ભાવનગર: ભાવનગર મહાનગરપાલિકાએ હવે ખાનગી સોસાયટીઓને સીધા સફાઈ કરવા માટે નાણાં આપવાનો ઠરાવ થયો છે. મહાનગરપાલિકાનો આ નિર્ણયને કારણે સફાઈ કામદારોનું કામ છીનવાઈ જશે. સફાઈ કામદાર સંઘ દ્વારા શોષણની શક્યતાઓ વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. શુ છે ઠરાવ અને સંઘનો જવાબ. ચાલો જાણીએ....
મહાનગરપાલિકાએ શું કર્યો ઠરાવ ખાનગી સોસાયટીને લઈને: ભાવનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઇ રાબડીયાએ જણાવ્યું હતું કે, ભાવનગર પણ સ્વચ્છ થાય એવા નિયમ સાથે સ્ટેન્ડિંગ કમિટીની અંદર આવી ખાનગી સોસાયટીની અંદર સફાઈ કરવા માટે એક સ્કીમ મૂકવામાં આવી છે. આવી ખાનગી સોસાયટીઓ જે બીપી એમસી એક્ટ પ્રમાણે 224 નીચે નોધાયેલી હોય આવી સોસાયટીની અંદર એમનો જે લે આઉટ મંજૂર કરવામાં આવ્યો છે. તેના 25 ટકા ભાગને સફાઈ કરવા માટે થઈને જે પણ ખાનગી સોસાયટી છે. એમના એમની બોડી બનાવી હોય દાખલા તરીકે પ્રમુખ મંત્રી આ રીતની જે કમિટી બનાવેલી છે, તો આવા લોકોને 25 ટકા ભાગમાં રહેણાંકી વિસ્તારની અંદર પર ચો.મી 80 પૈસા અને કોમર્શિયલ વિસ્તારની અંદર પર ચો.મી 65 પૈસા એવું દર મહિને આપણે અનુંદાન આપશું.
આર્થિક મદદ કેવી મળશે સોસાયટીઓને:ચેરમેને વધુમાં જણાવ્યું હતું કે, આની અંદર સોસાયટી સફાઈ કરવા કરાવવાની જવાબદારી જે તે સોસાયટીના એસોસિએશનની રહેશે. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આ તમામ સફાઈ થાય એનું સર્ટિફિકેટ મળ્યા પછી એમની નિયત કરેલા બેંક ખાતાની અંદર અમે આ અનુદાન આપવામાં આવશે. મિનિમમ વેતન, મિનિમમ જે આપવાની રકમ થાય અનુદાન આપવાનું થાય છે એ 1600 રૂપિયા અને 1600 રૂપિયા ઉપરથી જે પણ કોર્પોરેશનના નિયમ પ્રમાણે નકશો પાસ થયેલો છે. એના 25 ટકા હિસ્સામાં આપણે સફાઈ કરવા માટેની આ યોજના લાવ્યા છીએ. આપના માધ્યમથી ભાવનગરની આવી ખાનગી સોસાયટીના માલિકોને આવી ખાનગી સોસાયટી સામે ભાવનગરના રહીશોને હું અપીલ કરું છું કે આ સ્કીમ નો લાભ લે, અને આપણી સોસાયટીસ સોસાયટી બને આપણી ભાવનગર સ્વચ્છ બને એના માટેનું આ કામ હાથમાં ધરવામાં આવ્યું છે.