણ અકસ્માત સમયે 120 કિ.મી પ્રતિ કલાકની હોવાનું મનાય છે. ઓવર સ્પીડ કે રશ ડ્રાઈવિંગ સામે મોટર વ્હિકલ એક્ટની કલમ - 279ની ફરિયાદ નોંધાય છે. કલમ - 337 અને 338 પ્રમાણે કોઈને ઈજા પહોંચાડવી અને ઇરાદાપૂર્વક ઇજા પહોંચે એ અંગેની ફરિયાદ નોંધાય ચછે. કલમ - 177 પ્રમાણે ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન ની ફરિયાદ નોંધાય છે. કલમ - 184 અનુસાર જોખમકારક ડ્રાઇવિંગ નો ગુનો નોંધાય છે.

એસ.જી. હાઈવે કેમ બન્યો છે અકસ્માત ઝોન

  • ઓવર બ્રિજથી સતત ઝડપી ચાલુ રહેતો ટ્રાફિક
  • 24 કલાક ટ્રાફિક પોલીસની ગેર હાજરી
  • બ્રિજ પર ટ્રાફિક વ્યવસ્થાપન તંત્રનો નિયમિત અભાવ
  • મોડી રાત્રે નશો કરીને ડ્રાઈવ કરતા વાહન ચાલકો
  • એસ.જી. હાઈવેના નિર્માણ અને ઓવરબ્રિજ સાથેના જોડાણ કરવા માટે ડિઝાઇનની ક્ષતિ
  • ઓવર બ્રિજ પર રાત્રે સ્ટ્રીટ લાઈટ બંધ હોવાની ફરિયાદો
  • એસ.જી. હાઈવે પર ડાયવર્ઝનની સ્પષ્ટ સૂચના અને દિશા સૂચક અંગે અસ્પષ્ટતા
  1. નવસારી પાણી પુરવઠા કૌભાંડ મામલે CID ક્રાઇમને મળી સફળતા, વિજીલન્સ ટીમ પણ સર્ચ ઓપરેશનમાં જોડાશે - Navsari water supply scam
  2. સુરતના પાલ વિસ્તારમાં પતિએ કરી પત્નીની હત્યા, પોલીસે હત્યાના આરોપી પતિની કરી ધરપકડ - murder in surat pal area
Last Updated : Jul 20, 2024, 8:18 PM IST

ABOUT THE AUTHOR

...view details